Ad Code

Responsive Advertisement

Constitution of India | One liner | ભારતનું બંધારણ વન લાઇનર | Part :21

ભારતનું બંધારણ વન લાઇનર



  1. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ “બંધારણીય ઈલાજોનો ઉપચાર” અંગેની જોગવાઈ દર્શાવે છે?
  2. → અનુચ્છેદ – 32

  3. મૂળભૂત અધિકારોને લાગુ કરાવવા માટે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા કેટલા પ્રકારની રીટ ( સમાદેશ) બહાર પાડવામાં આવે છે?
  4. → પાંચ પ્રકારની

  5. વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કઈ રિટ આપવામાં આવે છે?
  6. → હેબિયસ કોર્પસ

  7. કઈ રિટ ગેરકાયદેસર સરકારી હોદ્દાને પચાવી પાડવાના વિરુદ્ધમાં આવે છે?
  8. → ક્વો વોરંટો

  9. સંપત્તિનો અધિકાર હવે ક્યાં પ્રકારનો અધિકાર છે?
  10. → કાયદાકીય અધિકાર

  11. મત આપવાનો અધિકાર એ ક્યાં પ્રકારનો અધિકાર છે?
  12. → નાગરિક અધિકાર

  13. બંધારણના ક્યાં અનુચ્છેદમાં સંપૂર્ણ ભારતમાં વ્યવસાય, ધંધો રોજગાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે?
  14. → અનુચ્છેદ – 19 -1 (G)

  15. ક્યાં અનુચ્છેદને ડોં. બાબાસાહેબ આંબેડકરે “બંધારણનો આત્મા અને હૃદય કહ્યું” છે?
  16. → અનુચ્છેદ – 32

  17. કોઈ સાર્વજનિક અધિકારીને પોતાના કર્તવ્યપાલન માટે મજબૂર કરવા ન્યાયાલય દ્વારા અપાતી રિટ કઈ છે?
  18. → પરમાદેશ (મેંડેમસ)

  19. “રાઈટ ટુ એજ્યુકેશન, 2009” ના કકાયદાનો અમલ ક્યારથી શરૂ થયો?
  20. → 1 એપ્રિલ, 2010

  21. “માહિતીઓન અધિકાર અધિનિયમ , 2005” નો અમલ ક્યારથી શરૂ થયો?
  22. → 12 ઓક્ટોબર, 2005

  23. પરમાદેશ / મેંડેમસ / અધિકારી હુકમ નો અર્થ જણાવો.
  24. → “અમે આદેશ આપીએ છીએ”

  25. બંધારણના મુખ્ય કેટલા ભાગ છે?
  26. → 22

  27. બંધારણમાં પેટા વિભાગો સહિત કુલ કેટલા ભાગ છે?
  28. → 25

  29. બંધારણના ક્યાં ભાગમાં નાગરિકતાનો ઉલ્લેખ છે?
  30. → ભાગ - 2

  31. મૂળ બંધરણમાં કુલ કેટલા ભાગ હતા?
  32. → 22

  33. મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચી હતી?
  34. → 8

  35. બંધારણના ક્યાં ભાગમાં “સંઘીય કારોબારી”ની વ્યાખ્યા આપવામાં આવી છે?
  36. → ભાગ - 5

  37. ક્યાં બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 9મી અનુસૂચિ જોડવામાં આવી?
  38. → પ્રથમ બંધારણીય સુધારો, 1951

  39. બંધારણના ક્યાં ભાગમાં “બંધારણીય સુધારા”ની જોગવાઈ કરવામાં આવી છે?
  40. → ભાગ – 20

  41. ક્યાં બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં 10 મી અનુસૂચિ જોડવામાં આવી?
  42. → 52 મો બંધારણીય સુધારો, 1985

  43. જો ભારત સંધમાં નવા રાજ્યનું સર્જન કરવું હોય તો કઈ અનુસૂચિમાં સુધારો થાય?
  44. → પ્રથમ અનુસૂચિ

  45. ક્યાં બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં 11મી અનુસૂચિ જોડવામાં આવી?
  46. → 73 મો બંધારણીય સુધારો, 1992

  47. ક્યાં બંધારણીય સુધારા દ્વારા ભારતીય બંધારણમાં 12મી અનુસૂચિ જોડવામાં આવી?
  48. → 74 મો બંધારણીય સુધારો, 1992

  49. બંધારણના ક્યાં ભાગમાં મૂળભૂત અધિકાર ઉલ્લેખ છે?
  50. → ભાગ - 3



  51. બંધારણના ક્યાં ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે?
  52. → ભાગ -4(A)

  53. બંધારણના ક્યાં ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિંદ્ધાંતોનો ઉલ્લેખ છે?
  54. → ભાગ - 4

  55. ભારતીય બંધારણની નિજી અનુસૂચિમાં કઈ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે?
  56. → મહત્વના અધિકારીઓનાં વેતન ભથ્થાં

  57. બંધરણમાં ભાગ-1 માં કોનું વર્ણન કરવામાં આવ્યું છે?
  58. → સંઘ અને તેનું રાજયક્ષેત્ર

  59. બંધારણનો ક્યો ભાગ સહકારી મંડળીઓથી સંબંધિત છે?
  60. → ભાગ – 9 (B)

  61. બંધારણનો ક્યો ભાગ પંચાયતોથી સંબંધિત છે?
  62. → ભાગ – 9

  63. બંધારણનો ક્યો ભાગ નગપાલિકાથી સંબંધિત છે?
  64. → ભાગ-9(B)

  65. ભારત સંઘના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો ઉલ્લેખ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં છે?
  66. → પ્રથમ અનુસૂચિ

  67. ભારતના બંધારણના ક્યાં ભાગમાં રાજયની કારોબારી વિશે વર્ણન કરવામાં આવ્યું છે?
  68. → ભાગ – 6

  69. ભારતના બંધારણની કઈ અનુસુચિમાં રાષ્ટ્રપતિ, રાજયપાલ, સર્વોચ્ચ ન્યાયાલય તથા ઉચ્ચન્યાયાલયના ન્યાયાધીશ, લોકસભા – વિધાનસભાના સ્પીકર, રાજયસભા – વિધાનસભાના ચેરમેન , CAG વગેરેના વેતન વિશે જોગવાઈ કરવામાં આવી છે?
  70. → બીજી અનુસૂચિ

  71. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં બંધારણ માન્ય 22 ભાષાઓનો ઉલ્લેખ છે?
  72. → આઠમી અનુસૂચિ

  73. ભારતના બંધારણના ક્યાં ભાગમાં કટોકટીની જોગવાઇઓ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
  74. → ભાગ-18

  75. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં કેન્દ્રયાદી, રાજ્યયાદી અને સંયુક્ત યાદી એમ ત્રણ પ્રકારની યાદિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
  76. → સાતમી અનુસૂચિ

  77. ભારતના બંધારણના ક્યાં ભાગમાં “રાજભાષા” અંગેની જોગવાઈ કરવામાં આવી છે?
  78. → ભાગ – 17

  79. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દેશમાં અનુસુચિત ક્ષેત્રો તથા અનુસુચિત જનજાતિઓ અંગેના નિયંત્રણ માટેની જોગવાઈ છે?
  80. → પાંચમી અનુસૂચિ

  81. ભારતના બંધારણના ક્યાં ભાગમાં ચૂંટણીઓ અંગેની જોગવાઈ કરવામાં આવી છે?
  82. → ભાગ – 15

  83. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં પક્ષપલ્ટા વિરોધી કાયદા ની જોગવાઈ કરવામાં આવી છે?
  84. → દસમી અનુસુચી

  85. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં સમાવિષ્ટ કાયદાએ ન્યાયાલયના અધિકારક્ષેત્રથી બહાર છે?
  86. → નવમી અનુસૂચિ

  87. ભારતના બંધારણના ક્યાં ભાગમાં “સંઘ અને રાજય હેઠળની સેવાઓ” નો ઉલ્લેખ છે?
  88. → ભાગ – 14

  89. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં વિભિન્ન પદો માટે ગોપનીયતાના શપથ અંગેના નમૂના આપવામાં આવ્યા છે?
  90. → ત્રીજી અનુસૂચિ

  91. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં પંચાયતીરાજના વિષયોનો ઉલ્લેખ છે?
  92. → અગિયારમી અનુસૂચિ

  93. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં નગરપાલિકાઓના વિષયોનો ઉલ્લેખ જોવા મળે છે?
  94. → બારમી અનુસૂચિ

  95. ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં “જમીન સુધાર અને જમીન સંપાદન” અંગેના કાયદાઓ સમાવિષ્ટ છે?
  96. → નવમી અનુસૂચિ

  97. ભારતના બંધારણમાં મૂળ કેટલા ભાગ અને અનુચ્છેદ છે?
  98. → ભાગ – 22, અનુચ્છેદ – 395

  99. ભારતના બંધારણની કઈ અનુસૂચિ રાજયસભાની બેઠક વ્યવસ્થાની વહેંચણી સૂચવે છે?
  100. → ચોથી અનુસૂચિ



Join Telegram Channel Click Here
Like us on Fcebook Page Click Here
Join WhatsApp Group Click Here






Post a Comment

0 Comments