ભારતનું બંધારણ વન લાઇનર
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
- ભારતના બંધારણના ક્યાં ભાગમાં રાજય વિધાનમંડળ વિશે ચર્ચા કરવામાં આવી છે?
- → ભાગ – 6
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજય વિધાનમંડળની જોગવાઈ કરી છે?
- → અનુચ્છેદ – 168
- રાજય વિધાનમંડળમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવે છે?
- → રાજયપાલ, વિધાનસભા, વિધાનપરિષદ (જો અસ્તિત્વમાં હોય તો)
- ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ રાજ્યની વિધાનસભાની રચના અનહે જોગવાઈ કરે છે?
- → અનુચ્છેદ – 170
- કોઈ રાજયની વિધાનસભામાં સીધી ચૂંટણી ચૂંટાયેલા વધુમાં વધુ કેટલા અને ઓછામાં ઓછા કેટલા સભ્યો હોવા જોઈએ?
- → વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછા 60
- બંધારણના ક્યાં અનુચ્છેદ મુજબ રાજ્યપાલ વિધાનસભામાં એક (1) એંગ્લો ઈંડિયનની નિમણૂંક કરે છે?
- → અનુચ્છેદ – 333
- ભારતના બંધારણના ક્યા અનુચ્છેદમાં વિધાનપરિષદની રચના અંગે જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 169
- કોઈ રાજયના વિધાનપરિષદની કુલ સભ્ય સંખ્યા કેટલી રહેશે?
- → રાજયની વિધાનસભાના કુલ સંખ્યાના 1/3 થી વધુ નહીં તથા 40 થી ઓછી નહીં
- વિધાનપરિષદના કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યો રાજયની વિધાનસભાથી બનેલા મતદારમંડળ દ્વારા ચૂંટાય છે?
- → 1/3 સભ્યો
- વિધાનપરિષદના કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યો રાજયની નગરપાલિકાઓ – પંચાયતોના સ્થાનિક સત્તા મંડળના બનેલા મતદારમંડળ દ્વારા ચૂંટાય છે?
- → 1/3 સભ્યો
- રાજયની વિધાનસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?
- → 25 વર્ષ
- રાજયની વિધાનપરિષદના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે?
- → 30 વર્ષ
- રાજ્યની વિધાનસભાનો કાર્યકાળ કેટલો હોય છે?
- → 5 વર્ષ
- રાજયની વિધાનપરિષદનો કાર્યકાળ કેટલો હોય છે?
- → વિધાનપરિષદ સ્થાયી ગૃહ છે, ભંગ થતું નથી
- રાજયની વિધાનપરિષદના સભ્યોનો કાર્યકાળ કેટલો છે?
- → 6 વર્ષ (ગૃહના 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે.)
- વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યો રાજ્યપાલ દ્વારા સાહિત્ય, વિજ્ઞાન , કલા, સમાજસેવા અને સરકારી પ્રવૃત્તિ જેવા ક્ષેત્રોમાં આગળ પડતાં વાયક્તિઓની નિમણૂક કરે છે?
- → 1/6
- વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યો રાજયમાં રહેતા ઓછામાં ઓછા ત્રણ વર્ષના સ્નાતકો દ્વારા બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટય છે?
- → 1/12
- જો વિધાનસભાનો કોઈ સભ્ય પક્ષાંતર ધારા (10 મી અનુસૂચિ) અંતર્ગત ગેરલાયક છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોની છે?
- → વિધાનસભાના અધ્યક્ષ
- જો વિધાન પરિષદનો કોઈ સભ્ય પક્ષાંતર ધારા (10 મી અનુસૂચિ) અંતર્ગત ગેરલાયક છે કે નહીં તે નક્કી કરવાની સત્તા કોની છે?
- → વિધાનપરિષદના સભાપતિ
- વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યાના કેટલા સભ્યો રાજ્યની અંદર માધ્યમિક શાળાથી નિમ્નસ્તર ન હોય તેવી શાળાઓમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષથી શિક્ષણ આપતા શિક્ષકો બનેલા મતદાર મંડળ દ્વારા ચૂંટય છે?
- → 1/12
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજય વિધાનમંડળના સભ્યોના વિશેષાધિકાર અંગે જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ – 194
- કોને રાજય વિધાનમંડળનું ઉપલું ગૃહ કહેવામા આવે છે?
- → વિધાનપરિષદ
- કોને રાજય વિધાનમંડળનું નીચલું ગૃહ કહેવામા આવે છે?
- → વિધાનસભા
- કોઈપણ રાજય વિધાન પરિષદની સ્થાપના ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવે છે?
- → અનુચ્છેદ – 169
- કોઈપણ રાજ્યમાં વિધાનપરિષદના સર્જન કે સમાપ્તિની સત્તા કોની પાસે છે?
- → રાજયની વિધાનસભા દ્વારા પસાર કરેલા ઠરાવ દ્વારા સંસદ પાસે
- કોઈપણ રાજયમાં વિધાનસભા ક્યાં પ્રકારની બહુમતી દ્વારા વિધાનપરિષદનું સર્જન કે અંત કરી શકે છે?
- → કુલ સભ્ય સંખ્યાની બહુમતી તથા હાજર રહીને મત આપનારા સભ્યોની 2/3 બહુમતી
- વિધાનસભા અને વિધાનપરિષદ માટે ગણપુર્તી (કોરમ) કુલ સભ્ય સંખ્યાના કેટલા હોય છે?
- → 10 સભ્યો અથવા ગૃહની કુલ સભ્ય સંખ્યાના 1/10
- રાજયવિધાન મંડળના બંને ગૃહોની બેઠકની છેલ્લી તારીખ અને બીજી બેઠકની પ્રથમ તારીખ વચ્ચે કેટલા સમયથી વધુ અંતર ન હોવું જોઈએ?
- → 6 મહિના
- રાજયવિધાન મંડળના બંને ગૃહોની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી બેઠક મળવી અનિવાર્ય છે?
- → બે
- રાષ્ટ્રીય કટોકટી ની જાહેરાત દરમ્યાન વિધાનસભાનો કાર્યકાળ કેટલો વધારી શકાય?
- → એકવરમાં એક વર્ષ
- વિધાનસભા આને વિધાનપરિષદના સભ્યોની ચૂંટણી કોની દેખરેખમાં થાય છે?
- → ભારતનું ચૂંટણીપંચ
- રાજયવિધાનમંડળમાં કોઈપણ સભ્ય પોતાના ગૃહને જાણ કર્યા વગર સતત કેટલા દિવસ ગેરહાજર રહે તો તેનું સભ્યપદ રદ થાય છે?
- → 60 દિવસ
- રાજયોની વિધાનસભાઓને સંસદ દ્વારા કરવામાં આવેલ કોઈપણ બંધારણીય સુધારાને કેટલા સમયમાં સ્વીકાર કે અસ્વીકાર કરવાનો હોય છે?
- → કોઈ નિશ્વિત સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
- ભારતમાં વિધાનસભાની ચૂંટણી ક્યાં આધારે થાય છે?
- → વયસ્ક મતાધિકાર
- જો કોઈ રાજય વિધાનસભાની ચુંટણીમાં ચૂંટાયેલા ઉમેદવાર પોતાની ડિપોઝિટ ગુમાવે તો તેનો અર્થ શું થાય?
- → ચૂંટણી લડવાવાળા ઉમેદવારોની સંખ્યા ઘણી વધારે હતી.
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દાઓની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ- 178
- વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને કોણ ચૂંટી કાઢે છે?
- → વિધાનસભાના તમામ સભ્યો પોતાનમાંથી જ ચૂંટી કાઢે છે.
- આસ્થાયો વિધાનસભા અધ્યક્ષ (પ્રોટેમ સ્પીકર) ની નિમણૂક કોણ કરે છે?
- → રાજ્યપાલ
- વિધાનસભાના અધ્યક્ષ (પ્રોટેમ સ્પીકર)ને શપથ કોણ લેવડાવે છે?
- → રાજ્યપાલ
- વિધાનસભા અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે?
- → વિધાનસભા ઉપાધ્યક્ષ
- વિધાનસભા ઉપાધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે?
- → વિધાનસભા અધ્યક્ષ
- વિધાનસભા અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને હટાવવાથી સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવા માટે કેટલા દિવસ પૂર્વે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને તેની માહિતી આપવી જોઈએ?
- → 14 દિવસ પહેલા
- રાજયવિધાનમંડળમાં કોઈપણ ખરડો નાણાં ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરે છે?
- → રાજયવિધાનસભાનો અધ્યક્ષ
- વિધાનમંડળની કાર્યમંત્રણા સમિતિ, નિયમ સમિતિ અને સામાન્ય ઉદ્દેશ્ય સમિતિનો અધ્યક્ષ કોણ હોય છે?
- → વિધાનસભા અધ્યક્ષ
- રાજયની વિધાનસભામાં બંધારણની 10 મી અનુસૂચિ અંતર્ગત સભ્યોની ગેરલાયકાત કોણ નક્કી કરે છે?
- → વિધાનસભા અધ્યક્ષ
- રાજ્યમાં નાણાં ખરડો ક્યાં ગૃહમાં રજૂ થાય છે?
- → વિધાનસભા
- વિધાનસભામાં કોઈ ખરડામાં મતદાન સમયે સરખા મત પડે તો કોને નિર્ણાયક મત આપવાનો અધિકાર છે?
- → વિધાનસભા અધ્યક્ષ
- કોઈ રાજ્યના જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક ટ્રાન્સફર, પ્રમોશન કોણ આપે છે?
- → રાજયપાલ
- ભારતના બંધારણના ક્યાં અનુચ્છેદમાં રાજ્યપાલના વિશેષધિકારની જોગવાઈ કરવામાં આવી છે?
- → અનુચ્છેદ- 361
- ક્યાં મહાનુભાવે રાજ્યપાલની સરખામણી “કઠપૂતળી” સાથે કરી છે?
- → એચ.વી. કામથ
- “રાજયપાલ એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં કેદ છે” આ વિધાન કોનું છે?
- → સરોજિની નાયડુ
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
0 Comments
Any suggestions, Please comment Below 👇