Jahangir | જહાંગીર (1605 – 1627)



જહાંગીર (1605 – 1627)



→ જન્મ: 30 ઓગષ્ટ , 1569 (ફતેહપુરસિક્રી)

→ મૂળનામ : સલીમ

→ સલિમના જન્મ પછી અકબરે પગપાળા ચાલીને અજમેર ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તિની દરગાહ યાત્રા કરી.

→ પિતા: અકબર

→ માતા : હરખાબાઈ (મરિયમ ઉજજમાની) આમેર (જ્યપુર) ના રાજા ભારમાલના પુત્રી

→ પુત્રો : ખુશરો, પરવેઝ, ખુર્રમ, શહરયાર, જહાંદર

→ પુત્રી : સુલ્તાન – ઉન – નિસ્સા, દોલત – ઊન – નિસ્સા

→ રાજયાભિષેક : અકબરના અવસાન બાદ 3 નવેમ્બર, 1605 ના રોજ આગ્રાના કિલ્લામાં રાજયાભિષેક કરવામાં આવ્યો હતો.

→ આત્મકથા : ફારસી ભાષામાં ‘તુઝુકે જહાંગીરી’

→ ઉપાધિ : નુરૂદ્દીન મોહમ્મદ જહાંગીર બાદશાહ ગાઝી

→ પ્રયાગમાં શાહની ઉપાધિ ધારણ કરી.


લગ્ન જીવન :



→ 13 ફેબ્રુઆરી, 1585 ના રોજ જહાંગીરે આમેરના રાજા ભગવાનદાસની પુત્રી માનબાઈ સાથે લગ્ન કર્યા.

→ ઈ.સ. 1587 ના રોજ બીજાં લગ્ન ઉદયસિંહની પુત્રી જગતગોસાઈ (જોધાબાઈ) સાથે થયાં.

→ તેણે મહેરૂનિસ્સા સાથે લગન કર્યા. જહાંગીરે તેને નુરજહાની ઉપાધિ આપી હતી.




શિક્ષણ



→ જહાંગીરના મુખ્ય શિક્ષક બૈરમખાંના પુત્ર અબ્દુર્રહિમ ખાન-એ- ખાના હતા.

→ જહાંગીરે પોતાના પુસ્તક તુજુક – એ- જહાંગીરી (ફારસી ભાષામાં) માં 12 અધ્યાદેશોનો ઉલ્લેખ કર્યો છે.

→ જેને આઈન – એ – જહાંગીરી પણ કહેવામા આવે છે.



નિધન



→ 28 ઓક્ટોબર, 1627 ના રોજ ભીમવાર નામની જગ્યાએ થયું હતું. તેને લાહોરમાં દફનાવવામાં આવ્યો હતો.

→ જ્યાં નુરજહાં એક મકબરા (શાહદરા, લાહોર) નું નિર્માણ કરાવ્યું હતું.


WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો


જહાંગીરના કાર્યો



ન્યાયિક કાર્યો
→ તેણે રાજ્યની જનતાને ન્યાય અપાવવા માટે ન્યાયના પ્રતિક સમાન સોનાની સાંકળને પોતાના મહેલની બહાર લગાવી હતી.

ચલણ
→ જહાંગીરે નિસાર નામક સિક્કાઓનું ચલણ શરૂ કર્યું હતું.

ચિત્રકલા
→ તેના કાર્યકાળને ચિત્રકલાનો સુવર્ણયુગ કહેવામાં આવે છે.

સ્થાપત્ય
→ જહાંગીરે આગરાની નજીક સિક્ન્દરામાં અકબરનો મકબરો (સિકંદરા) જે સંપૂર્ણ આરસનો બનેલો છે, લાહોરની મસ્જિદ જેવી પ્રખ્યાત ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું.

→ તેણે લાહોરમાં બાગ અને અકબરનું સ્મારક બનાવ્યું.

→ નુરજહાંએ તૈયાર કરાવેલો એતમાતુદૌલાનો મકબરો (આગ્રા : સફેદ આરસપહાણનો બનેલો છે. તેણે નુરજહાંના પિતા એતમાતુદૌલાની સ્મૃતિમાં તૈયાર કરાવ્યો હતો.)



જહાંગીરના સમયનું ગુજરાત



→ મિર્ઝા અઝીઝ કોકાના સ્થાને કુલીઝખાનને મોકલવામાં આવ્યો.

→ કુલીઝખાન દ્વારા જહાંગીરના 12 આદેશોનો ફરમાન અમલ કરવામાં આવ્યું.

→ ઈ.સ. 1618 માં જહાંગીર ગુજરાતમાં આવ્યો. અમદાવાદને “ગર્દાબાદ” (ધૂળિયું શહેર) નામ આપ્યું.

→ કચ્છના શાસકને પોતાના સ્વતંત્ર “કોરી” સિક્કા ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવી.

→ ખંભાતમાં ટંકશાળા શરૂ કરાઈ અને ખંભાત અને અહમદાબાદની ટંકશાળામાં “રાશિ” નામનાં સિક્કા બનાવાયા.

→ અંગ્રેજોએ ખંભાત, સુરત, અહમદાબાદમાં કોઠી બનાવી.

જહાંગીરના સમયમાં ગુજરાતના સુબાઓ


કુલીઝખાન ઈ.સ. 1605 - ઈ.સ. 1606
રાજા વિક્રમજીત ઈ.સ. 1606
સૈયદ મુસ્તજાખાન બુખારી ઈ.સ. 1606 - ઈ.સ. 1609
મિર્ઝા અઝીઝ કોકા ઈ.સ. 1609 - ઈ.સ. 1611
અબ્દુલખાન બહાદુર ફિરોઝ જંગ ઈ.સ. 1611 - ઈ.સ. 1616
મુકરર્બખાન ઈ.સ. 1616 - ઈ.સ. 1618
શહજાદા શાહજહાં ઈ.સ. 1618 - ઈ.સ. 1623
શહજાદા દાવરબક્ષ ઈ.સ. 1623 - ઈ.સ. 1624
ખાનજહાં લોદી ઈ.સ. 1624 - ઈ.સ. 1627




Facebook Page માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
WhatsApp ગ્રૂપ માં જોડાવવા માટે અહીં ક્લિક કરો
Telegram Channel માં જોડાવવા માટે અહીં ક્લિક કરો




Post a Comment

0 Comments