→ પુત્રી : ગુલબદન બેગમ કે જેણે હુમાયુનામાની રચના કરી હતી.
→ સર્વપ્રથમ અકબરના સમયમાં તેનો ફારસી અનુવાદ પાયંદાખાંએ કર્યો હતો.
→ મૃત્યુ : 26 ડિસેમ્બર 1530, આગ્રા ખાતે બાબરનું મૃત્યુ થયું. પહેલા તેને આરામબાગ અને ત્યાર બાદ કાબુલમાં તેણે પસંદ કરેલી જગ્યાએ દફનાવાયો હતો.
→ બાબરે આગ્રામાં ભૂમિતિના આધારે નૂરે અફઘાન નામક બગીચો તૈયાર કરાવ્યો હતો. જેને “આરામબાગ” કહેવામાં આવે છે.
કાબુલમાં સત્તા કર્યા બાદ બાબરે (ઈ.સ. 1518-19) ભારત પર ચડાઈ કરીને સિયાલકોટ, દીપલૂર પર અધિકાર પ્રાપ્ત કર્યો.
ભારત પર સર્વપ્રથમ આક્રમણ
→ જાન્યુઆરી 1519થી શરૂ કરી ભારત પર પાંચ આક્રમણો કર્યાં.
→ શરૂઆતનાં ચાર આક્રમણોમાં તેણે બેજોરનો કિલ્લો, સિયાલકોટ, સૈયદપુર, લાહોર અને દિપાલપુર કબજે કર્યાં હતાં.
→ ભારત પર સર્વપ્રથમ આક્રમણ ઈ.સ. 1519 માં બેજોર પર યુસૂફ જાતી વિરુદ્ધ કર્યું હતું.
→ ભારત પર ચડાઈ કરીને સિયાલકોટ, દીપાલપુર પર ધિકાર પ્રાપ્ત કર્યો અહીંથી બાબરને દોલતખાન લોદી (પંજાબના હકિમ) અને આલમર્ખાં (ઈબ્રાહિમના કાકા) એ ભારત પર આક્રમણ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
→ છેલ્લા આક્રમણમાં તેણે પોતાના 12,000ના સૈન્ય સાથે પાણીપતના મેદાનમાં દિલ્હીના અફઘાન સુલતાન ઇબ્રાહીમ લોદીની એક લાખની સેનાને 21 એપ્રિલ 1526ના રોજ હરાવીને નિર્ણાયક વિજય મેળવ્યો.
→ આ વિજય માટે બાબરનું શિસ્તબદ્ધ સૈન્ય, તોપખાનું અને વ્યૂહરચના જવાબદાર હતાં.
→ બાબરે દિલ્હીમાં મુઘલવંશ સ્થાપ્યો. તેનાથી અફઘાન સત્તા નાબૂદ થઈ અને દિલ્હી સલ્તનતનો અંત આવ્યો.
0 Comments
Any suggestions, Please comment Below 👇