→ તેઓ સ્કોટિસ મિકેનિકલ એન્જિનિયર, રસાયણ શાસ્ત્રી અને સંશોધક હતા.
→ જેમ્સ વોટે ચા બનાવવા પાણીથી ભરેલી કીટલીનું નિરીક્ષણ કરી તારવ્યું કે પાણી કરતા વરાળ વધુ જગ્યા રોકે છે. આ સિદ્ધાંતને આધારે જેમ્સ વોટે વરાળ શકિતથી ચાલતા એન્જિન બનાવ્યા.
→
→ ગ્લાસગો યુનિવર્સિટીમાં ટૂલમેકર તરીકે કામ કરતી વખતે તેમણે સ્ટીમ એન્જનોના મિકેનિકસમાં રસ પડ્યો હતો. તેમણે શોધ્યું કે આધુનિક એન્જિન સિલિન્ડરોને વારંવાર ઠંડક અને ગરમી આપવાની પ્રક્રિયામાં ઘણી બધી શક્તિનો વ્યય થાય છે. ત્યાર બાદ તેમણે એક ડિઝાઇનાનું વિસ્તરણ કર્યું જે એક અલગ કન્ડેસર હતું. આ કન્ડેસરમાં ઊર્જાનો વ્યય થતો ન હતો અને તેમાં પણ એંજિનની શક્તિ, કાર્યક્ષમતા વગેરા,આ ફેરફાર જોવા મળ્યા હતા.
→
→ હાલ આગગાડી, બોઈલર, આગબોટ વગેરે જેવા સાધનો આ સિદ્ધાંતના આધારે કાર્યરત છે.
→ તેમની આ શોધે ઔઘોગિક ક્રાંતિની શરૂઆત કરી હતી.
→ તેમણે 18મી સદીના અંતમાં એવું પ્રતિપાદિત કર્યુ હતું કે એન્જિનના પાવરના દરને હોર્સપાવર (1hp = 745.7 Watt) માં વ્યકત કરી શકાય છે.
→ વિધુત ઊર્જાના એકમ વોટ (Watt)નું નામકરણ જેમ્સ વોટના નામ પરથી કરવામાં આવ્યું હતું.
→ આ ઉપરાંત તેમણે વોટ સ્ટીમ એન્જિન, અલગ કન્ડેન્સર, સમાંતર ગતિ, સૂર્ય અને ગ્ર ગિયર (વિલિયમ મર્ડોક સાથે), સેન્ટ્રીફ્યુગલ ગર્વનર, સૂચક ચિત્ર (જહોન સધર્ન સાથે) જેવી અનેક શોધ કરી હતી.
→ તેમના સન્માનમાં બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા 50 પાઉન્ડની કરન્સી બહાર પાડવામાં આવી હતી. આ સન્માન મેળવનાર તેઓ એડમસ્મિથ પછી બીજા સ્કોટિસ નાગરિક હતા.
0 Comments