રોમેન્ટિક મિજાજના કવિ પ્રિયકાન્ત મણિયાર
રોમેન્ટિક મિજાજના કવિ પ્રિયકાન્ત મણિયાર
→ જન્મ : 24 જાન્યુઆરી, 1927 (વિરમગામ)
→ અવસાન : 25 જૂન, 1976 (અમદાવાદ)
→ પૂરું નામ : પ્રિયકાંત પ્રેમચંદભાઈ મણિયાર
→ ગુજરાતી ભાષાના જાણીતા કવિ પ્રિયકાન્ત મણિયાર
→ મૂળ વતન : અમરેલી
→ તેઓએ પ્રાથમિક શિક્ષણ માંડલમાં લીધું હતું અને તેઓ વ્યવસાયે બંગડી બનાવનાર હતા.
→ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રતિક (વર્ષ 1953)માં પ્રકાશિત થયો હતો. તેઓ પોતાનો પરિચય ફૂલમિત્ર તરીકે આપતા હતાં.
→ તેમના પર ગાંધીજીના વિચારોનો પ્રભાવ જોવા મળે છે અને ઉમાશંકર જોશીએ પ્રિયકાંત મણિયારના સાહિત્યમાં થયેલા આગમનને શુભ ઘડીએ થયેલ આગમન તરીકે ઓળખાવેલ છે.
→ તેમણે પહેલી કવિતા પંખી અને દાનો (Bird and Bird-Seed) લખીને કુમાર મેગેઝિનમાં પ્રકાશન માટે મોકલી હતી.
→ તેમણે સાંકેતિક અને કલ્પનાશીલ કવિઓના સાત સંગ્રહ પ્રકાશિત કર્યા હતા.
→ તેમને કુમાર સુવર્ણ ચંદ્રક એવોર્ડ (1963) અને ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર (1972-73) પ્રાપ્ત થયા હતા.
→ તેમની લીલેરો ઢાળ (રાધા અને કૃષ્ણના પ્રેમ ગીતોનો સંગ્રહ) અને વ્યોમલિપિ કૃતિ મરણોત્તર પ્રકાશિત થઇ હતી.
→ તેમને વર્ષ 1982માં તેમના કાવ્યસંગ્રહ લીલેરો ઢાળ માટે મરણોત્તર દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
સાહિત્ય સર્જન
→ કાવ્ય સર્જન : પ્રતીક, લીલેરો ઢાળ, સ્પર્શ, અશબ્દ રાત્રિ, સમીપ, એ લોકો, ખીલા, પ્રબલગતિ (ગધકાવ્યોનો સંગ્રહ)
પંક્તિ
આ નભ ઝૂક્યું તે કા'નજી, ને ચાંદની તે રાધા રે, આ સરોવર જલ તે કા'નજી, ને પોયણી તે રાધા રે
મેં મકાનો બાંધવાને જે ધડયા,
રે તે ખીલ તો અહી જડયા
ગીત એક ગાયું ને વાયરે વાવ્યું
મારા તમારામાં કશોયે ભેદ ના,
કો'ક છાપની હજારો પ્રત સમાં સૌ આપણે
આ લોચન મારાં કાનજીને નજરું જુવે તે રાધા રે
0 Comments