→ દર વર્ષે 24 જાન્યુઆરીને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ (International Day of Education) તરીકે ઉજવવામાં આવે છે.
→ ઉદ્દેશ્ય : સમાજના નિર્માણમાં શિક્ષણની રહેલી મહત્વની ભૂમિકા વિશે જાગૃતતા લાવવાનો તેમજ શિક્ષણ ક્ષેત્રે ટકાઉ વિકાસના લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો છે.
→ શરૂઆત : યુનેસ્કો (United Nations Educational, Scientific and Cultural Organization - UNESCO) દ્વારા 3 ડિસેમ્બર, 2018ના રોજ ઠરાવ પસાર કરી 24 જાન્યુઆરીને આતંરરષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો પ્રારંભ વર્ષ 2019 થી થયો છે.
→ યુનેસ્કો દ્વારા 2023નું વર્ષ અફઘાનિસ્તાનની શિક્ષણના અધિકારથી વંચિત છોકરીઓ અને મહિલાઓને સમર્પિત કર્યું અને શિક્ષણ પર પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે.
→ યુનેસ્કો અનુસાર વિશ્વભરમાં 24.4 કરોડ બાળકો અને યુવાનો શિક્ષણથી વંચિત છે અને 77.1 કરોડ પુખ્ત વયના લોકો અભણ છે.
→ આ ઉજવણીનું નેતૃત્વ યુએન એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) કરે છે.
→ વર્ષ 2023 માં પાંચમો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ 24 જાન્યુઆરી,2023 ના રોજ “Invest in people and prioritize education” થીમ હેઠળ ઉજવવામાં આવ્યો.
→ વર્ષ 2024 થીમ : "learning for lasting peace"
→ વર્ષ 2025થીમ : Al and Education: Human Agency in an Automated World
0 Comments