→ ભારતમાં દર વર્ષે 24 જાન્યુઆરીને રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girl Child Day) તરીકે ઉજવવામાં આવે છે.
→ થીમ- 2025 : Empowering Girls for a Bright Future
→ ઉદેશ્ય : સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવી તથા બાલિકા જન્મને પ્રોત્સાહન આપવાનું તથા તેમના સ્વાસ્થ્ય, સન્માન, શિક્ષણ અને પોષણ જેવા મુદ્દાઓને સમર્થન આપવું તેમજ પુરુષ સમકક્ષ અધિકાર પ્રાપ્ત થાય તે છે.
શરૂઆત
→ ભારતના મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા ચાઈલ્ડ સેક્સ રેશિયો અંગે જાગૃતિ લાવવા વર્ષ 2008થી 24 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
→ આ વર્ષે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 'બેટી બચાવો બેટી પઢાવો' યોજનાની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે જે 22 જાન્યુઆરી, 2025 ના રોજ શરૂ થઇ હતી જે 8 માર્ચ 2025 આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ના રોજ સમાપ્ત થશે.
→ સ્વર્ગીય ઇન્દિરા ગાંધી 24 જાન્યુઆરી, 1966ના રોજ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યાં હતાં, તેથી જ આ દિવસે 'રાષ્ટ્રીય બાલિકા દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
→ ભારત સરકાર દ્વારા વર્ષ 2015માં શરૂ કરેલ બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાનનો ઉદ્દેશ્ય બાળજાતિ ગુણોત્તર વધારવાનો અને સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવાનો છે.
→ વર્ષ 2015માં ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો હેતુ બાળકીઓના માતા-પિતાને તેમના ભાવિ અભ્યાસ અને લગ્ન ખર્ચ માટે રોકાણ | કરવા અને ભંડોળ બનાવવા પ્રોત્સાહિત કરવાનો છે.
→ કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (Central Board of Secondary Education) દ્વારા દેશની પ્રતિષ્ઠિત ઇજનેરી સંસ્થાઓમાં વિધાર્થીનીઓની નોંધણી વધારવાના હેતુથી ઉડાન પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.
0 Comments