→ અમેરિકામાં રંગભેદ વિરૂદ્ધ શાંતિપૂર્ણ આંદોલન 'સિવિલ રાઈટ્સ મુવમેન્ટ'ની તેમણે આગેવાની કરી હતી, જેના લીધે તેઓ 'અમેરિકાના ગાંધી' તરીકે જાણીતા થયા હતા.
→ તેમણે ગાંધીજીની દાંડી યાત્રાથી પ્રેરણા લઇ 'વોશિંગ્ટન માર્ચ (March On Washington) અને 'મોંટગોમેરી માર્ય' કરી હતી.
→ વોશિંગ્ટન માર્ય દરમિયાન બે લાખની મેદની સમક્ષ તેમણે આપે ભાષણ I Have a dream... ખૂબ જાણીતું થયું હતું.
→ વર્ષ 1957માં તેમણે 'સાઉથ ક્રિશ્ચિયન લીડરશિપ કોન્ફરન્સ'ની સ્થાપના કરી હતી.
→ વર્ષ 1963માં ટાઈમ મેગેઝિને તેમને 'મેન ઓફ ધ યર' જાહેર કર્યા હતા. આ ઉપરાંત તેમને રંગભેદ નાબૂદ કરવા માટે વર્ષ 1964માં શાંતિ ક્ષેત્રનો નોબલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો.
→ ‘સ્ટ્રાઇડ ટુ વર્ક ફ્રીડમ' અને ‘વ્હાય વી કાન્ટ વેઈટ’ તેમના દ્વારા લખાયેલ પુસ્તકો છે.
→ 4 એપ્રિલ, 1968ના રોજ 39 વર્ષની વયે ગોળીબાર કરી મેમ્ફીસ, ટેનેસી (અમેરિકા)માં તેમની હત્યા કરવામાં આવી હતી.
→ સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા માનવ અધિકાર માટે સંઘર્ષ કરનાર વિશ્વના ત્રણ મહાન વ્યક્તિઓની જન્મજયંતી મનાવવામાં આવે છે. જેમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, ડો. બાબાસાહેબ આંબેડકર અને નેલ્સન મંડેલાનો સમાવેશ કરવામાં આવે છે.
→ વર્ષ 2020માં યુ.એસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ફોરેન અફેર્સ કમિટીએ ભારતીય અને અમેરિકન વિધાર્થીઓ માટે મહાત્મા ગાંધી અને માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનો અભ્યાસ કરવા માટે વિનિમય કાર્યક્રમ શરૂ કરવા ‘ગાંધી-કિંગ એકસયેન્જ એકટ’ પસાર કર્યો હતો.
0 Comments