ઇ.સ પૂર્વે છ્ઠ્ઠિ સદીની આસપાસ ભારતનમાં સોળ મહાજન પદો જોવા મળે છે. આ મહાજનપદોના કેટલાક ગણરાજયો હતા તો કેટલાક રાજશાહી પ્રકારના રાજ્યો હતા.
પાલી ભાષામાં લખાયેલા "અંગુત્તરનિકાય" ગ્રંથ અનુસાર અનુવૈદિકકાળમાં 16 મહાજનપદો હતા.
આ મહાજનપદો વિષેની માહિતી નીચે આપેલી છે :
ક્રમ | મહાજનપદ | રાજધાની | વર્તમાન સ્થાન |
---|---|---|---|
1. | અંગ | ચંપા | પૂર્વ બિહાર |
2. | વજ્જિ | વૈશાલી | ઉત્તર બિહાર |
3. | મલ્લ | કુશીનારા | ગોરખપુરનો આસપાસનો વિસ્તાર (ઉત્તરપ્રદેશ) |
4. | કાશી | વારાણસી | વારાણસી (ઉત્તરપ્રદેશ) |
5. | મગધ | ગિરિવ્રજ, રાજગૃહ | દક્ષિણ બિહાર |
6. | કોસલ | શ્રાવસ્તી , અયોધ્યા | અવધ (ઉત્તરપ્રદેશ) |
7. | વત્સ | કૌશાંબી | પ્રયાગરાજનો આસપાસનો વિસ્તાર (ઉત્તરપ્રદેશ) |
8. | ચેદી | સુક્તિમતી | યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ (મધ્યભારત) |
9. | પાંચાલ | અહિછત્ર, કામ્પિલ્ય | બદાયુ, બરેલી આસપાસનો વિસ્તાર (ઉત્તરપ્રદેશ) |
10. | સુરસેન | મથુરા | મથુરા પાસેનો વિસ્તાર (ઉત્તરપ્રદેશ) |
11. | કુરુ | ઇન્દ્રપ્રસ્થ | દિલ્હી અને મેરઠ આસપસનો વિસ્તાર |
12. | અસ્મક | પૌડન્યા | ગોદાવરિ નદીના કિનારે |
13. | અવંતિ | ઉજ્જયિની | મળવાનો પ્રદેશ |
14. | મત્સ્ય | વિરાટનગર | જયપુર પાસેનો પ્રદેશ (રાજસ્થાન) |
15. | ગાંધાર | તક્ષશિલા | પેશાવર અને રાવળપીંડી આસપાસનો વિસ્તાર |
16. | કમ્બોજ | લાજપુર | નૈઋત્ય કાશ્મિર આસપાસનો પ્રદેશ |
0 Comments