Ad Code

ભારતીય હવામાન વિભાગ (IMD)

ભારતીય હવામાન વિભાગ (IMD)
ભારતીય હવામાન વિભાગ (IMD)

→ તે રાષ્ટ્રીય હવામાન સેવા છે અને હવામાનશાસ્ત્ર અને સંબંધિત વિષયોને લગતી તમામ બાબતોમાં અગ્રણી સરકારી એજન્સી છે.

→ તે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એજન્સી તરીકે કાર્ય કરે છે.

→ તે ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની એજન્સી તરીકે કાર્ય કરે છે.

→ તેનું વડું મથક નવી દિલ્હીમાં લોધી રોડ પર મૌસમ ભવન ખાતે આવેલું છે.


IMDના ઉદ્દેશ્ય

IMDના ઉદ્દેશ્ય નીચે મુજબ છે
→ હવામાન-સંવેદનશીલ પ્રવૃત્તિઓ જેવી કે કૃષિ, સિંચાઈ, વહાણવાટા, ઉડ્ડયન, ઓફશર ઓઈલ એક્સ્પ્લોરેશન વગેરેની શ્રેષ્ઠ કામગીરી માટે હવામાન શાસ્ત્રીય માહિતી પ્રદાન કરવી.

→ ઉષ્ણકટિબંધીય ચક્રવાત, નોર્થવેસ્ટર, ધૂળના તોફાન, ભારે વરસાદ અને બરફ, ઠંડી અને ગરમીના મોજાં વગેરે જેવી ગંભીર હવામાનની ઘટનાઓ સામે ચેતવણી આપવી, જે જીવન અને સંપત્તિના વિનાશનું કારણ બને છે.

→ કૃષિ, જળ સંસાધન વ્યવસ્થાપન, ઉદ્યોગો, તેલ સંશોધન અને અન્ય રાષ્ટ્રનિર્માણ પ્રવૃત્તિઓ માટે જરૂરી હવામાન સંબંધી ડેટા પ્રદાન કરવા.

→ હવામાનશાસ્ત્ર અને સંલગ્ન વિષયોમાં સંશોધન હાથ ધરવા અને પ્રોત્સાહન આપવું.


IMDની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને વિકાસ


→ વર્ષ 1864માં બે વિનાશક ચક્રવાત કોલકાતા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટક્યા હતા, જેના કારણે જીવન અને સંપત્તિનું ભારે નુકસાન થયું હતું. આ આફતોની ગંભીરતાએ વાતાવરણીય પરિમાણોને મોનિટર કરવા માટેની સિસ્ટમની ગેરહાજરીને પ્રકાશિત કરી હતી. જેના પરિણામે વર્ષ 1875માં ભારત હવામાન વિભાગ' (IMID)ની સ્થાપના કરવામાં આવી હતી.

→ IMDએ શરૂઆતમાં ફક્ત એક જ વ્યક્તિની નિમણૂક સાથે તેની સત્તાવાર કામગીરી શરૂ કરી હતી.

→ ત્યારે હેનરી ફ્રાન્સિસ બ્લેનફોર્ડને IMIDના પ્રથમ હવામાનશાસ્ત્રીય રિપોર્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

→ 1903માં IMDના વડા તરીકે નિયુક્ત ગિલ્બર્ટ વોકરના નેતૃત્વ હેઠળ ચોમાસાને સમજવામાં નોંધપાત્ર પ્રગતિ થઈ હતી.

→ તેમણે વાતાવરણીય પરિભ્રમણમાં મોટા પાયે ઓસિલેશનની ઓળખ કરી અને અલ નીનો ઘટનાની આધુનિક સમજણનો પાયો નાખ્યો હતો.

→ 150 વર્ષોમાં IMD દેશભરમાં કાયમી વેધશાળાઓ અને સ્વચાલિત હવામાન સ્ટેશનો સાથે એક વિશાળ સંસ્થા તરીકે વિકસ્યું છે.

→ IMDની ચક્રવાતની આગાહીનો ઉપયોગ હવે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર પાડોશી પ્રદેશના લગભગ 13 દેશો આ આગાહીનો ઉપયોગ કરીને તેમની ચક્રવાત વ્યવસ્થાપન પ્રણાલીઓનું સંચાલન કરવા માટે કરે છે.

→ IMDની ઉન્નત ક્ષમતાઓને કારણે તેને દક્ષિણ એશિયાના પ્રાદેશિક આબોહવા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે.

→ નોંધનીય છે કે સંયુક્ત રાષ્ટ્રના 'અર્લી વોર્નિંગ ફોર ઓલ' પ્રોગ્રામમાં યોગદાન આપવા માટે ભાગીદારી કરી છે, જેના માટે 30 દેશોની ઓળખ કરવામાં આવી છે.

GUjarat IMD Website
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments