→ પ્રથમ રેલવેમંત્રી, પ્રસિદ્ધ શિક્ષણવિદ્ અને અર્થશાસ્ત્રી, નાણામંત્રી
→ તેઓ મદ્રાસ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા, ત્યારબાદ મદ્રાસ યુનિવર્સિટીમાં જ પ્રોફેસર તરીકે જોડાયા હતા.
→ તેઓ મુંબઇ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ રહ્યા હતા.
→ આઝાદી પછી વર્ષ 1948માં તેઓ દેશના પ્રથમ રેલવેમંત્રી રહ્યા હતા. પછીથી તેઓ દેશના નાણામંત્રી બન્યા તે દરમિયાન તેમણે બે સામાન્ય બજેટ રજૂ કર્યા હતા.
→ ગણતંત્ર ભારતનું પ્રથમ બજેટ વર્ષ 1950માં રજૂ કર્યું હતું અને વર્ષ 1955માં ભારતીય સ્ટેટ બેંક (SBI)ના પ્રથમ ચેરમેન બન્યા હતા.
→ તેમની ભલામણને આધારે વર્ષ 1950માં અંદાજ સમિતિ(Estimates Committee)ની રચના કરવામાં આવી હતી. આ સમિતિ વાર્ષિક અનુદાનોની સમીક્ષા કરી અંદાજપત્ર વિશે માહિતીઓ એકત્ર કરી તેમા કરક્સરના પગલાં સૂચવે છે.
→ તે ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ (30 સભ્ય લોક્સભામાંથી) છે. આ સમિતિનો કાર્યકાળ 1 વર્ષનો હોય છે.
→ આ સમિતિના અધ્યક્ષની નિમણૂક લોક્સભાના સ્પીકર દ્વારા કરવામાં આવે છે.
→ અંદાજ સમિતિને સંસદના ત્રીજા ગૃહનો દરજ્જો આપવામાં આવ્યો છે.
→ તેમને વર્ષ 1959માં પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
→ વર્ષ 2019માં નવી દિલ્હીની નેશનલ કાઉન્સીલ ઓફ એપ્લાઇડ ઈકોનોમિક રિસર્ય (NCAER)ના સંકુલને જહોન મથાઈ ટાવર નામ આપવામાં આવ્યું.
0 Comments