→ વડનગરના જૂના નામોમાં 'સુંદરપુર', 'મદનપુર', 'વૃદ્ધનગર', 'ચમત્કારપુર', 'અનંતપુર', 'આનંદપુર, અને આનર્તપુરનો સમાવેશ થાય છે.
→ વડનગર નાગર બ્રાહ્મણોનું મૂળવતન ગણાય છે.
→ વડનગરમાંથી એક સમયે હાટકી નદી વહેતી હતી પરંતુ હવે તે લુપ્ત થઈ ગઈ છે પરંતુ આજે પણ હાટકી નદીના કિનારે આવેલું નાગર બ્રાહ્મણોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવનું મંદિર જોવા મળે છે.
→ મલ્હારરાગની જાણકારી ધરાવતી બહેનો તાના અને રીરીની સમાધિ વડનગરમાં આવેલી છે. જ્યાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા "તાના-રીરી' સંગીત મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે.
→ વડનગરમાં યોજવામાં આવતા તાના-રીરી મહોત્સવમાં જાણીતા સંગીતકારો ભાગ લે છે અને તેમાં વિજેતાને તાના-રીરી સંગીત એવોર્ડ આપવામાં આવે છે. (પ્રથમ તાના-રીરી એવોર્ડ જીતનાર વ્યક્તિ લતા મંગેશકર હતા.)
→ વડનગરની સૌથી મહત્વની ઓળખાણ અહીં આવેલ કીર્તિતોરણ છે.
→ વડનગરમાં છ દરવાજા આવેલા છે જેમાં અર્જુનબારી દરવાજામાં આવેલા શિલાલેખમાં વડનગરની ભવ્યતા અને સમૃધ્ધિની માહિતી આપવામાં આવી છે.
→ શર્મિષ્ઠા તળાવ અને શામળશાની ચોરી વડનગરમાં છે.
→ ચિની યાત્રાળુ હયુ-એ-ત્સાંગે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વડનગરની મુલાકાત લીધી હતી.
→ વડનગરમાં ગૌરીકુંડ આવેલો છે.
→ વડનગરને ગુજરાતનું સૌથી જૂનું અને અત્યારે પણ અસ્તિત્વમાં હોય તેવું હયાતનગર માનવામાં આવે છે.
0 Comments