→ ડો. ભટનાગર એકી સાથે અનેક હોદ્દાઓની જવાબદારી સંભાળતા હતા જેવા કે, કાઉન્શિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)ના નિયામક, ભારત સરકારના વૈજ્ઞાનિક સંશોધન વિભાગના સચિવ, પરમાણુ ઉર્જા પંચના સચિવ અને યુનિવર્સિટી અનુદાન પંચના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળતા હતાં.
→ કાઉન્શિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR)ના પ્રથમ ડિરેકટર હતાં.
→ તેમને સંશોધન પ્રયોગશાળાઓના પિતા તરીકે ઓળખવામાં આવે છે.
→ વિજ્ઞાન-સંશોધન માટે પૈસા મેળવવામાં અને તેને સુયોગ્ય રીતે ખર્ચવામાં તેમજ સુવિધાઓ ઊભી કરવામાં તેમણે ખૂબ મહત્વનો ફાળો આપ્યો હતો.
→ CSIRને ભારતમાં સંશોધન પ્રયોગશાળાઓની માતૃસંસ્થા તરીકે ઓળખવામાં આવે છે.
→ તેમની સ્મૃતિમાં વિજ્ઞાન ક્ષેત્રે CSIR દ્વારા પ્રતિવર્ષ 1958થી શાંતિસ્વરૂપ ભટનાગર પુરસ્કાર આપવામાં આવે છે.
0 Comments