Ad Code

છત્રપતિ શિવાજી મહારાજ | Chhatrapati Shivaji Maharaj

છત્રપતિ શિવાજી મહારાજ
છત્રપતિ શિવાજી મહારાજ

→ જન્મ : 19 ફેબ્રુઆરી, 1630 શિવનેરીના કિલ્લો (પુણે, મહારાષ્ટ્ર)

→ પિતા : શાહજી ભોંસલે

→ માતા : જીજાબાઈ

→ ગુરુ: દાદાજી કોંડદેવ

→ આધ્યાત્મિક ગુરૂ: સમર્થ રામદાસ

→ અવસાન : 3 એપ્રિલ, 1680 રાયગઢનો કિલ્લો (મહારાષ્ટ્ર)

→ મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ


→ તેઓ શૂરવીર સરદાર, ગોરીલ્લા (છાપામાર) યુદ્ધનીતિના કુશળ ઘડવૈયા અને રાષ્ટ્રનિર્માતા હતાં.

→ તેમણે મરાઠાઓમાં દેશભક્તિ, સાહસ, આત્મવિશ્વાસ, ત્યાગ અને બલિદાનની ભાવના પ્રગટ કરી હતી.

→ શિવાજીએ વર્ષ 1653 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્વરાજ્યની સ્થાપના કરી અને પોતાની જાગીરમાં પૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરી હતી.

→ શિવાજીની રાષ્ટ્રભક્તિથી પ્રસન્ન થઈને ગોવલકર સાવંતે તેમને એક તલવાર ભેટ આપી હતી. શિવાજીએ આ તલવારનું નામ ભવાની તલવાર રાખ્યું હતું. આ તલવાર ઇંગ્લેન્ડના ઈન્ડિયન મ્યુઝિયમમાં હયાત છે.

→ 6 જુન, 1674ના રોજ શિવાજીએ રાયગઢના કિલ્લામાં શ્રી વિશ્વેશ્વર ગંગાધર પાસે તેમનો રાજ્યાભિષેક કરાવી શાસ્ત્રીય વિધિ પ્રમાણે છત્રપતિ નામની ઉપાધિ ધારણ કરી હતી. આ પ્રસંગે તેમણે રાષ્ટ્રીય ધ્વજ તરીકે ભગવો ધ્વજ લહેરાવ્યો હતો.

→ શિવાજી મહારાજ મરાઠા સામ્રાજ્યના પ્રથમ રાજા બન્યા હતાં.

→ શિવાજીએ ગાય અને બ્રાહ્મણોની રક્ષા કરવાનું વ્રત લીધું હતું અને હિન્દુત્વ-ધર્મોદ્ધારક ની ઉપાધિ મેળવી હતી.

→ તેમના મંત્રીમંડળમાં આઠ પ્રધાનો હતા તેથી તેમનું મંત્રીમંડળ અષ્ટપ્રધાન તરીકે ઓળખાતું હતું.

→ છત્રપતિ શિવાજીએ સૌપ્રથમ તોરણગઢનો કિલ્લો જીત્યો હતો. ત્યારબાદ તેમણે સિંહગઢ, ચાકન, કોંકણ, રોહિડા, પૂરંદર, બારામતી, સૂયા, તિકોના અને લોહગઢના કિલ્લાઓ જીત્યા હતાં.


પુરંદરની સંધિ

→ બીજાપુરના સુલતાન આદિલશાહે પોતાના સેનાપતિ અફઝલ ખાનને વર્ષ 1655માં શિવાજીને પરાજીત કરવા માટે મોકલ્યો ત્યારે શિવાજીએ અફઝલ ખાનને યુદ્ધમાં પરાજિત કરી મારી નાંખ્યો હતો. આ ઉપરાંત મુઘલ સમ્રાટ ઔરંગઝેબે સાઇસ્તખાનને શિવાજી પર આક્રમણ કરવા મોકલ્યા પરંતુ શિવાજીએ પૂનેમાં લા મહલ પર હુમલો કરી સાઇસ્તખાનને ભગાડયા હતા.

→ વર્ષ 1665માં શિવાજી અને ઔરંગઝેબના સેનાપતિ રાજા જયસિંહ વચ્ચે પુરંદરની સંધિ થઈ હતી, આ સંધિ મુજબ શિવાજી ઔરંગઝેબને મળવા આગ્રા ગયા ત્યારે તેમને કેદ કરીને જયપુર ભવનમાં રખાયા હતાં, પરંતુ શિવાજી ચતુરાઇથી કેદમાંથી ભાગી ગયા હતાં.


→ શિવાજીએ વર્ષ 1664 અને વર્ષ 1670માં એમ બે વાર મુઘલ સામ્રાજ્યના સમૃદ્ધ સુરત બંદરને લૂંટયું હતું.

→ શિવાજીએ ભારતમાં સૌપ્રથમ નૌકાદળની સ્થાપના કરી હતી.

→ શિવાજીએ માતા જીજાબાઈના કહેવાથી મુઘલ તાબા હેઠળના દક્ષિણના નાક સમાન સિંહગઢનો કિલ્લો જીત્યો હતો પણ કિલ્લેદાર ઉદયભાણની તલવારના ઘા થી શિવાજીના સરદાર તાનાજીનું મૃત્યુ થયું હતું ત્યારે શિવાજીએ ગઢ આલા પરંતુ સિંહ ગેલા જગપ્રસિદ્ધ ઉક્તિ ઉચ્ચારી હતી.

→ શિવાજીની કરપ્રણાલીમાં મુખ્ય ચોથ અને સરદેશમુખી નો સમાવેશ થતો હતો.

→ મહારાષ્ટ્ર સરકારે વર્ષ 2016માં શિવાજીની યાદમાં અરબ સાગરમાં છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. જેની ઊંચાઈ 212 મીટર હશે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments