→ તેમણે વર્ષ 1499માં 'પીએટા' અને વર્ષ 1504માં 'ડેવિડ' નામની શિલ્પકૃતિનું નિર્માણ કર્યું હતું.
→ તેમની ખ્યાતિ સાંભળી પોપ દ્રિતીય જુલિયસે પોતાના અંતિમ વિશ્રામના મકબરા માટે મૂર્તિઓ બનાવવાનું કામ સોંપ્યું હતું. પણ વિરોધીઓની કાન ભંભેરણીથી તેઓને મહેલમાંથી કાઢી મુકાયા હતાં.
→ તેઓ વ્યક્તિગત જીવનમાં ખાન-પાનમાં નીરસ, ઉદાસીન અને એકલવાયું જીવન જીવતા હતાં.
→ તેમને રાજ્ય અને ધર્મ સંસ્થાઓનો સથિયારો ન મળવા છતાં મૂર્તિકલાના ક્ષેત્રે શ્રેષ્ઠ કારીગરી દાખવી હતી.
0 Comments