→ વિખ્યાત ખગોળશાસ્ત્રી, ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી તરીકે જાણીતા ગેલીલિયો ગેલિલી
→ તેઓ વર્ષ 1581માં તબીબની ઉપાધિ મેળવવા માટે પીસા વિશ્વવિધાલયમાં દાખલ થયા પરંતું તેમને ગણિતમાં રૂચિ હોવાને કારણે આ અભ્યાસક્રમ પૂર્ણ કરી શક્યા નહીં.
→ ગેલેલીયો ગેલિલીને આધુનિક ભૌતિકશાસ્ત્ર પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ તેમને થર્મોસ્કોપ અને લશ્કરી હોકાયંત્રની શોધ કરી હતી તેમજ અવકાશી પદાર્થોના વૈજ્ઞાનિક અવલોકન માટે ટેલિસ્કોપનો ઉપયોગ કર્યો હતો.
→ તેઓએ વર્ષ 1640માં પ્રથમ લોલકવાળી ઘડિયાળની રચના કરી હતી.
→ તેમને ઝડપ, વેગ, સાપેક્ષતાના સિદ્ધાંત, જડતા વગેરે પર ગહન અભ્યાસ કર્યો હતો.
→ તેમના દ્વારા રીફલેકટીંગ ટેલિસ્કોપ બનાવવામાં આવ્યું હતું.
→ તેઓએ ભરતીનો સિદ્ધાંત આપીને સૂર્ય પૃથ્વીની આસપાસ કરતો નથી પરંતુ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેવું પ્રતિપાદિત કર્યું હતું.
→ તેઓએ વર્ષ 1586માં પોતાનું પ્રથમ વૈજ્ઞાનિક પુસ્તક ધ લિટલ બેલેન્સ (લા લેન્સિટા) લખ્યું હતું, જેમાં તેમણે એક તુલા દ્વારા પદાર્થોની સાપેક્ષ ઘનતા શોધવા માટેની આર્કિમીડીઝની પદ્ધતિઓનું વર્ણન કર્યું હતું.
→ તેમણે વર્ષ 1589માં પોતાની નિબંધશ્રેણી ડી મોટું (De Motu)માં ઢોળાવવાળી સપાટીના પ્રયોગ દ્વારા કોઈ નીચે પડતી વસ્તુ માટે પડવાના દરમાં થતા ઘટાડાના સંબંધે પોતાના સિદ્ધાંતો રજૂ કર્યા હતાં.
→ તેઓને વર્ષ 1592માં વેનિસના પડુઆ વિશ્વવિધાલયમાં ગણિતના પ્રોફેસરના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
→ તેઓએ લોલક સંબંધિત પોતાના અવલોકનો દ્વારા અચળ પ્રવેગથી ગતિશીલ વસ્તુઓ સાથે સંબંધિત નિયમ વસ્તુ દ્વારા કપાયેલ અંતરને લીધેલ સમયના વર્ગના સંપ્રમાણમાં છે તેવો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો હતો.
→ તેમની અવકાશી શોધો અંગેના એક પુસ્તક સ્ટારી મેસેંજર (Starry Messenger)માં સંદર્ભમાં પરના પહાડો નાના નાના તારાઓના ભેગા મળવાથી રચાતી આકાશગંગા તથા ગુરુના ચાર સૌથી મોટા ઉપગ્રહો શનિના વલયોના અવલોકનનો દાવો કર્યો હતો.
→ તેમણે પોતાના પુસ્તક ડિસ્કોર્સ ઓન ફ્લોટિંગ બોડીઝ અને લેટર્સ ઓન ધ સનસ્પોર્ટમાં સૂર્ય ઉપર ઉપસ્થિત સૂર્ય કલંકો(Sunspots) વિશેના રહસ્ય ઉજાગર કર્યા હતા.
0 Comments