ગુલાબ મોહમ્મદ શેખ | Gulam Mohammed Sheikh
ગુલાબ મોહમ્મદ શેખ
ગુલાબ મોહમ્મદ શેખ
→ મૂળ નામ : ગુલામ મોહમ્મદ તાજ મોહમ્મદ શેખ
→ જન્મ : 16-02-1937
→ તેઓ ગુજરાતના અગ્રણી આધુનિક ચિત્રકાર, કલાગુરુ અને ગુજરાતી કવિ છે.
→ ગુજરાતી ભાષાના એક મહત્ત્વના કવિ એવા ગુલામમોહમ્મદ શેખના આરંભનાં ચિત્રોમાં ઘોડા, વૃક્ષો, ડુંગરા અને નગરની શેરીઓ જોવા મળે છે.
→ તેમણે લીનોકટ, વૂડકટ, એચિન્ગ જેવી પદ્ધતિઓ વડે શેખે છાપચિત્રો પણ સર્જ્યા છે.
→ તેમણે ક્ષિતિજ, વિશ્વમાનવ, સાયુજ્યના કલાવિભાગોનું સંપાદન કર્યું હતું.
કૃતિઓ
→ કાવ્યસંગ્રહ : કબ્રસ્તાન, મૃત્યુ, અંધકાર અને હું, કવિ
→ ગધ : ઘરે જતાં
→ અનુવાદ : અમેરિકી ચિત્રકળા
એવોર્ડ
→ વર્ષ 1961 :ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી
→ વર્ષ 1962 : લલિતકલા અકાદમી એવોર્ડ, નવી દિલ્હી
→ વર્ષ 1983: પદ્મશ્રી
→ વર્ષ 1998: ગુજરાત સરકારે રવિશંકર રાવળ ઍવૉર્ડ
→ વર્ષ 2002: કાલિદાસ સન્માન, મધ્ય પ્રદેશ દ્વારા:
→ વર્ષ 2014 : પદ્મભૂષણ:
→ વર્ષ 2017 : નરસિંહ મહેતા એવોર્ડ
→ 1990 પછીનાં તેમનાં શ્રેષ્ઠ ચિત્રોમાં ‘ગહન ક્ષિતિજ’, ‘અઝીઝ-અઝીઝાની કથા’, ‘બદલાતા પટ’, ‘સમયની પેલે પાર’ અને ‘પ્યાર, જંગ, સિતમ, અનિદ્રા’નો સમાવેશ થાય છે.
→ મધ્યયુગના સંતકવિ ‘કબીર’ ઉપર પણ તેમણે તાજેતરમાં એક ચિત્રશ્રેણી કરી છે.
→ શેખ ચિત્રોમાં આયોજન (composition) ક્ષેત્રે મુઘલ ચિત્રકલાથી પ્રભાવિત છે.
→ તેમનાં ચિત્રોમાં માનવ-આકૃતિઓની ભરચક ગિર્દી અને ક્ષિતિજનો અભાવ મુઘલ ચિત્રકલાની દેણ છે.
0 Comments