→ ગુજરાતી લોકસાહિત્યમાં ઝવેરચંદ મેઘાણી પછીનું સ્થાન શોભાવનાર સાહિત્યકાર અને લોકસાહિત્યના સંશોધક એવા પુષ્કર ચંદરવાકરે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારનું લોકસાહિત્ય રચ્યું છે.
→ તેઓ ગામના નામને અટક તરીકે ધારણ કરી ચંદરવાકર બન્યા હતા.
→ તેઓએ પૂષ્પજન્ય અને સુધીર ઘોષ ઉપનામથી સાહિત્ય સર્જન કર્યું હતું.
→ તેમની નવલકથાઓમાં પઢાર અને કોળી જેવી કોમના રીત-રિવાજ અને વ્યવહારનું નિરૂપણ જોવા મળે છે.
→ તેમને વર્ષ 1945માં સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય યોગદાન બદલ કુમાર સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાહિત્ય સર્જન
→ નવલકથા : રોક હૈયાનાં, પ્રિયદર્શીની, ઘરજ્યોત, નંદવાયેલા હૈયાં, બાવડાના બળે, ભવની કમાણી, માનવીનો માળો, ધૂળ અને ઢેફાં, લીલુડાં લેજો, નવા ચીલે, ધરતી ભાર શે ઝીલશે ?(ભાગ 1 અને 3), ઝાંઝવાના નીર (ભાગ 1 અને 2), ગીર અમારી છે!
→ નવલિકા : રાંકના રતન, બાંધણી, અંતરદીપ, શુકનવંતી
→ એકાંકી : યજ્ઞ, પિયરનો પાડોશી, સહકારમાં
→ વિવેચન : ધરતી ફોરે ફોરે, રસામૃત, લોકામૃત, સાહિત્યકાર અને યુગધર્મ, અસ્તિત્વવાદ, પઢાર : એક અધ્યયન (જ્ઞાતિગ્રંથ)
0 Comments