→ તેઓ મહાત્મા ગાંધીજીના પરમ અનુયાયી હતાં. તેમણે ઠક્કરબાપા અને મીરાબેનનાં સંપર્કમાં આવ્યા બાદ દલિત વર્ગના વિધાર્થીઓના ઉત્થાન માટે મહત્વપૂર્ણ પ્રયત્નો કર્યા હતાં.
→ તેમણે વર્ષ 1956માં ટિહરીમાં ઠક્કરબાપા હોટેલની સ્થાપના કરી હતી. આ ઉપરાંત, તેમણે દલિતોને મંદિરમાં પ્રવેશનો અધિકાર અપાવવા માટે આંદોલન પણ કર્યુ હતું.
→ તેમણે એન્ટી ટિહરી ડેમ પ્રોજેક્ટનો વિરોધ કરવા અને ભારતની નદીઓના બચાવમાં ચળવળમાં પણ આગેવાની કરી હતી.
→ તેમણે પોતાની પત્ની વિમલા બહુગુણા સાથે મળીને ટિહરીના ભિલંગણા ખાતે પર્વતીય નવજીવન મંડળની સ્થાપના કરી હતી. અહીં તેમણે મહિલાઓના ઉત્થાન, શિક્ષણ અને શરાબબંધી વગેરે કાર્યો કર્યા હતાં.
→ તેઓ વર્ષ 1960માં વન અને વૃક્ષોની સુરક્ષા અભિયાનમાં જોડાયા હતાં.
ચિપકો આંદોલન
→ સરકારે માર્ગ બનાવવા માટે હાલના ઉત્તરાખંડ (પહેલા ઉત્તરપ્રદેશ)ના ચમોલી જિલ્લામાં આવેલા દેવદારના વૃક્ષોને કાપવા માટે આદેશ આપ્યો હતો.
→ જયારે ઠેકેદાર વૃક્ષો કાપવા ત્યાં પહોંચ્યા ત્યારે સુંદરલાલ બહુગુણા અને તેમના કાર્યકરોએ 26 માર્ચ, 1974ના રોજ વૃક્ષોને ચિપકીને વૃક્ષો કાપવાનો વિરોધ કર્યો હતો. આ રીતે ચિપકો આંદોલનની શરૂઆત થઇ હતી. આ આંદોલને સમગ્ર ભારતનું ધ્યાન ખેંચ્યું હતું. આ આંદોલનની પ્રેરણા સુંદરલાલ બહુગુણાને તેમના પત્નીએ આપી હતી.
→ આ ઉપરાંત, આ આંદોલનમાં ચંડીપ્રસાદ ભટ્ટ, ધુમસિંહ નેગી,બચની દેવી, સુદેશા દેવી, ગોવિંદસિંહ રાવત, વાસવાનંદ, હયાતસિંહ નોટીયાલ જેવા વ્યક્તિઓએ પણ મહત્વનો ફાળો આપ્યો હતો.
→ સુંદરલાલ બહુગુણાએ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને આ આંદોલનમાં જોડાવા અપીલ કરી હતી. આ અપીલ બાદ સરકારે 15 વર્ષ માટે વૃક્ષો કાપવા પર પ્રતિબંધનો કાયદો બનાવ્યો હતો. આ સાથે ચિપકો આંદોલન પૂર્ણ થયું હતું. ચિપકો આંદોલનને કારણે તેમને વૃક્ષમિત્રનું બિરુદ મળ્યું હતું.
→ ખરેખર ચિપકો આંદોલનની શરૂઆત રાજસ્થાનમાં 18મી સદીમાં થઇ હોવાનું માનાય છે. ત્યાંના બિશ્નોઈ સમાજ દ્વારા પવિત્ર મનાતા ખેજડી વૃક્ષો કાપવાનો આદેશ જોધપુરના રાજાએ આપ્યો હતો. જેને બચાવવા બિશ્નોઇ સમાજ દ્વારા વૃક્ષોને ચિપકીને ચિપકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેની આગેવાની અમૃતાદેવીએ કરી હતી.
→ સુંદરલાલ બહુગુણા સાતત્યપૂર્ણ વિકાસના હિમાયતી હતાં. તેમણે વીજળીની માંગને પહોંચી વળવા માટે કુદરતી જળ સંસાધનોનો ઉપયોગ કરવાની તરફેણ કરી હતી.
→ વર્ષ 1980માં તેમણે હિમાલયનું પર્યાવરણ જાળવવા આશરે 5000 કિલોમીટરનો પગપાળા પ્રવાસ કર્યો હતો. તેમને હિમાલયાના રક્ષક તરીકે ઓળખવામાં આવે છે.
પુરસ્કાર
→ વર્ષ 1980- અમેરિકાની ફ્રેન્ડ ઓફ નેચર સંસ્થા દ્વારા સન્માનિત
→ વર્ષ 1981 – પદ્મશ્રી પુરસ્કાર
→ વર્ષ 1983 - જમનાલાલ બજાજ પુરસ્કાર
→ વર્ષ 1984 - રાષ્ટ્રીય એકતા પુરસ્કાર
→ વર્ષ 1985 - વૃક્ષ માનવ પુરસ્કાર
→ વર્ષ 1987 - રાઈટ આજીવિકા પુરસ્કાર (નોબલ પુરસ્કાર) છીપકો ચળવળ માટે
→ ચિપકો આંદોલનના પ્રણેતાઓ પૈકીના એક જાણીતા પર્યાવરણવિદ્ ચંડીપ્રસાદ ભટ્ટને વર્ષ 2017-18 માટે 31મા એવોર્ડ ફોર નેશનલ ઈન્ટિગ્રેશનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
0 Comments