→ દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી 'સાત પગલાં આકાશ'માં નવલકથા માટે પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી મહિલા સાહિત્યકાર કુંદનિકા કાપડિયા
→ તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરા ખાતે લીધું હતું. તેમણે વર્ષ 1948માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી રાજકારણ અને ઇતિહાસ વિષય સાથે B.Aની ડિગ્રી મેળવી હતી.
→ તેમનું મોટાભાગનું સાહિત્ય નારીપ્રધાન રહ્યું છે.
→ તેમની પ્રથમ રચના પ્રેમના આંસુ વાર્તાસંગ્રહ હતી. 'જન્મભૂમિ' દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં આ વાર્તા પુરસ્કૃત પામી હતી.
→ તેમનું પરમ સમીપે પ્રાર્થનાસંગ્રહ ખૂબ વખણાયેલું પુસ્તક છે, જેમાંથી શાંતિ અને સમાધાન મળે છે.
→ તેમણે લેખા નામની નાયિકાના પાત્ર વડે સ્ત્રીઓની વેદનાને તેમની અનુવાદિત વાર્તા ફ્લાવર વેલીમાં વાંચા આપી છે. તેમણે એની બેસન્ટની કવિતાનો અનુવાદ નિગૂઢ પ્રેમ શીર્ષકથી કર્યો હતો.
→ તેમની નવલકથા પરોઢ થતા પહેલામાં જીવનમાં પડેલા દુઃખને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરૂપ સાથે શી રીતે અનુસંધિત થઇ શકે તેની વાત કરવામાં આવી છે. જ્યારે તેમની અગનપિપાસા નવલકથા બુદ્ધિ કરતા હૃદય પરની આસ્થાને પ્રગટ કરીને નવો દ્રષ્ટિકોણ દર્શાવતી નવલકથા છે.
→ તેમણે ગૃહજીવનના આદર્શ અંગે દ્વાર અને દીવાલ નામે સ્ત્રી ઉપયોગી નિબંધો આપ્યાં છે.
→ ચંદ્ર તારા વૃક્ષ વાદળમાં તેમણે ભાવપૂર્ણ નિબંધો આપ્યા છે. પ્રકૃતિ,પંડ અને બ્રહ્માંડમાંથી સારવી લીધેલી કેટલીક ક્ષણોને અહીં રોચક શબ્દરૂપ મળ્યું છે.
→ તેઓ વર્ષ 1955 થી 1957 સુધી યાંત્રિક અને 1962 થી 1990 સુધી નવનીતના સંપાદક પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ અખંડઆનંદ અને જન્મભૂમિમાં નિયમિત લેખ લેખતાં હતાં.
સાત પગલાં આકાશમાં નવલકથા
→ સ્ત્રીની વેદના અને સંવેદનાને ઉજાગર કરતી તેમની નવલકથા સાત પગલાં આકાશમાં માટે વર્ષ 1985માં તેમને સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કારથી સન્માનિત થનાર તેઓ પ્રથમ ગુજરાતી મહિલા સાહિત્યકાર હતાં.
→ આ નવલકથા પરથી ટીવીના નાના પડદા પર રાગિણી અને મુકેશ રાવલ જેવા કલાકારોએ નવલકથાના પાત્રોને સારી રીતે કંડાર્યા હતાં.
→ તેઓ સ્ત્રીને પુરુષો જેટલું જ સ્વાતંત્ર્ય મળવું જોઈએ તેવું હંમેશા માનતા હતા કારણ કે મુક્તિ તરફની યાત્રામાં આ સ્વાતંત્ર્ય એ જ પહેલું પગથિયું બની શકે. આ નવલકથામાં તેમના આ વિચારો વહેતા મૂકયા અને જબરી લોકચાહના પ્રાપ્ત કરી હતી.
→ તેમના લગ્ન સુપ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર મકરંદ દવે સાથે થયા હતાં. તેમણે તેમના પતિ સાથે મળીને વલસાડ ખાતે નંદીગ્રામ નામની સંસ્થાની સ્થાપના કરી હતી.
→ આ સંસ્થામાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનો સમન્વય જોવા મળે છે. નંદીગ્રામમાં લોકકલ્યાણની ઘણી પ્રવૃત્તિઓ ચાલે છે. ત્યાં આરોગ્ય કેન્દ્ર અને પ્રસૂતિગૃહ, ધ્યાનમંદિર, પુસ્તકાલય, ગૌશાળા અને ગોબર પ્લાન્ટ તેમજ સાધના માટે નાની નાની કુટિરો પણ છે.
સાહિત્ય સર્જન
→ નવલકથા : સાત પગલાં આકાશમાં, પરોઢ થતા પહેલા, અગનપિપાસા, વધુ ને વધુ સુંદર
0 Comments