→ જે પ્રાણીઓમાં મેરુદંડ(કરોડજજુ)ની ગેરહાજરી હોય છે તે પ્રાણીઓને અમેરુદંડી પ્રાણીઓ કહેવામાં આવે છે.
→ અમેરુદંડ મુખ્ય આઠ ભાગમાં વિભાજિત થાય છે :
સછિદ્ર (છિદ્રકાય)
કોષ્ઠાંત્રિ
પૃથુકૃમિ
સૂત્રકૃમિ(ગોળકૃમિ)
નૂપુરક
સંધિપાદ
મૃદુકાય
શૂળત્વચી
સછિદ્ર (છિદ્રકાય) (પોરીફેરા)
→ સછિદ્ર પ્રાણીઓના સંપૂર્ણ શરીર પર અનેક છિદ્રો જોવા મળે છે જે નલિકાતંત્ર સાથે જોડાયેલા હોય છે, જેના માધ્યમથી શરીરમાં પાણી, ઓક્સિજન અને ખોરાકનું વહન થાય છે.
→ તે સ્થાયી સજીવ છે.
→ શરીરના મધ્યમાં આવેલી ગુહા છિદ્રિત ગુહા તરીકે ઓળખાય છે.
→ તેઓનું શરીર કઠણ આવરણ અથવા બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોષ છે.
→ કોષ્ઠાંત્રિ સમુદાયના પ્રાણીઓ જલીય નિવાસ ધરાવે છે.
→ તેઓની શરીરરચના પેશીય સ્તરની હોય છે.
→ શરીરના મધ્યમાં કોષ્ઠાંત્ર નામની ગુહા જોવા મળે છે જે પાચન અને પરિવહનનું કાર્ય કરે છે.
→ તેઓનું શરીર આંતરિક તેમજ બાહ્ય એમ બે સ્તરોનું બનેલું હોય છે. બે સ્તરની વચ્ચે જેલી જેવો પદાર્થ મધ્યશ્લેષ્મ હોય છે.
→ આ પ્રાણીઓ દ્વિગર્ભસ્તરીય હોય છે. તેઓની કેટલીક જાતિઓ સમૂહમાં કે વસાહતી સ્વરૂપે રહે છે. (જેવી કે પ્રવાળ કે પરવાળા) અને કેટલીક જાતિઓ એકાંકી હોય છે.
→ મુખદ્વારની આસપાસ સુત્રાંગો આવેલા હોય છે. જે ખોરાક ગ્રહણ અને પ્રચલનમાં મદદરૂપ થાય છે. બાહ્ય સ્તરમાં વિશિષ્ટ પ્રકારના ડંખકોષો આવેલા છે જેનો ઉપયોગ ખોરાક પકડવા અને શત્રુથી પોતાનો બચાવ કરવા માટે થાય છે.
→ ઉદા. સમુદ્રફૂલ, જેલીફિશ, હાઈડ્રા કે જળવ્યાળ વગેરે
પૃથુકૃમિ (પ્લેટીહેલ્મિન્થિસ)
→ પૃથુકૃમિ વર્ગનાં પ્રાણીઓની શરીર રચના વધારે જટિલ અને ચપટી હોય છે. તેથી જ તેઓને ચપટાકૃમિ કે પૃથુકૃમિ કહે છે.
→ આ પ્રાણીઓમાં પેશીમય રચના હોય છે.
→ આ પ્રાણીઓનું શરીર ગુહાવિહીન હોય છે.
→ આ પ્રાણીઓમાં મળદ્વાર હોતા નથી.
→ મોટાભાગના પ્રાણીઓ દ્વિલિંગી હોય છે.
→ આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય રચના ધરાવે છે.
→ તેઓમાં પ્લેનેરિયા જેવા મુક્તજીવી પ્રાણી અને યકૃતકૃમિ જેવાં પરોપજીવી પ્રાણીઓ હોય છે. આમ, તેઓ મુક્તજીવી કે પરોપજીવી પ્રાણીઓ છે.
→ ઉદા, પ્લેનેરિયા, યકૃતકૃમિ, પટ્ટીકૃમિ વગેરે.
સૂત્રકૃમિ/ગોળકૃમિ (નીમેટોડા)
→ સૂત્રકૃમિ સમુદાયના કૃમિઓ ગોળ નલિકા જેવા અને અખંડિત હોય છે.
→ આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય હોય છે.
→ તેઓમાં લાંબા સૂત્ર જેવા શરીર, દીવાલની ફરતે પણ પાતળું, કયુટિકલ આવરણ આવેલું હોય છે.
→ આ પ્રાણીઓમાં પેશીમય રચના હોય છે.
→ અન્નમાર્ગ સંપૂર્ણ, શરીરગુહા આભાસી હોય છે.
→ આ સમુદાયના પ્રાણીઓ એકલિંગી હોય છે.
→ આ પ્રાણીઓ મુખ્યત્વે પરોપજીવી હોય છે તેથી તેઓ બીજા પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે.
→ લીંગભેદ જોવા મળે છે જેમાં નર કદમાં માદા કરતા નાનો હોય છે.
→ ઉદા. ગોળકૃમિ, અને હાથીપગો કૃષિ (વુકેરેરિયા), કરમિયાં(એસ્કેરિસ)
નપુરક (એનેલીડા)
→ નૂપુરક સમુદાયનાં પ્રાણીઓ જમીન અથવા પાણીમાં રહે છે.
→ આ સમુદાયનાં પ્રાણીઓનાં શરીર અનેક ખંડોમાં વહેંચાયેલા છે.
→ શરીર દીવાલની બહારની સપાટી પર ક્યુટિકલનું આવરણ હોય છે. તેની દીવાલ ભીની રહે છે અને તેના દ્વારા શ્વસન થાય છે.
→ ઉત્સર્જન અંગ તરીકે ઉત્સર્ગિકા આવેલી હોય છે.
→ ચેતાતંત્ર ચેતાકંદોનું બનેલું છે.
→ તેઓ વર્જકેશો દ્વારા પ્રચલન કરે છે.
→ આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય રચના ધરાવે છે.
→ પ્રાણી એકલિંગી કે ઉભયલિંગી હોય છે.
→ તેઓ લિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવે છે.
→ ઉદા. અળસિયું, જળો, રેતીકીડો
સંધિપાદ (આર્થોપોડો)
→ સંધિપાદ પ્રાણીઓનો વર્ગ પ્રાણીજગતનો સૌથી મોટો વર્ગ છે.
→ પ્રાણીઓની જાતિઓમાં 2/3 સંધિપાદી છે.
→ તેઓમાં ત્રિગર્ભસ્તરીય, શરીર બાહ્ય રીતે ખંડીય હોય છે.
→ દરેક ખંડમાં સાંધાવાળાં ઉપાંગો હોય છે.
→ વંદો સંધિપાદ વર્ગનું પ્રાણી છે. જે 13 ખંડોવાળું હૃદય ધરાવે છે.
→ આ વર્ગના પ્રાણીઓનું શરીર કયારેક શીષ, ઉરસ અને ઉદરમાં વિભાજીત થાય છે.
→ શરીરગુહા રુધિરથી ભરેલી હોવાથી તે રૂધિરગુહા તરીકે ઓળખાય છે.
→ પ્રાણીમાં ઉત્સર્જન અંગો તરીકે હરિતપિંડ કે માલ્પિજીયન નલિકા આવેલા છે.
→ સંધિપાદ વર્ગના પ્રાણીઓ શ્વસન ઝાલર, શ્વાસવાહિની અને ફેફસાં કે ફેફસાંપોથી વગેરે અંગો દ્વારા થાય છે. તેઓમાં જોડમાં ઉપાંગો એટલે કે યુગ્મ ઉપાંગો જોવા મળે છે. આ સમુદાયના પ્રાણીઓ એકલિંગી હોય છે.
→ વૈવિધ્ય ધરાવતું આ પ્રાણીસમૂહ, જમીન, પાણી અને હવામાં સર્વત્ર મળી રહે છે તેથી આ પરિવહનતંત્ર મુક્તજીવી અથવા પરોપજીવી છે.
→ પ્રાણીઓમાં નિર્મોચન એટલે સમયાંતરે બાહ્યકંકાલ ખરી પડે છે અને નવું બને છે.
→ પ્રાણીસૃષ્ટિના લગભગ 80 થી 90% જેટલા પ્રાણીઓ આ સમુદાયના છે.
→ વિશેષ : ઓક્ટોપસ એકમાત્ર એવું અપૃષ્ઠવંશી પ્રાણી છે જે લાગણી, સહાનુભૂતિ, જ્ઞાનાત્મક કાર્ય, સ્વ જાગૃતિ વ્યક્તિ અને માણસો સાથેના સબંધ માટે પણ સક્ષમ છે. કેટલાક અનુમાન કરે છે કે મનુષ્ય વિના, ઓકટોપસ આખરે પૃથ્વી પરના જીવન સ્વરૂપ તરીકે સ્થાન લેશે.
શૂળત્વયી (એકીનોડર્મેટા)
→ શૂળત્વચી સમુદાયના પ્રાણીઓની ત્વચા કાંટા જેવી નલિકામય રચનાઓથી આચ્છાદિત હોય છે.
→ તેઓ મુકતજીવી જળચર પ્રાણીઓ તેઓ દેહગુહા, દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે.
→ તેઓ ખોરાક ગ્રહણ, શ્વસન અને ઉત્સર્જનમાં નાલિપગનો ઉપયોગ કરે છે.
→ આ સમુદાયના બધા જ પ્રાણીઓ દરિયાવાસી છે. શરીર મોટેભાગે પાંચ હસ્તોમાં વિભાજિત હોય છે. ગુમાવેલ ભાગોનું પુનઃસર્જન તેની વિશિષ્ટતા છે.
→ ચિપકો આંદોલનના પ્રણેતાઓ પૈકીના એક જાણીતા પર્યાવરણવિદ્ ચંડીપ્રસાદ ભટ્ટને વર્ષ 2017-18 માટે 31મા એવોર્ડ ફોર નેશનલ ઈન્ટિગ્રેશનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
0 Comments