Ad Code

જવાળામુખી (Volacanoes)

જવાળામુખી (Volacanoes)
જવાળામુખી (Volacanoes)

→ જવાળામુખી પૃથ્વીના અંતર્જાત બળોથી (Endogenetiction) ઉત્પન્ન ભૂ-સંચલનની એક આકસ્મિક ઘટના છે.

→ જવાળામુખી સામાન્ય રીતે એક ગોળ અથવા મહદ અંશે ગોળ આકારનું છિદ્ર અથવા ખુલ્લો ભાગ હોય છે. જેમાંથી થઈને પૃથ્વીના અત્યંત તપ્ત ભૂગર્ભમાંથી વાયુઓ, પ્રવાહી લાવા અને ખડકોના ટુકડા બહાર આવે છે.

→ પૃથ્વી સપાટીમાં આવેલા કોઈ છિદ્ર કે ફાટ દ્વારા પૃથ્વીના પેટાળ નીચે આવેલા લાવા, વાયુઓ, ખડક ટુકડા, માટી-કાદવ, રાખ, વરાળ વગેરે જોરદાર ધક્કા અને અવાજ સાથે ધીમે શાંતિથી ભૂ-સપાટીની બહાર આવે તે પ્રક્રિયાને ‘જવાળામુખી પ્રસ્ફોટન (Eruption)' કહે છે.

→ મૂળ લેટિન શબ્દ 'વલ્કનુસ' ઉપરથી વોલ્કેનો શબ્દ પ્રચલિત બન્યો છે. 'વલ્કનુસ'નો શબ્દાર્થ 'આગ ઓક્તો પર્વત' એવો થાય છે.

→ પૃથ્વીનું સપાટીનું પડ તો ક્યારનું ઠરી ગયું છે પરંતુ તેના પેટાળમાં કરોડો વર્ષથી 'મેગ્મા' ધગધગી રહ્યો છે. આ મેગ્મા અને અન્ય પદાર્થો જવાળામુખી મારફત બહાર આવે છે. જો જવાળામુખી ન હોત તો આપણી પૃથ્વી ધડાકા સાથે ફાટી ગઈ હોત. આથી જવાળામુખીને પૃથ્વીના 'સુરક્ષા વાલ્વ' કહેવામાં આવે છે.


જ્વાળામુખીના અંગ

જવાળામુખી પર્વત

→ જવાળામુખીમાંથી નિરસ્ત પદાર્થ જવાળામુખી છિદ્રની ચારેય તરફ ક્રમશઃ જમા થવા લાગે છે જેનાથી જવાળામુખી શંકુનું નિર્માણ થાય છે. જ્યારે આ શંકુ મોટો થઈ જાય છે ત્યારે તેને ‘જવાળામુખી પર્વત' કહે છે.

જવાળામુખી છિદ્ર

→ જવાળામુખી પર્વતની ઉપર લગભગ વચ્ચે એક છિદ્ર હોય છે જેને ‘જવાળામુખી છિદ્ર (Volcanic Vent)' કહે છે.

જ્વાળામુખી નળી/પાઈપ

→ જવાળામુખી છિદ્રની નીચે ધરાતલથી પણ નીચે ભૂગર્ભ સાથે જોડાયેલી એક પાતળી નળી હોય છે. જેને ‘જવાળામુખી નળી'(Volcanic Pipe)' કહે છે.

જવાળામુખી મુખ

→ જયારે જવાળામુખી છિદ્ર વિસ્તૃત થઈ જાય છે ત્યારે તેને જવાળામુખી મુખ (Volcanic crater) કહે છે.

કાલ્ડેરા

→ જ્યારે ધસી જવાના કે અન્ય કારણે જવાળામુખીનું મુળ એકદમ વિસ્તૃત થઈ જાય છે ત્યારે તેને 'કાલ્ડેરા (Caldera)' કહે છે.


જવાળામુખી પ્રસ્ફોટનના કારણો

→ પૃથ્વીનું તપ્ત પેટાળ અને તેનું સ્વરૂપ

→ પ્રવાહી મેગ્માની ઉત્પત્તિ અને તેનું ભૂ-સપાટીનું તરફ વહેવું

→ વાયુઓ અને વરાળનો ઉદભવ

→ ભૂકંપ


→ પૃથ્વીનું ભૂગર્ભ આજે પણ ધગધગતો ગરમ છે. આમ, આ જન્મજાત ગરમી ઉપરાંત પેટાળની નીચે આવેલા કિરણોત્સર્ગી ખનીજોનું રસાયણિક વિઘટન થતા પ્રચંડ ગરમી ઉત્પન્ન થાય છે. ખડકોના ભારે દબાણને કારણે પણ ગરમીમાં વધારો થાય છે. કોઈક કારણસર ખડક સ્તારોમાં ઉથલપાથલ થાય છે. સપાટી ઉપર આવેલા નબળા ભાગમા ખડસ્તરોનું દબાણ ઘટે છે અને આથી અર્ધધન-અર્ધપ્રવાહી સ્વરૂપમાં રૂપાતર પામે છે. મેગ્માના કદનું વિસ્તરણ થાય છે તથા તેની ગરમીના કારણે વાયુઓ બને છે. આ ઉપરાત સમુદ્રજળ અને ભુ સપાટીનું પાણી જે પેટાળમાં ઊતરે છે તેનું પણ વરાળમાં રૂપાંતર થાય છે. આ વાયુઓ તથા વરાળ મેગ્માને ઉપર તરફ ધકેલે છે. મેગ્મામાં રહેલા વાયુઓ અને વરાળ ભૂ-સપાટી ઉપર આવતા દબાણમુક્ત થાય છે. તેથી મારે વિસ્ફોટ સાથે લાવા વાયુઓ, બાષ્પ, માટી, રાખ વગેરે આકાશમાં ઉછળે છે. છિદ્ર પાસે આ પદાર્થો નિક્ષેપિત થવાથી શંકુ આકારના પર્વત રચાય તેને જવાળામુખી પર્વત કહે છે.

→ જાપાનના ફ્યુજિયામાં જવાળામુખી ને વિશ્વનો અનુપમ સૌંદર્ય ધરાવતો જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે તથા જાપાનના લોકો પવિત્ર જવાળામુખી કહે છે.


જવાળામુખીના પ્રકારો

→ ફાટમાંથી પ્રવાહી લાવા મોટા જથ્થામાં બહાર આવી સરખી રીતે પથરાઈને ઠરી જવાથી લાવાના મેદાન કે લાવાના ઉચ્ચપ્રદેશ તરીકે ઓળખાય છે.


પ્રસ્ફોટન ક્રિયાની તીવ્રતા અને માધ્યમના આધારે બે પ્રકાર
કેન્દ્રીય પ્રસ્ફોટન પ્રકારના

→ જવાળામુખી ઉદગાર મોટા ધડાકા સાથે થાય છે.

→ તેના કારણે ભયાનક ભૂકંપ આવે છે.

→ દા.ત. સિસલિનો "એટના", જાપાનનો ફ્યુજિયામાં, ઈટાલીનું વિસુવિયસ, ઇન્ડોનેશિયનો ક્રાકાટોઆ

ફાટ -પ્રસ્ફોટન પ્રકારના

→ ઉદગારમાં ભયાનકતા નહીં, શાંતિથી નીકળી ફાટ/ તિરાડોમાંથી મેગ્મા બહાર આવે છે.

→ સમોઆ હવાઈ તથા આઈસલેંડના જ્વાળામુખી

→ દા.ત. કોલમ્બિયાનો ઉ.પ્ર. દ્વિકલ્પીય ભારતનો ઉચ્ચપ્રદેશ


જવાળામુખીની સ્થિતિ અથવા બે પ્રસ્ફોટન ક્રિયા વચ્ચેના સમય અનુસાર જવાળામુખીના પ્રકાર :-
સક્રિય /જાગ્રત જવાળામુખી

→ જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય જવાળામુખી કહે છે.

→ પૃથ્વી પર લગભગ 430 સક્રિય જવાળામુખી જેમાંથી 275 સક્રિય જવાળામુખી ઉત્તર ગોળાર્ધમાં આવેલા છે.

→ દક્ષિણ અમેરિકામા ઇક્વાડોરમાં આવેલા કોટોપૈક્સી વિશ્વનો સૌથી ઊંચો જવાળામુખી છે. આ ઉપરાંત ભૂમધ્ય સમુદ્રમાં (6000 મીટર) સક્રિય લિપારી ટાપુ પર આવેલો સ્ટ્રોમ્બોલી નામનો સક્રિય જવાળામુખી ભૂમધ્ય સાગરની દીવાદાંડી કહેવાય છે,

→ આ ઉપરાંત સિસલિનો એટના પણ સક્રિય જવાળામુખી છે.

સુષુપ્ત જ્વાળામુખી

→ વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તો તેને સુષુપ્ત જ્વાળામુખી કહે છે.

→ ભારતમાં આવેલ બૈરનટાપુ સુષુપ્ત જવાળમુખીનું ઉદાહરણ છે.

શાંત / નિષ્ક્રિય/ મૃત જ્વાળામુખી

→ જે જ્વાળામુખીના મુખમાં પાણી ભરાઈ સરોવર બની ગયું તેમાં વિસ્ફોટન થવાના કોઈ ચિન્હો જણાતા ન હોય તેવા જવાળામુખીને મૃત અટવા નિષ્ક્રિય જવાળામુખી કહે છે.

→ દા,ત, આફ્રિકામાં આવેલો કિલીમાંજોરો,મ્યાનમારનો માઉન્ટ પોપા, ઇરાનનો કોહસુલ્તાન મૃત જ્વાળામુખી છે.



કેન્દ્રીય જ્વાળામુખી પ્રસ્ફોટનના પ્રકાર (Type of Central Eruption Type)

→ લગભગ ગોળ, બાકોરું છિદ્ર જેમાથી સારા પ્રમાણમાં વરાળ વાપુઓ, લાવા વિવિધ ખડક પદાર્થ ભયંકર વિસ્ફોટથી ઊંચે સુધી ફંગોળાય છે.

→ આ વિસ્ફોટને કારણે ધરતીકંપ પણ થાય છે. ઘણીવાર જવાળામુખ પણ તૂટે છે.

હવાઈન પ્રકારનો વિસ્ફોટ (Hawallan Type)

→ હવાઈ ટાપુ ઉપર આવા વિશિષ્ટ પ્રકારનું જવાળામુખી પ્રસ્ફોટન થાય છે. જેને હવાઈન પ્રકારના વિસ્ફોટ કહે છે. આ શાંત વિસ્ફોટ જેમા લાવા પાતળો અને વાયુઓ હોય છે.

→ વિસ્ફોટ સમયે વાયુની સાથે લાવાના નાના નાના લાલચોળ પડ ઊંચે ઉછળે છે જેને હવાઈ ટાપુના અગ્નિદેવી પીનીલા વાળ કહે છે.
સ્ટ્રોમ્બોલિયન પ્રકારનો વિસ્ફોટ (Strombolian Type)

→ ભૂમધ્ય સમુદ્રના સિસિલી ટાપુના ઉત્તરે આવેલા લિપારી (Lipan) ટાપુમા આવેલા સ્ટ્રોમ્બોલી જવાળામુખીમાં આ પ્રકારનો વિસ્ફોટ થાય છે.

→ આ સતત થતો વિસ્ફોટ છે.

→ હવાઈન કરતા ભયંકર છે.

→ વિસ્ફોટ વખતે જવાળામુખી ધૂળ, પયુમાઈસ (Pumice), સ્કોરિયા (Scoria) તથા જવાળામુખી બોંબ ઉછળીને પડે છે.

વલ્કેનિયન પ્રકારનો વિસ્ફોટ (Vulcanian Type)

→ ભૂમધ્ય સમુદ્રના લિપારી ટાપુ પર વાલ્કેનો જવાળામુખીમાં આ પ્રકારનો વિસ્ફોટ થાય છે. તેનો લાવા બેઝિક, ચીકણો અને ઘટ્ટ હોય છે.

→ જવાળામુખી વાયુઓનું વાદળ ‘કોલીફફ્લાવર(Cauliflower)' આકારે ફેલાયેલું જોવા મળે છે.

પીલિઅન પ્રકારનો વિસ્ફોટ (Peleean Type)

→ ઈ.સ. 1902માં વેસ્ટઈન્ડિઝના માર્ટીનિક ટાપુ પર પીલી (Pelee) નામના જવાળામુખીનું ભયંકર પ્રસ્ફોટન થયું. જેના આધારે આવું પ્રસ્ફોટન પીલિયન પ્રકારનો પ્રસ્કોટન કહેવાય છે.

→ એક વિસ્ફોટ પછી નળીમાં લાવા જામી જાય છે. જે બીજા વિસ્ફોટમાં ભયંકર અવાજ સાથે હટાવીને બહાર આવે છે. જેમાં વિખંડિત ખડક પદાર્થ પણ વધુ હોય છે. આ દરમિયાન કેટલાક વાયુઓ સળગી ઊઠી પ્રકાશ આપે છે. આથી પ્રકાશ ઉત્પન્ન થાય છે તથા વાયુના વાદળો પ્રકાશિત થાય છે.


ફાટ -પ્રસ્ફોટન પ્રકારનો વિસ્ફોટ

આઈસલેન્ડ પ્રકાર

→ ઇ.સ. 1718માં આઈસલેન્ડમાં થયેલ ફાટ-પ્રસ્ફોટનના કારણે પ્રવાહી લાવા ઝડપથી ફેલાવવાના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. આથી આને આઈસલેન્ડ પ્રકાર કહે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments