Ad Code

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)

→ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચના માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993 અંતર્ગત કરવામાં આવી છે.

→ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એ એક વૈધાનિક અને સ્વાયત્ત સંસ્થા છે.

→ ઉદ્દેશ્ય : ભારત એક લોકતાંત્રિક દેશ છે. આથી, દેશમાં માનવ અધિકારનું ઉલ્લંઘન ન થાય અને તમામને ન્યાય મળે તે માટે આયોગ કટીબદ્ધ છે.


રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગનું માળખું

→ ‘માનવ અધિકાર સંરક્ષણ(સુધારો) અધિનિયમ, 2019' અનુસાર રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં નીચેના 6 સભ્યો હોય છે. ઉપરાંત હોદ્દાની રૂએ 7 માનદ સભ્યો હોય છે

  1. 1 અધ્યક્ષ (સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અથવા સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્ત ન્યાયાધીશ)
  2. 1 સભ્ય (સર્વોચ્ચ ન્યાયાલયમાં કાર્યરત કે સેવા નિવૃત્ત ન્યાયાધીશ.)
  3. 1 સભ્ય (ઉચ્ચ ન્યાયાલયમાં કાર્યરત કે સેવા નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ)
  4. 3 સભ્ય (માનવ અધિકાર સંબંધિત જાણકાર કે અનુભવી જે પૈકી એક મહિલા સભ્ય ફરજિયાત)

→ આ 6 સ્થાયી સભ્યો ઉપરાંત રાષ્ટ્રીય મહિલા આયોગ, રાષ્ટ્રીય લઘુમતી આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ, દિવ્યાંગ લોકો માટે મુખ્ય કમિશનર અને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ હોદાની રૂએ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના માનદ સભ્ય હોય છે.


નિમણૂક

→ આ આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂંક રાષ્ટ્રપતિ એક સમિતિની ભલામણથી કરે છે.

→ આ ભલામણ સમિતિમાં નીચેના 6 સભ્યો હોય છે.

  1. પ્રધાનમંત્રી (અધ્યક્ષ)
  2. કેન્દ્રીય ગૃહમંત્રી (સભ્ય)
  3. સંસદના બંને ગૃહોના વિરોધપક્ષના નેતા (સભ્ય)
  4. રાજ્યસભાના ઉપસભાપતિ (સભ્ય)
  5. લોકસભાના અધ્યક્ષ (સભ્ય)


કાર્યકાળ

→ આ આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ 3 વર્ષ અથવા 70 વર્ષની ઉંમર એ બેમાંથી જે પહેલા આવે તે હોય છે.

→ આ આયોગના અધ્યક્ષ કે સભ્યો નિવૃત્તિ બાદ કેન્દ્ર કે રાજ્ય સરકારનું કોઈ પદ ધારણ કરી શકે નહીં. પરંતુ કોઈ સભ્યનો કાર્યકાળ પૂરો થયા બાદ તેમની ફરીથી નિમણૂક થઈ શકે છે.


રાજીનામું

→ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યો રાષ્ટ્રપતિને સંબોધીને પોતાનું રાજીનામું આપી શકે છે.


પદ પરથી દૂર કરવાના કારણો

→ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ કે અન્ય સભ્યોને રાષ્ટ્રપતિ નીચેની સ્થિતિમાં પદ પરથી દૂર કરી શકે છે

  • તેઓ નાદાર જાહેર થયા હોય.

  • તેમના હોદ્દાાની મુદત દરમિયાન, તેમના હોદ્દાની ફરજો બહારની કોઈ સવેતન નોકરીમાં જોડાયા હોય.

  • માનસિક અથવા શારીરિક રીતે અસક્ષમ હોવાને કારણે હોદ્દા પર ચાલ રહેવા માટે અયોગ્ય હોય.

  • અસ્થિર મગજના હોય અને સક્ષમ ન્યાયાલયે તેમને તેવા જાહેર કરેલ હોય.

  • જો તેમને ન્યાયાલય દ્વારા કોઈ અપરાધમાં દોષી જાહેર કરવામાં આવ્યા હોય કે સજા કરવામાં આવી હોય.


  • → ઉપરોક્ત કારણો ઉપરાંત રાષ્ટ્રપતિ અધ્યલ કે અન્ય સભ્યોને ગેરવર્તણૂક કે અસમર્થતાના આધારે પદ પરથી દૂર કરી શકે છે, પરંતુ તેવા કિસ્સાઓમાં રાષ્ટ્રપતિ આવી બાબતોને સર્વોચ્ચ ન્યાયાલય પાસે તપાસ સંદર્ભે મોકલે છે. અને જો સર્વોચ્ચ ન્યાયાલય તપાસ બાદ તેમને પદ પરથી દૂર કરવાની સલાહ આપે તો રાષ્ટ્રપતિ અધ્યક્ષ કે અન્ય સભ્યોને પદ પરથી દૂર કરી શકે છે.


    વેતન અને ભથ્થાં

    → આયોગના અધ્યક્ષ અને સભ્યોના વેતન અને ભથ્થાં કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.


    રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના કાર્યો

    રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના મુખ્ય કાર્યો આ પ્રમાણે છે
    1. ન્યાયાલયના આદેશ દ્વારા કે સ્વયં કોઈ લોક સેવક દ્વારા કરવામાં આવતા માનવ અધિકારના ઉલ્લંઘનની તપાસ કરવી.
    2. માનવ અધિકારના ઉલ્લંથન સંબંધી કોઈપણ બાબતની તપાસ કરવી.
    3. જેલો અને બંદીગૃહોમાં જઈ, ત્યાંની સ્થિતિ તપાસવી અને જરૂરી સુધારા સૂચવવા.
    4. માનવ અધિકાર અને તેના સંરક્ષણ અંગેના કાયદાઓ પ્રત્યે લોકોને જાગૃત કરવા.


    રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સત્તાઓ

    રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને દીવાની અદાલત જેટલા અધિકારો અને સત્તાઓ મળેલી છે. જે આ પ્રમાણે છે :
    1. કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર થવા ફરમાવવું.

    2. સોગંદનામા કે પુરાવા પ્રાપ્ત કરવા.

    3. કોઈપણ ન્યાયાલય અથવા ઓફિસમાંથી કોઈપણ જાહેર રેકોર્ડની નકલની માંગણી કરવી.

    4. કોઈપણ દસ્તાવેજો શોધવા અને રજૂ કરવા.


    નોંધ :

  • રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ એવી બાબતોની જ તપાસ કરે છે કે જે ઘટનાને પૂરી થયાને એક વર્ષથી ઓછો સમય થયો હોય.

  • રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તપાસ દરમિયાન પીડિત વ્યક્તિના નુકસાનની પૂર્તિ તથા સહાયતા હેતુ સંબંધિત સરકારને ભલામણ કરી શકે છે. આ અંગે આદેશ અથવા તો નિર્દેશ માટે આયોગ સર્વોચ્ચ ન્યાયાલય કે ઉચ્ચ ન્યાયાલયમાં જઈ શકે છે.

  • રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની ભૂમિકો ફક્ત સલાહ કે ભલામણ કરવાની છે. આયોગ માનવ અધિકારના ઉલ્લંઘનના દોષી વ્યક્તિને સમ આથી ન શકે અથવા પીડિત વ્યક્તિને કોઈ પણ પ્રકારના તા આર્થિક નુકસાનની ભરપાઈ ન કરી શકે

  • આ આયોગ દ્વારા કરવામાં આવેલી ભલામણો સરકારને બાધ્ય નથી. એટલે કે એ ભલામણો માનવી સરકાર માટે ફરજિયાત નથી.



  • → WhatsApp Group Click

    → Facebbok Page Click


    Post a Comment

    0 Comments