→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 15 એપ્રિલના રોજ વિશ્વ કલા દિવસ (World Art Day)ની ઉજવણી કરવામાં આવે છે.
→ આ દિવસ કલા અને સંસ્કૃતિના વિકાસ, પ્રચાર-પ્રસાર તથા પ્રોત્સાહન આપવા તેમજ કલાને જીવંત રાખવા પોતાનું જીવન સમર્પણ કરનાર અથવા યોગદાન આપનાર કલાકારોની સ્મૃતિ સ્વરૂપે ઉજવવામાં આવે છે.
→ વર્ષ 2019માં યુનેસ્કોના 40માં સામાન્ય સંમેલનમાં વિશ્વ કલા દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
→ આ દિવસે વિશ્વભરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, સંમેલનો, પ્રદર્શનો અને કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવે છે.
→ પ્રાચીન ભારતમાં વિવિધ 64 કલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
→ મોનાલિસા અને ધ લાસ્ટ સપર એ લિયોનાર્ડો દ વિન્ચીના વિશ્વપ્રસિદ્ધ ચિત્રો છે.
→ કલા હંમેશા અભિવ્યક્તિ અને ભાવનાઓને ઉજાગર કરવાનું એક અગત્યનું માધ્યમ રહ્યું છે.
→ સમગ્ર વિશ્વમાં કલા અને સંસ્કતિ બાબતમાં જાગૃતતા વધારવા માટે આંતરરાષ્ટ્રીય કલા સંઘ અને યુનેસ્કો સાથે મળીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
→ રશિયન ક્લાકાર નિકોલસ રોરીચે આ દિવસની ઉજવણી કરવાનું કહ્યું હતું.
→ આ દિવસ ઇટાલીના વિશ્વપ્રસિદ્ધ ચિત્રકાર લિયોનાર્ડો દ વિન્ચીના જન્મદિવસ નિમિત્તે 15 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તેઓ ચિત્રકાર, મૂર્તિકાર, વાસ્તુકાર, સંગીતકાર, વૈજ્ઞાનિક, એન્જીનિયર અને લેખક હતા. તેથી તેમને કલાઓના ભંડાર પણ કહેવામાં આવે છે.
"એક ખુબસૂરત શરીર ખત્મ થઇ શકે છે પરંતુ એક આર્ટ વર્ક કયારેય ખત્મ થતું નથી." - લિયોનાર્ડો દ વિન્ચી
0 Comments