માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Human Space Flight)
→ વિશ્વમાં દર વર્ષે 12 એપ્રિલના રોજ માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Human Space Flight) ઉજવવામાં આવે છે.
→ ટકાઉ વિકાસના લક્ષ્યોને હાંસલ કરવા માટે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્વપૂર્ણ યોગદાનને દર્શાવાનો તેમજ રાષ્ટ્રના લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે બાહ્ય અવકાશના સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે.
→ સંયુકત રાષ્ટ્ર (UN)ની સામાન્ય સભાએ પ્રથમ માનવ અવકાશ ઉડાનની 50મી વર્ષગાંઠને માન્યતા આપી 7 એપ્રિલ, 2011ના રોજ 12 એપ્રિલને માનવ અવકાશ ઉડાનનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
→ 12 એપ્રિલ, 1961ના રોજ સોવિયેત સંઘે (રશિયા) મેજર યુરી ગાગરીનને કઝાકિસ્તાનના બૈકાનૂર અંતરિક્ષ કેન્દ્રથી વોસ્ટોક 1 નામના અંતરિક્ષયાન દ્વારા 108 મિનિટ સુધી 27400 કિમી/કલાકની ઝડપે પૃથ્વીની અવકાશયાત્રા કરી હતી, આ ઐતિહાસિક ઘટનાની યાદગીરીના ભાગરૂપે આ દિવસ ઉજવવામાં આવે છે.
→ 4 ઓક્ટોબર 1957 ના રોજ પ્રથમ માનવ નિર્મિત ઉપગ્રહ સ્પુટનિક 1ને બાહ્ય અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. જેથી અવકાશ સંશોધન માટેનો માર્ગ મોકળો થયો હતો.
→ વિશ્વમાં 16 જૂન 1963ના રોજ સૌપ્રથમ વખત અવકાશયાત્રા કરનાર પ્રથમ મહિલા વેલેન્ટિના તેરેશકોવા હતા.
→ ભારતના સૌપ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્મા હતા. તેમણે 3 એપ્રિલ, 1984ના રોજ સોયુઝ T-11 અવકાશયાન દ્વારા અવકાશ તરફ પ્રયાણ કર્યુ હતું.
→ જ્યારે ભારતના સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા હતા, તેમણે વર્ષ 1997માં અમેરિકાના કોલંબિયાથી અવકાશમાં ઉડાન ભરી હતી.
→ 20 જુલાઇ 1969ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ હતા.
→ 17 જુલાઈ 1975ના રોજ એપોલો અને સોયુઝ અવકાશયાનએ, અવકાશમાં જનાર પ્રથમ આંતરરાષ્ટ્રીય માનવ મિશન હતું.
→ 10 ઓક્ટોબર 1967ના રોજ મેગ્ના કાર્ટા ઓફ સ્પેસ સંધિ અમલમાં આવી છે. જે અવકાશી પદાર્થો સહિત બાહ્ય અવકાશના સંશોધન અને તેના ઉપયોગ માટેના સિદ્ધાંતો છે.
→ યુનાઇટેડ નેશન્સ ઑફિસ ફોર આઉટર સ્પેસ અફેર્સ (UNOOSA) એ બાહ્ય અવકાશના શાંતિપૂર્ણ ઉપયોગોમાં આંતરરાષ્ટ્રીય સહકારને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. જેનું મુખ્યાલય વિયેના, ઑસ્ટિયા ખાતે આવેલ છે.
→ વર્ષ 1992ને UN દ્વારા આંતરરાષ્ટ્રીય અવકાશ વર્ષ જાહેર કરવામાં આવ્યું હતું.
0 Comments