Ad Code

પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ | First World Meditation Day

પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ
પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ

21 ડિસેમ્બર 2024ના રોજ પ્રથમવાર ‘વિશ્વ ધ્યાન દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.

→ 29 નવેમ્બર 2024ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)માં એજન્ડા નં. 127 અન્વયે પસાર કરાયેલા ઠરાવ મુજબ 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસની વાર્ષિક ઉજવણીની સ્થાપના કરવામાં આવી હતી.

→ આ અંતર્ગત 21 ડિસેમ્બરના રોજ ભારત સહિત વિશ્વભરમાં ‘વિશ્વ ધ્યાન દિવસ'ની ઉજવણી કરવામાં આવી છે.

→ ભારતે આ દિવસને અપનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

→ વિશ્વ ધ્યાન દિવસના ઠરાવને અપનાવવા માટે માર્ગદર્શન આપનાર કોર ગ્રુપના ભાગરૂપે ભારતની સાથે લિસ્ટેંસ્ટાઈન, શ્રીલંકા, નેપાળ, મેક્સિકો, મોનેકો, બલ્ગેરિયા, બરુન્ડી, મોરક્કો, મોરેશિયસ, આઈસલેન્ડ, લક્ઝમબર્ગ વગેરે દેશોએ અગ્રણી ભૂમિકા ભજવી હતી.

→ વિશ્વભરમાં શાંતિ અને એકતાને ઉત્તેજન આપતી વખતે ધ્યાનના ગહન માનસિક, શારીરિક અને સામાજિક લાભો પર ભાર આપવા માટે આ દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.

→ ભારતના કાયમી મિશને આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યમથક ખાતે સીમાચિન્હરૂપ કાર્યક્રમનું આયોજન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

→ આ ઉજવણીમાં પ્રસિદ્ધ ભારતીય આધ્યાત્મિક વ્યક્તિ અને આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક આદરણીય શ્રી શ્રી રવિશંકરની આગેવાની હેઠળ જીવંત વૈશ્વિક ધ્યાન સત્ર દર્શાવવામાં આવ્યું હતું.

→ પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની થીમ 'Inner Peace, Global Harmony' (આંતરિક શાંતિ, વૈશ્વિક સંવાદિતા) છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments