→ જૈન મુની શીલગુણસુરીએ ભવિષ્યવાણી કરતાં કહ્યું કે તેઓ રાજા બનશે તથા જૈન ધર્મ ને મદદ કરશે.
→ શિક્ષા : મામા શુરપાળ એ ઘોડેસવાર તથા યુદ્ધ કળાની તાલીમ અને શીલગુણસુરીએ રાજધર્મનો બોધપાઠ શીખવ્યો હતો.
→ વનરાજ ચાવડાએ તેમના મિત્ર અણહિલ ભરવાડ, ચાંપો વાણિયો અને મામા શુરપાળ ની મદદથી કનોજના શાશક રાજા ભુવડને હરાવી તેમના પિતા (જયશિખરી ચાવડા)નું રાજ પાછું લીધું.
→ વનરાજ ચાવડાએ જંગલમાં શૂરભૂમિ પસંદ કરી ત્યાં અણહિલ્લ પાટક નામે નવું નગર વસાવ્યું અને ત્યાં પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો.
→ વનરાજ ચાવડાનો રજ્યાભિષેક 50 વર્ષની ઉંમરે કાકર (હાલ બનાસકાંઠા જિલ્લો) ગામની માનેલી બહેન શ્રી દેવીના હાથે થયો હતો.
→ તેનો રાજયાભિષેક વિક્ર્મ સંવત 802ને બદલે શાક સવંત 802 (ઈ.સ. 880) માં થયેલ ગણીએ તો કનોજના ભૂવડ પ્રતિહાર નરેશ મિહિરભોજ હોઈ શકે.
→ અણહિલપુર પાટણમાં ઈ.સ. 746 માં ચાવડાવંશ ની સ્થાપના કરી.
→ ચાંપા વાણિયા (વણિક જામ્બ : ધનુર્વિદ્યામાં પારંગત))ની યાદમાં પાવાગઢ ની તળેટીમાં "ચાંપાનેર" નગર વસાવ્યું હતું. તથા તેને પોતાનો મહામાત્ય (મહામંત્રી) બનાવ્યો હતો.
→ ચાંપાનેર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામા આવેલું છે. તથા યુનેસ્કો ધ્વારા ઇ.સ. 2004 માં ગુજરાતની પ્રથમ વર્લ્ર્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો.
→ અણહિલ ભરવાડ ની યાદમાં "અણહિલપુર પાટણ" નગર વસાવ્યું હતું.
→ પાટણ ખાતે કાથેશ્વરી માતાનુ મંદિર તથા પાશ્વરનાથનું જૈન દેરાસર બંધાવ્યું.
→ પંચાસરા પાશ્વરનાથ મંદિરમાં વનરાજ ચાવડા અને શીલગુણસુરી ની પ્રતિમા આવેલી છે.
→ વેપારી નિન્નયે પાટણમાં ઋષદેવનું મંદિર બંધાવ્યું.
0 Comments