જયશિખરી ચાવડા | Jayshikhari Chavada


જયશિખરી ચાવડા




પત્ની : રૂપસુંદરી


પુત્ર : વનરાજ ચાવડા


→ મૈત્રક વંશનું પતન થતાં જયશિખરી ચાવડા એ પોતે સ્વતંત્રતા જાહેર કરી, પંચાસરને રાજધાની બનાવી અને રાજયની સ્થાપના કરી.


→ ચાવડા વંશના પ્રથમ રાજા


→ ચાપોટક (ચાવડા) નો પ્રથમ નિર્દેશ ચાલુક્ય રાજા અવનિજનાશ્રયના નવસારી તામ્રપત્રમાથી મળે છે.


પ્રબંધ ચિંતામણિ અને રત્નમાલા (ક્રુષ્ણ કવિની) ગ્રંથ મુજબ જયશિખરી ચાવડા નું શાસન પંચાસર હતું.


→ પંચાસરના બારોટે રાજા ભુવડના દરબારમાં જઈ રાજા ચાવડા જયશિખરીની વીરતા અને પંચાસરની વીરતા અને સમૃધ્ધિ વિશે વખાણ કર્યા.


આથી રાજા ભુવડ (મિહિર રાજા) તેના સેનાપતિને મિહિરપાળને પંચાસર પર આક્રમણ કરવા મોકલ્યો હતો ત્યારે જયશિખરી ચાવડાના સાળા સુરપાળ તેમનો સામનો કરે છે અને તેમને ભગાડી મૂકે છે.






→ ત્યારબાદ રાજા ભુવડ પોતાનું સૈન્ય લઈને પંચાસર પર ચડાઈ કરે છે. આ યુદ્ધ 52 જેટલા દિવસ સુધી ચાલ્યું હતું.


→ આ યુદ્ધ માં જયશિખરી ચાવડાને જીતવું મુશ્કેલ જણાતા જયશિખરી ચાવડાએ પોતાની સગર્ભા રાણી રૂપસુંદરીને પોતાના સાળા સુરપાળ જોડે સુરક્ષિત રીતે જંગલમાં મોકલવામાં આવ્યા હતા.


→ અંતે જયશિખરી ચાવડા યુદ્ધ માં વીરગતિ થયા અને રાજા ભુવડે પંચાસર રાજય પોતાના હસ્તે કર્યું.


→ રાણી રૂપસુંદરીએ વનમાં બાળકને જન્મ આપ્યો હોવાથી જન્મેલ બાળકનું નામ વનરાજ રાખવામા આવ્યું હતું.




વનરાજ ચાવડા

Post a Comment

0 Comments