→ તે કમ્પ્યુટરાઇઝ સ્પિય સ્નિથેસાઇઝર નામના યંત્રથી બોલતા હતા. આ મશીન મગજને વાચીને અવાજ ઉત્પન્ન કરે છે.
→ તેઓ વર્ષ 1962માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી Β. Α. અને વર્ષ 1966માં ભૌતિકશાસ્ત્રમાં Ph.D. થયા.
→ તેઓ વર્ષ 1974માં રોયલ સોસાયટીના સૌથી નાના વયના સભ્ય બન્યા હતા.
→ હોકિંગ્સના જીવન પર થિયરી ઓફ એવરી થીંગ (2014) ફિલ્મ બની હતી.
બ્રહ્માંડ વિજ્ઞાનમાં આપેલ યોગદાન
→ સ્ટિફને રિલેટીવીટી, બીગ બેંગ અને બ્લેક હોલની થિયરીમાં મહત્વનો ફાળો આપ્યો હતો તથા આલ્ફા સેન્ટોરી નામની નવી આકાશગંગા હોવાનો દાવો કર્યો હતો. આ આકાશગંગા અને પૃથ્વી વચ્ચેનું અંતર 40 ખર્વ કિ.મી. છે.
→ આલ્ફા સેન્ટોરી નામની આકાશગંગા સુધી પહોંચવા હોકિંગ્સ નેનો ક્રાફ્ટ અંતરિક્ષયાન તૈયાર કરતા હતા.
→ બીગબેંગની થિયરીના સંશોધનમાં હોકિંગ્સ સાથે રોઝર પેનરોઝે પણ કાર્ય કર્યું હતું.
લખેલ પુસ્તકો
→ સ્ટિફન હોકિંગએ લખેલ પુસ્તક એ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ વર્ષ 1988માં છપાયું હતું. આ પુસ્તકમાં કોસ્મોલોજી અંગેનો ઉલ્લેખ થયો છે તેમજ 337 અઠવાડિયા માટે (4.5 વર્ષ) બેસ્ટ સેલર બની રહી હતી, જેની એક કરોડથી વધુ નકલ વેચાઇ હતી. આ પુસ્તકનું 40 ભાષામાં અનુવાદ થયું હતું.
→ આ ઉપરાંત તેમણે ધ ગ્રાન્ડ ડિઝાઇન, યુનિવર્સ ઈન નેટોલ, માઈ બ્રીફ હિસ્ટ્રી અને થિયરી ઓફ એવરી થીંગ નામના પુસ્તક લખેલ છે.
→ હોકિંગ્સે 13 ડિગ્રીઓ મેળવી હતી અને હોકિંગ્સનો આઈકયુ (Intelligence Quotient) 160 (જે સામાન્ય કરતા ઘણું વધુ છે) હતું.
→ હોકિંગ્સના મત મુજબ વિશ્વ વર્ષ 2600માં સમાપ્ત થઇ જશે.
→ અમેરિકા તરફથી હોકિંગ્સને પ્રેસીડેન્સીયલ મેડલ ઓફ ફ્રીડમ (ઓબામાના હાથે) નામનો પુરસ્કાર એનાયત થયો હતો. જે અમેરિકાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.
→ આ ઉપરાંત તેમને એલ્બર્ટ આઇન્સ્ટાઇન પુરસ્કાર, ફંડામેન્ટલ ફિઝીકસ પ્રાઇઝ, કોપ્લે મેડલ અને વુલ્ફપ્રાઈઝ પણ મળ્યા હતા.
→ સ્ટિફન હોકિંગ્સને વર્ષ 1963માં 21 વર્ષની ઉંમરે મોટર ન્યુરોન (એન્પોટોપિક એટલર સેલેરોસિસ)નામનો રોગ થયો હતો. આ એક પ્રકારનો લકવો છે, જેમાં મગજ અને શરીરનું જોડાણ તોડી ધીરે ધીરે અનેક અંગો કામ કરતા બંધ થઇ જાય છે.
→ તેમનો જન્મ મહાન વૈજ્ઞાનિક ગેલેલીયેના મૃત્યુ દિન 8 જાન્યુઆરી, 1642નાં 300 વર્ષ બાદ એ જ દિવસે થયો હતો અને તેમનું નિધન મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇના જન્મ દિન 14 માર્ચ, 1879ના 139 વર્ષ બાદ એ જ દિવસે થયું હતું.
0 Comments