→ પ્રકાશના કિરણોનું શોષણ કરવામાં આવે અને પ્રકાશનો કોઈ પણ ભાગ પરાવર્તિત ન થાય તો વસ્તુ કાળી દેખાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે કોઈ વસ્તુ પર એના રંગ સિવાયના અન્ય રંગનો પ્રકાશ પડે ત્યારે તે વસ્તુ કાળી દેખાય છે. જેમ કે, પીળા પ્રકાશથી પાંદડા કાળા દેખાય છે.
→ વાસ્તવમાં કાળો કોઈ રંગ નથી પરંતુ આ રંગોની ગેરહાજરીને પ્રદર્શિત કરે છે.
→ આ રીતે બધા ઘટક રંગોનું પરાવર્તન થાય ત્યારે પદાર્થ સફેદ રંગોનો દેખાય છે.
→ સફેદ રંગ તમામ રંગોની ઉપસ્થિતિને પ્રદર્શિત કરે છે.
પ્રાથમિક રંગો (Primary COlors)
→ લાલ, લીલો અને વાદળી પ્રકાશના પ્રાથમિક રંગો છે પ્રકાશના આ રંગોના મિશ્રણથી શ્વેત પ્રકાશ ઉત્પન્ન થાય છે.
→ કલર ટેલિવિઝનમાં રંગીન દ્રશ્યો ઉત્પન્ન કરવા માટે લાલ, લીલો અને વાદળી રંગનો ઉપયોગ થાય છે.
→ પ્રકાશના કિરણો જ્યારે કોઈ વસ્તુ પર પડે તતો વસ્તુ દ્વારા આ કિરણોનો અમુક ભાગ અવશોષિત કરવામાં આવે છે અને અમુક ભાગ પરવર્તીત કરવામાં આવે છે. વસ્તુ પ્રકાશના કિરણોમો જે ભાગને પરાવર્તિત કરે છે તે આપણી આંખના રેટિના પર પડે છે અને તે વસ્તુ દેખાય છે.
→ પાંદડાઓ પોતાના પર પડતાં પ્રકાશના દરેક ભાગને અવશોષિત કરી માત્ર લીલા રંગના કિરણોને પરાવર્તિત કરે છે. જ્યારે ગુલાબ લાલ રંગના પ્રકાશના કિરણો પરાવર્તિત કરે છે. આથી પાંદડાઓ લીલા અને ગુલાબ લાલ દેખાય છે.
સંમિશ્રિત રંગો (Blending Colors)
→ પ્રાથમિક રંગોનું યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરી વિવિધ રંગો મેળવી શકાય છે,. આ રીતે રંગોના મિશ્રણને સંમિશ્રિત રંગો કહે છે.
→ આ સંમિશ્રિત રંગો મેળવવાની પદ્ધતિને યોગીક મિશ્રણ પદ્ધતિ કહે છે જેમાં પ્રાથમિક રંગોનું યોગ્ય માત્રામાં સંપાતીકરણ કરી વિવિધ રંગ મેળવી રેંગોને સમગ્ર વર્ણપટ મેળવી શકાય છે.
મિશ્રણનો રંગ
પરિણામી રંગ
લાલ + વાદળી
મરૂન
લાલ + લીલો
પીળો
વાદળી + લીલો
મોરપીંછ
લાલ+ લીલો + વાદળી
શ્વેત
પૂરક રંગો (Supplementry Colors)
→ જે બે રંગોનું મિશ્રણ શ્વેત રંગનું પ્રકાશ ઉત્પન્ન કરે છે તે બે રંગોને પૂરકરંગો કહે છે.
મિશ્રણનો રંગ
પરિણામી રંગ
વાદળી + પીળો
શ્વેત
લીલો + મરૂન
શ્વેત
લાલ + મોરપીંછ
શ્વેત
વર્ણકો (Descriptors)
→ કલરકામ માટે વપરાતા રંગીન પદાર્થોને વર્ણકો કહે છે.
→ મરૂન, પીળો અને મોરપીંછ પ્રાથમિક વર્ણકો છે.
→ ચિત્રકામ કરવા અને ઇમારતો રંગવા માટે વપરાતા રંગો વર્ણકોના જાણીતા ઉદાહરણ છે.
0 Comments