NABARD

NABARD
NABARD

→ NABARD નું પૃરું નામ : 'National Bank for Agriculture and Rural Development' છે.

→ નાબાર્ડની સ્થાપના 12 જુલાઈ, 1982ના રોજ થઈ હતી.

→ નાબાર્ડનું વડું મથક મુંબઈ ખાતે આવેલું છે.

→ નાબાર્ડ એ ભારતની સર્વોચ્ચ Development Financial Institution છે.

→ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ તથા અન્ય આર્થિક ગતિવિધિઓ માટે ઋણ ઉપલબ્ધ કરાવવા નીતિઓ ઘડવી તથા એ અંગે યોજનાઓ બનાવવી અને તેનું સંચાલન કરવું એ નાબાર્ડનું મુખ્ય કાર્ય છે.

→ નાબાર્ડ એ Developmental Financial Institution (DFI)નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે.

→ શ્રી બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી.

→ ભારતમાં ‘નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એક્ટ 1981' લાગુ કરવા માટે સંસદના એક અધિનિયમ દ્વારા નાબાર્ડની સ્થાપના થઈ હતી. આથી, નાબાર્ડ એ ગેરસંવૈધાનિક – વૈધાનિક સંસ્થા છે.

→ NABARD એ RRB અને સહકારી બેંકો પર નિયામક તરીકેનું કાર્ય કરે છે.

→ ભારતીય બેંકો અને 20 કે તેથી ઓછી શાખા ધરાવતી વિદેશી બેંકો જ PSL નિયમ મુજબ 40% ના કોટા જાળવવાનું ચૂકી જાય તો જેટલા ટકા ઘટે છે તેટલી રકમ Rural Infrastucture Development Fine (RIDF)માં જમા કરવાની હોય છે. આ RIDF NABARD અંતર્ગત જાળવવામાં આવે છે.

→ નાબાર્ડ રાજ્યની સહકારી બેંકો, RRB, સહકારી મંડળીઓ, ખેડૂતો ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગોને મદદ કરે છે.


નાબાર્ડની ભૂમિકાઓ

→ ગ્રામીણ વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા તથા ઉત્પાદન વધારવા માટે ધિરાણ પ્રદાન કરતી એક સર્વોચ્ચ સંસ્થા છે.

→ ગ્રામ્ય વિસ્તારમાં ધિરાણ કરતી સંસ્થાઓને પુનઃધિરાણ પૂરું પાડે છે. જેમાં રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો રાજ્ય સહકારી બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો જેવી સંસ્થાઓ તથા ભારતીય રિઝર્વ બેંક દ્વારા મંજૂર કરાયેલ અન્ય નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે.

→ તે પ્રાદેશિક ગ્રામીણ બેંક માટે નિયમનકાર તરીકે વર્તે છે.

→ તે ગ્રામીણ વિકાસની બાબતમાં સરકાર, ભારતીય રિઝર્વ બેંક અને અન્ય સંસ્થાઓને સહાય કરે છે.

→ સહકારી બેંકોને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI) ધિરાણ કરે છે.

→ તે ગ્રામીણ ક્ષેત્રમાં વિકાસલક્ષી કામમાં રોકાયેલ સંસ્થાઓને ધિરાણ પ્રવૃત્તિઓને સંકલિત કરે છે.

→ તે ગ્રામીણ વિકાસ માટે બેંકો. સહકારી મંડળીઓ અને અ સંસ્થાઓને તાલીમ આપે છે તેમજ સંશોધન માટે સવિાઓ કરી પાડે છે.


NABARD : Website
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments