→ દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ ભારતીય સેનાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે.
→ દેશની સુરક્ષામાં કાર્યરત સૈનિકો તથા શહીદ જવાનોના સન્માનમાં ભારતમાં દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ 'થલ સેના દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
→ 15 જાન્યુઆરી, 1949ના રોજ ફીલ્ડ માર્શલ કે. એમ. કરિપ્પાએ ભારતના અંતિમ બ્રિટિશ કમાન્ડર ઈન ચીફ જનરલ સર ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતના પ્રથમ કમાન્ડર ઈન ચીફ તરીકેનો પદભાર સંભાળ્યો હતો.
→ આથી, આ દિવસની યાદમાં ભારતમાં 15 જાન્યુઆરીના રોજ “થલ સેના દિવસની ઉજવણી કરવામાં આવે છે.
નોંધ:
→ ભારતીય સેના (Indian Army)નો Motto (આદર્શ વાક્ય) 'Service Before Self' છે.
→ 2023 પહેલા દર વર્ષે આર્મી ડે નિમિત્તે દિલ્હી ખાતે પરેડ યોજાતી હતી. પરંતુ 2023માં પહેલી વાર સૌપ્રથમ દિલ્હી બહાર બેંગ્લરના MEG સેન્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડ યોજાઈ હતી.
→ જ્યારે વર્ષ 2024માં ઉત્તરપ્રદેશના લખનૌ પરેડ યોજાઈ હતી.
→ વર્ષ 2024માં આર્મી ડે અથવા ભારતીય સેના દિવસની થીમ 'In Service of the Nation' (રાષ્ટ્રની સેવામાં) હતી.
ઇતિહાસ
→ ભારતીય સેનાની સ્થાપના 1 એપ્રિલ, 1895ના રોજ બ્રિટિશ ઇન્ડિયન આર્મી તરીકે કરવામાં આવી હતી.
→ વર્ષ 1949માં અંગ્રેજો દ્વારા અંતિમ બ્રિટિશ કમાન્ડર જનરલ સર ફ્રાન્સિક રોબર્ટ રોય બુચર પાસેથી ભારતીય થલસેનાની કમાન પ્રથમ વખત ભારતને હસ્તગત કરવામાં આવી હતી. આમ વર્ષ 1895 થી 1949 સુધી ભારતીય થલસેનાની કમાન અંગ્રેજોના હાથમા હતી.
→ 15 જાન્યુઆરી, 1949ના રોજ પ્રથમ ભારતીય કમાન્ડર-ઈન-ચીફ તરીકે કે. એમ. કરિઅપ્પા(કોડાંડેરા મડપ્પા કરિઅપ્પા)એ શપથ લીધા. તેમની યાદમાં ભારતીય થલસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. પાછળથી તેઓને ફિલ્ડ માર્શલનો પણ દરજ્જો આપવામાં આવ્યો છે.
→ ઉદ્દેશ્ય : દેશની રક્ષા માટે બલિદાન આપનારા હિંમતવાન બહાદૂર સૈનિકોને સલામી આપવાનો તેમજ શહીદ થયેલ વીર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પિત કરવાનો છે.
→ 'ગ્લોબલ ફાયર પાવર ઈન્ડેક્ષ' અનુસાર ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી શકિતશાળી સેના છે.
→ વર્ષ 2020માં 72મા સ્થાપના દિવસની ઊજવણીમાં સૌપ્રથમવાર મહિલા અધિકારી કેપ્ટન તાનિયા શેરગિલે પુરુષ પરેડનું નેતૃત્વ કર્યુ હતું.
→ ભારતીય સેનાનું ધ્યેયસૂત્ર 'Service Before Self' અર્થાત્ 'સ્વયં પહેલા સેવા' છે. તેનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે.
→ ભૂમિદળના વડાને 'ચીફ ઓફ ધ આર્મી સ્ટાફ' પણ કહેવામાં આવે છે.
→ ભૂમિદળમાં ક્રમશ: ઉતરતા હોદ્દાઓ આ મુજબ છે. જનરલ, લેફ્ટેનન્ટ જનરલ, મેજર જનરલ, બ્રિગેડીયર, કર્નલ, લેફ્ટેનન્ટ કર્નલ, મેજર, કેપ્ટન, લેફ્ટેનન્ટ અને સેકન્ડ લેફ્ટેનન્ટ
→ ભારત સરકારે વર્ષ 2019માં 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ' (CDS) પદની રચના કરી હતી. જે સર્વોચ્ચ સૈન્ય પદ છે. પ્રથમ CDS જનરલ બિપિન રાવત હતા.
→ CDSની મુખ્ય ભૂમિકા ત્રણેય પાંખો (થલસેના, નૌસેના અને વાયુસેના) વચ્ચે આયોજન, પ્રશિક્ષણ અને વિવિધ સ્ત્રોતોની બાબતે સમન્વય સ્થાપવાનો છે. CDSની વયમર્યાદા 65 વર્ષની રહેશે.
→ હાલમાં CDS જનરલ અનિલ ચૌહાણ છે.
→ ભારતીય સેના દેશની રક્ષાની સાથે કુદરતી આફતો અને હુલ્લડ સમયે મહત્વની ફરજ નિભાવે છે.
→ ભારતીય બંધારણ મુજબ દેશની ત્રણેય સશસ્ત્ર સેનાના સરસેનાપતિ રાષ્ટ્રપતિ હોય છે.
0 Comments