Ad Code

ઝીરો વેસ્ટ માટે આંતરરાષ્ટ્રીય દિવસ | International Day of Zero Waste

ઝીરો વેસ્ટ માટે આંતરરાષ્ટ્રીય દિવસ International Day of Zero Waste
ઝીરો વેસ્ટ માટે આંતરરાષ્ટ્રીય દિવસ International Day of Zero Waste

→ 30 માર્ચ, 2023ના રોજ સૌપ્રથમ વાર વાર્ષિક ઝીરો વેસ્ટ માટે આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

→ થીમ - 2025: "Towards zero waste in fashion and textiles"

→ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) દ્વારા 14 ડિસેમ્બર, 2022ના રોજ 77મા સત્રમાં 'A/RES/77/161' નામનો ઠરાવ પસાર કરી દર વર્ષે 30 માર્ચને ઝીરો વેસ્ટ માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.

→ ટકાઉ વપરાશ અને ઉત્પાદન પ્રથાઓને પ્રોત્સાહન આપવાનો તથા ટકાઉ વિકાસ લક્ષ્યો (SDG) 2030ને હાંસલ કરવા માટે ઝીરો વેસ્ટ પહેલ કેટલી મદદરૂપ છે તે વિશે જાગૃતિ લાવવાનો છે.

→ ભારત સરકાર દ્વારા ઓક્ટોબર, 2024 સુધીમાં 1000 શહેરોને ૩-સ્ટાર ગાર્બેજ ફ્રી શહેરો બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

→ આ દિવસની ઉજવણી રૂપે વિવિધ શહેરો દ્વારા વોર્ડ વ્યાપી સ્વચ્છતા ડ્રાઇવ અને ઝીરો વેસ્ટ પહેલોનું આયોજન કરવામાં આવશે તેમજ નાગરિકોને તેમના ઘરની નજીક ઝીરો વેસ્ટ, કચરાના વર્ગીકરણ અને ખાતર બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

→ સ્વચ્છતાના વ્યાપ અને સ્વચ્છતા અંગેની પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 2 ઓક્ટોબર, 2014ના રોજ ભારત સરકાર દ્વારા વિશ્વના સૌથી મોટા સ્વચ્છતા કાર્યક્રમ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત 1 નવેમ્બર, 2021ના રોજ ગ્લાસગો (યુ.કે) ખાતે CoP-26માં ભારતના વડાપ્રધાન દ્વારા લાઈક સ્ટાઈલ કોર ધ એન્વાયરમેન્ટ (LIFE) પહેલ રજૂ કરવામાં આવી હતી.

→ સંયુક્ત રાષ્ટ્ર (UN)ના ડેટા મુજબ વિશ્વમાં દર વર્ષે અંદાજે 2.44 બિલિયન ટન ઘન કચરો પેદા થાય છે, જે વર્ષ 2050 સુધીમાં વધીને 3.88 બિલિયન ટન પ્રતિ વર્ષ થઇ જશે.

→ દર વર્ષે પેદા થતાં કચરામાંથી માત્ર 55% નો જ વ્યવસ્થિત સુવિધાઓમાં નિકાલ થાય છે.

→ વિશ્વમાં દર વર્ષે લગભગ 931 મિલિયન ટન ખોરાકનો બગાડ થાય છે.

→ UN મુજબ દર વર્ષે આશરે 14 મિલિયન ટન કચરો મહાસાગરોમાં પ્રવેશે છે જે વધીને વર્ષ 2040 સુધીમાં 37 મિલિયન ટન થઈ જશે.

→ ઝીરો વેસ્ટ પહેલ પ્રદૂષણ ઘટાડવા, આબોહવા કટોકટી ઘટાડવા, જૈવવિવિધતાના સંરક્ષણમાં, ખાધ સુરક્ષા વધારવા અને માનવ સ્વાસ્થય સુધારવામાં યોગદાન આપે છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

0 Comments