→ કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ વિ.સ. ૧૬૦૨ના માગશર વદ આઠમ-રવિવારના દિવસે તોરણ બાંધીને અંજાર શહેરની સ્થાપના કરી હતી.
→ આજે પણ આ દિવસે શહેરના સ્થાપનાદિન ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે.
→ સ્થાનિક ઇતિહાસ અનુસાર તે ઈ.સ. 805માં અજમેરના સરદાર અજયપાલે વસાવ્યું હતું. કચ્છના રાવ દેશળજી(1718-1741)એ નગરને ફરતો કોટ કરાવ્યો હતો. 1800માં જમાદાર ફતેહમામદના તાબામાં આવ્યા પછી નગરની આબાદી વધી હતી. 1819, 1844, 1845, 1914, 1941, 1956 અને છેલ્લે 2001માં આ નગર ભૂકંપની અસર હેઠળ આવેલું; પરંતુ 1956ના ભૂકંપથી આ નગરમાં ભયંકર તારાજી થઈ હતી અને તેમાં 107 માણસો મૃત્યુ પામ્યાં હતાં તથા 3,257 મકાનો ધરાશાયી થયાં હતાં.
→ સ્થાપના પહેલાના સમયમાં આ વિસ્તાર અંજાડવાસ તરીકે ઓળખાતો હતો.
→ અજેપાળના નામ પરથી આ વિસ્તાનું નામ અંજાર પડ્યું તેમ કહેવાય છે.
→ એક મત એવો પણ છે કે સુકાભઠ્ઠ કચ્છમાં અંજારની ફરતે ભૂગર્ભમાં અખૂટ જળ ભંડાર હતો. વાડીઓમાં અનાજ અને ફળોની વિપુલ માત્રામાં પેદાશ થતી. આ શહેર અનાજનું વેપાર કેન્દ્ર ગણાતું. અન્નની મોટી બજાર હતી. તેના પરથી 'અન્નબજાર' થયું અને કાળક્રમે તે અંજાર તરીકે ઓળખાવા લાગ્યું.
→ છરી અને ચપ્પાના ઉદ્યોગ માટે જાણીતા શહેર અંજારની સ્થાપના રાજા ખેંગારજી પહેલા એ ઈ.સ. 1580માં કરી હતી.
→ અંજારમાં જળેશ્વર મહાદેવનું અતિપ્રાચીન અને કોતરણીથી ભરચક નયનરમ્ય શિવાલય આવેલું છે.
→ અંજાર તાલુકાના ભુવડ ગામે પ્રાચીન ભુવડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.
→ અંજારમાં આવેલ વીરા ગામ ખાતે જોગણી દેવીનું 500 વર્ષ જૂનું મંદિર આવેલું છે. આ મંદિર શ્રાદ્ધક્રિયા કરવા માટે જાણીતું છે.
→ અંજારમાં જેસલ તોરલની સમાધિ આવી છે.
લોકવાયકા
→ જેસલ પ્રબળ પરાક્રમી અને શક્તિશાળી લુંટારો હતો. એક વખત સલડી ગામના કાઠી ભગત સાંસતિયાની પાણીદાર તોરીઘોડી અને સાંસતિયાજીની પત્ની તોરલની પ્રશંસા સાંભળી મનોમન ઝુંટવી લેવાનું નક્કી કર્યું. એક વખત સાંસતિયાજીને ત્યાં જાગ હતી ત્યારે જેસલ છુપાઈને ઘોડારમાં ગયો, ત્યાં ઘોડી ચમકી અને જમીનમાંથી ખીલો ખેંચીને સાંસતિયા પાસે પહોંચી. તેમણે ઘોડીને શાંત પાડી પાછી ખીલે બાંધવા ગયા ત્યારે અજાણતા ખીલો ઘાસમાં લપાઈને બેઠેલા જેસલના હાથમાં જડાય ગયો, પણ જેસલે જરા પણ ચિત્તકાર કે વેદના ન કરી.
→ આ બાજુ જાગ પૂરી થઈ, પ્રસાદ વહેંચવામાં આવ્યો પરંતુ થોડો પ્રસાદ વધ્યો આ સ્થાનનો પ્રભાવ એવો હતો કે વગર માપે કરેલો પ્રસાદ સૌને વહેંચાઈ જાય છે. પ્રસાદ ન વધે કે ન ઘટે એવી સ્થિતિ સર્જાતી હોય છે. પરંતુ આ પ્રસાદ કોના ભાગનો વધ્યો એ વિચારતા ઘોડારમાં ઘોડીના ધમપછાડા સંભળાયા ત્યાં સાંસતિયાજી પહોંચ્યા તો તેમણે ખીલા સાથે જકડાયેલા જેસલને જોયો તેમની આ સહનશકિત જોઈને સાંસતિયાજી અને તોરલે તેમની સરભરા કરી. સવાર પડયે જેસલે તોરી ઘોડી અને તોરલને લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ સાંસતિયાજીએ શરત મૂકી કે જેસલ જો ભકિત માર્ગે વળે તો જ તેની માંગ સ્વીકારવામાં આવે.
→ જેસલે દબાણને કારણે શરત સ્વીકારીને સાંસતિયાજીએ તેમને ભક્તિ માર્ગેવાળીને તેમનો ઉદ્ધાર કર્યો હતો.
શહેરનાં જોવાલાયક સ્થળોમાં ઇતિહાસ. પ્રસિદ્ધ જેસલ-તોરલની સમાધિ ઉપરાંત વૈષ્ણવમંદિરો, અંબાજીનું મંદિર, અજયશિવમંદિર અને જીંડિયા બાબાનું સ્થાનક પણ છે. અહીંનું ભડેશ્વરનું શિવમંદિર દશમી સદીનું નમૂનેદાર સ્મારક ગણાય છે.
0 Comments