→ ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
→ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમ જ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો છે.
→ આ દિવસે બધી વિજ્ઞાન સંસ્થાઓ, જેમ કે રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ, વિજ્ઞાન અકાદમીઓ, શાળા અને કોલેજ અને તાલીમ સંસ્થાઓ ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.
→ ભૌતિકશાસ્ત્રી સી.વી. રમણે “રમણ પ્રભાવ(Raman Effect)” શોધ અંગે 28 ફેબ્રુઆરી,1928ના રોજ જાહેરાત કરી હતી.
→ આથી તેની યાદમાં ભારતમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
→ પ્રથમ ઉજવણી 28, ફેબ્રુઆરી,૧૯૮૭ ના રોજ ઉજવવામાં આવ્યો હતો.
→ 'રામન ઈફેક્ટ'ની શોધ માટે શ્રી સી.વી. રામનને વર્ષ 1930માં ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો તથા વર્ષ 1954માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
→ રામન ઈફેક્ટ મુજબ, જ્યારે તે પારદર્શક માધ્યમાંથી પસાર થાય છે ત્યારે પ્રકાશનું સ્વરૂપ અને પ્રકૃતિ બદલાય જાય છે. આ માધ્યમ ઘન, પ્રવાહી અને વાયુ કોઈપણ સ્વરૂપે હોઈ શકે છે.
→ વર્ષ 2023ની થીમ : ‘વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન’ (Global Science for Global Wellbeing)
→ વર્ષ 2024ની થીમ :'વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી' (“Indigenous Technologies for Viksit Bharat.")
0 Comments