Ad Code

Responsive Advertisement

ચિનુ મોદી | Chinu Modi

જન્મ: 30 સપ્ટેમ્બર. 1939 (વિજાપુર, મહેસાણા) 
અવસાન : 19 માર્ચ, 2017 (અમદાવાદ) 
પૂરું નામ : ડો. ચીનુભાઈ ચંદુલાલ મોદી 
ઉપનામ : ઇર્શાદ, ગરલ



ગુજરાતી સાહિત્યના વિવિધ સ્વરૂપોમાંથી તરબી પ્રકારની ગઝલના સર્જક અને ક્ષણિકા પ્રકારના કાવ્ય માટે જાણીતા છે. 

તેમની પ્રથમ નવલકથા શૈલ મજમુદાર છે.

તેમણે વર્ષ 1968માં ગુજરાત વિધાપીઠમાંથી Ph.D પદવી મેળવી હતી.

તેમણે વર્ષ 1964–1975 દરમિયાન અમદાવાદની સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજમાં અધ્યાપક તરીકે અને ત્યારબાદ વર્ષ 1975-77 દરમિયાન અમદાવાદ  ખાતે ઇસરો (ISRO)માં સ્ક્રિપ્ટટાઇટર તરીકે સેવા આપી હતી તેમણે જાહેરાત ક્ષેત્રમાં ફ્રીલાન્સર (1977-2017) તરીકે કાર્ય કર્યુ હતું. 

આ ઉપરાંત તેમણે આકાશવાણી અને ટી.વી. પર ઘણા કાર્યક્રમો આપ્યા હતાં. 

તેમને બાહુક કૃતિ માટે શ્રી ઉશનસ્ પારિતોષિક (1982-83), નરસિંહ મહેતા પુરસ્કાર (2008), અને ખારાં ઝરણાં કવિતા માટે દિલ્હીનો સાહિત્ય અકાદમી પુરસ્કાર (2013)થી સન્માનિત કરવામાં આવ્યા હતાં 

કાવ્યસંગ્રહો :
  1. ક્ષણોના મહેલમાં
  2. વાતાયન
  3. થાપિત વનમાંવનમાં
  4. દેશવટો
  5. દર્પણની ગલીમાં
  6. ઉર્ણનાભ
  7. ઇર્શાદ ગઢ
  8. અફવા
  9. ઇનાયત
  10. પર્વત નામે પથ્થર દરિયાને નામે પાણી 

એકાંકીઃ 
  1. ડાયલના પંખી (એબ્સર્ડ એકાંકી)
  2. કોકબેલ
  3. જાલકા
  4. અશ્વમેઘ
  5. શુકદાન
  6. માલિક   
ખંડકાવ્ય :

  • બાહુક (નળાખ્યાન પર આધારિત)
નાટક

  • હુકમ 

નવલકથા

  1. કાળો અંગ્રેજ
  2. શૈલા મજમુદાર : પ્રથમ નવલકથા  (1966) 
  3. ભાવચક્ર (1975)
  4. લીલા નાગ (1971)
  5. ભાવ-અભાવ (1969) 
  6. પહેલા વરસાદનો છાંટો  (1987) 
  7. હેંગ ઓવર (1985) 

અનુવાદ

  • વસંતવિલાસ (ફાગુ કાવ્યનો અનુવાદ) (1957)

વાર્તાસંગ્રહ :
  • પ્રથમ વાર્તાસંગ્રહ :  ડાબી મૂઠી જમણી મૂઠી (1986) 

વિવેચન
  1. મારા સમકાલીન કવિઓ
  2. બે દાયકા યાર કવિઓ
‘ખંડકાવ્ય–સ્વરૂપ અને વિકાસ’ (1974) તેમનો મહાનિબંધ છે.
ચરિત્ર લેખ
કૃષ્ણલાલ શ્રીધરાણી

અન્ય:
  1. તપાસીએ (ગઝલ, ગમી તે ગઝલ સંપાદન) , 
  2. નકશાના નગર 
  3. ચઢો રે શિખર રાજા રામના (1975) 

 પંક્તિઓ

એક લીલા ઝાડ પર તૂટી પડેલી વીજળી !
હું હજી જીવી રહ્યો છું જો, ફરી આકાશ યઢ 

પાંદડા ઝાકળ વિખેરે ડાળ પણ નિર્મમ થતી કોઈને પણ આ તકાદો કાળનો કયાંથી ગમે ?

કયારેક કાચ સામે, કયારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ, તલવાર તાણી તાણી 

જાત ઝાકળની છતાં કેવી ખમારી હોય છે 
પુષ્પ જેવા પુષ્પ પણ મારી સવારી હોય છે.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારે ઘેર પધારો ઓ ગંજીપાની રાણી.

Post a Comment

0 Comments