→ પ્રખર દેશભકત, સ્વાતંત્ર્ય સેનાની, સમાજસેવક, ગાંધીવાદી અને પર્યાવરણવિદ્
→ તેઓ મેટ્રિક થયા બાદ વધુ અભ્યાસ માટે મુંબઇની વિલ્સન કોલેજ,ત્યારબાદ કરાંચીની ડી. જે. કોલેજ અને પૂણેની ફર્ગ્યુસન કોલેજમાં જોડાયા હતા.
→ તેમના કોલેજકાળ દરમિયાન વર્ષ 1905માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા હતા.
→ રાષ્ટ્રીય રંગે રંગાયેલા કૃપલાણીએ બંગભંગ વિરોધી ચળવળમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.
→ તેમણે ચંપારણ સત્યાગ્રહ (વર્ષ 1917)અને હિન્દ છોડો ચળવળ (વર્ષ 1942) માં મહત્વની ભૂમિકા ભજવી હતી.
→ તેમણે આઝાદી બાદ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપીને કૃષિ મજદૂર પ્રજા પાર્ટીની સ્થાપના કરી અને વિજિલ નામનું એક સાપ્તાહિક પણ ચાલુ કર્યુ હતું.
→ તેમણે સ્થાપેલી કૃષિ મજદૂર પાર્ટી આખરે વર્ષ 1952માં જયપ્રકાશ નારાયણ અને રામમનોહર લોહિયાની તે પ્રજા સોશ્યાલિસ્ટ પાર્ટી માં ભળી જવાથી તેમણે તે પાર્ટી સાથે પણ છેડો ફાડી નાખ્યો હતો.
→ તેમણે સાહિત્યના ક્ષેત્રમાં ભારતવર્ષ કી વિભૂતિયાં નામના પુસ્તકની રચના કરી હતી.
→ ગાંધી તત્વજ્ઞાન અને ગાંધીવિચારધારાના સંદર્ભમાં એમણે ઘણું લખ્યું હતું. તેમણે લખેલાં ધ ગાંધીયન વે, નોન વાયોલન્ટ રિવોલ્યુશન, ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ધ ફેટફૂલ ઇયર્સ, ધ પોલિટિકસ ઓફ ધ ચરખા વગેરે પુસ્તકો ઘણાં લોકપ્રિય થયેલાં છે.
→ તેમની આત્મકથાનું નામ MY TIMES છે.
→ તેઓ વર્ષ 1912 માં એમ. એ. ની પદવી મેળવ્યા બાદ મુઝફફરપુરની કોલેજમાં પ્રાધ્યાપક તરીકે નોકરીમાં જોડાયા હતા.
→ વર્ષ 1919-20ના સમયગાળા દરમિયાન તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી.
→ મહાત્મા ગાંધીજી દ્વારા સ્થપાયેલ ગૂજરાત વિધાપીઠ નાં વર્ષ 1923 માં તેઓ સૌપ્રથમ આચાર્ય બન્યા હતા અને વર્ષ 1927 સુધી તેઓ આ હોંદ્દા પર રહ્યા હતાં આથી સમગ્ર ભારતમાં આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયાં હતાં.
→ ભારતીય સંસ્કૃતિના પરમ ઉપાસક એવા કૃપલાણી ઇતિહાસનું વિશાળ જ્ઞાન ધરાવતા હતા. તેમનાં વ્યાખ્યાનો તર્કશુદ્ધ હતાં. તેઓ ગૂજરાત વિધાપીઠમાંથી છૂટા થઈ ઉત્તર પ્રદેશની ખાદી પ્રવૃત્તિમાં જોડાયા હતા.
→ બનારસ હિંદુ યુનિવર્સિટીનાં રાજકારણમાં પ્રાધ્યાપિકા અને ભારતના સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી (ઉત્તરપ્રદેશ રાજયના) સુચેતા મઝુમદાર સાથે તેમનો પરિચય થયો અને વર્ષ 1936માં તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતાં.
→ તેઓ બંધારણ સભાનો હિસ્સો રહ્યા હતા અને બંધારણ સભાની ઝંડા સમિતિ તેમજ મૂળભૂત અધિકાર ઉપ-સમિતિના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યુ હતું.
તેમણે સૌપ્રથમ લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકયો હતો.
→ તેમણે પોતાનું નિવૃત જીવન ઉત્તરપ્રદેશમાં પોતે સ્થાપેલ સદાકત આશ્રમમાં વિતાવ્યું હતું. જો કે તેમણે રાજકીય કાર્યો પર તેમની પ્રતિક્રિયાઓ અટકાવી ન હતી.
→ તેમણે ઇન્દિરા ગાંધીની સરમુખત્યાર શાહી અને ચૂંટણી માટે સંસાધનોના બેફામ ઉપયોગ સામે વિરોધ દર્શાવ્યો હતો.
→ ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની 101મી વર્ષગાંઠ નિમિત્તે 11 નવેમ્બર, 1989ના રોજ એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.
0 Comments