ચકલીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે.
ચકલીની ઘટી રહેલી સંખ્યાની ગંભીરતા અને તેના અસ્તિત્વના રક્ષણ માટે આ દિવસ ઉજવાય છે. શહેરમાં મકાનોના બાંધકામમાં પરિવર્તન, જંગલ વિસ્તારમાં ઘટાડો, મોબાઇલ અને ટીવી ટાવરોના રેડિયેશન સહિતના વિવિધ કારણોસર હાલ દુનિયાભરમાં ચકલીની સંખ્યામાં ચિંતાનજક ઘટાડો થયો છે.
ફ્રાન્સની 'ઈકો-સીઝ એક્શન ફાઉન્ડેશન' અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ‘ફોરેવર સોસાયટી ઓફ ઈન્ડિયા' દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક પહેલ છે.
આ અંતર્ગત સૌપ્રથમ વર્ષ 2010માં પ્રથમ 'વિશ્વ ચકલી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નાસિકના શ્રી મોહમ્મદ દિલાવર નામના વ્યક્તિએ ‘નેચર ફોરેવર સોસાયટી ઓફ ઈન્ડિયા'ની સ્થાપના કરી હતી.
પર્યાવરણના સંરક્ષણ માટે 'નેચર ફોરેવર સોસાયટી ઓફ ઈન્ડિયા' દ્વારા 20 માર્ચ, 2011થી ગુજરાતના અમદાવાદ ખાતેથી 'ચકલી એવોર્ડ'નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
2023ની થીમ : “I Love Sparrows”
કવિ શ્રી ઉમાશંકર જોષી દ્વારા લિખિત આ પંક્તિ, યાદ આવે છે કે, “વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશું છે, પંખી છે, પુષ્પો છે, વનો ની છે વનસ્પતિ”“
તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ધાડું, મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું.” ચકલીઓ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતી આ લાઇન પ્રખ્યાત કવિ રમેશ પારેખની છે.
0 Comments