Ad Code

ગૂજરાત વિધાપીઠનો સ્થાપના દિવસ | Gujarat Vidyapith

ગૂજરાત વિધાપીઠનો સ્થાપના દિવસ
ગૂજરાત વિધાપીઠનો સ્થાપના દિવસ

→ ગૂજરાત વિધાપીઠની સ્થાપના 18 ઓક્ટોબર, 1920ના રોજ ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણના પ્રચાર અર્થે નવયુવાનોમાં દેશભકિત અને સદાયરિત્રના સંચાર માટે, યુવાનો ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં યોગદાન આપે તે હેતુથી કરી હતી.

→ ગૂજરાત વિધાપીઠની શરૂઆત અમદાવાદના કોચરબ આશ્રમની પાછળ ડાહ્યાભાઇ મહેતાના બંગલામાં થઇ હતી.

→ વર્ષ 1920માં અસહકાર આંદોલન દરમિયાન વિદેશી શિક્ષણ અને ચીજવસ્તુઓના બહિષ્કાર કરવા તેમજ સ્વદેશી શિક્ષણ અને ચીજવસ્તુઓ અપનાવવાના હેતુથી ગૂજરાત વિધાપીઠની સ્થાપના કરવામાં આવી હતી.

→ ગૂજરાત વિધાપીઠનું સૂત્ર : ‘सा विद्या या विमुक्तये '

→ મહાત્મા ગાંધીજીના પ્રયાસથી ગૂજરાત વિધાપીઠ ખાતે ગુજરાતી ભાષાનો માન્ય સાર્થ જોડણીકોશ તૈયાર કરવામાં આવ્યો છે.

→ ગૂજરાત વિધાપીઠને વર્ષ 1963માં ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

→ ગૂજરાત વિધાપીઠના પ્રથમ કુલપતિ ગાંધીજી હતા અને જીવનપર્યંત તેઓ રહ્યા હતા. ત્યાર બાદ સરદાર પટેલ, ડો. રાજેન્દ્ર પ્રસાદ અને મોરારજી દેસાઇ જેવા મહાનુભાવોએ કુલપતિ તરીકે સેવા આપેલ છે.

→ વર્ષ 2015થી વિધાપીઠના કુલપતિ તરીકે સેલ્ફએમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન (SEWA)ના સ્થાપક ઇલા રમેશ ભટ્ટ કાર્યરત હતા.

→ વર્ષ 2007 થી ગૂજરાત વિધાપીઠ દ્વારા દર વર્ષે ગાંધીજયંતી નિમિત્તે ગ્રામજીવન પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વિધાર્થીઓને ગ્રામ્યજીવનથી અવગત કરવામાં આવે છે.

→ વર્ષ 2019માં ગૂજરાત વિધાપીઠના શતાબ્દી વર્ષની શરૂઆત નિમિત્તે ધ્વજવંદન અને પરીસરના સભાગૃહ સામે 100 વૃક્ષોનું વાવેતર કરી તેનું નામ શતાબ્દી વન આપવામાં આવ્યું છે.

→ વિધાપીઠમાં આદિવાસી સંશોધન કેન્દ્ર, મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિધાલય, જમનાલાલ બજાજ અહિંસા શોધ સંસ્થા, કૃષિવિજ્ઞાન કેન્દ્ર, હિન્દી ભવન, ગ્રંથાલય અને પુસ્તકાલય આવેલ છે.

→ ધો. 1 થી અનુસ્નાતક સુધીના અભ્યાસક્રમો ચાલે છે, અહીં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ ગાંધી ચીંધ્યા માર્ગ પર ખાદીના વસ્ત્રોથી લઇ સાફ-સફાઇ સ્વયં કરવાની હોય છે.

→ ગૂજરાત વિધાપીઠનું કાર્યક્ષેત્ર ગુજરાતના પાંચ જિલ્લા અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને વલસાડમાં છે.

→ 1919માં વિદ્યાપીઠે ગુજરાતી ભાષનો પ્રથમ જોડણીકોશ પ્રકાશિત કર્યો.

→ ડિસેમ્બર 1920માં આ વિદ્યાપીઠમાં ‘ગુજરાત પુરાતત્વમંદિર’ની સ્થાપના થઈ. તેનું પુસ્તકાલય ‘શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર’ને નામે ઓળખાયું.

→ 1922માં મહાવિદ્યાલયના બીજા આચાર્ય તરીકે શ્રી જીવતરામ ભગવાનદાસ કૃપાલાણી આવ્યા ને છ વર્ષ આચાર્ય તરીકે રહ્યા. તે દરમિયાન 1925માં એમની પ્રેરણાથી ‘ગૂજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ’ની સ્થાપના થઈ.

→ 1923માં વિદ્યાપીઠે ઉસ્માનપુરા પાસે જમીન લઈ ‘પ્રાણજીવન વિદ્યાર્થીભવન’નો શિલારોપણ-વિધિ બંગાળના પ્રખ્યાત વિજ્ઞાની ડૉ. પ્રફુલ્લચંદ્ર રૉય પાસે કરાવ્યો ને એ મકાનની ઉદઘાટનવિધિ ગાંધીજીના હસ્તે 1925માં થઈ.

→ 1928માં ‘ગૂજરાત વિદ્યાપીઠ મંડળ’ની રચના કરવામાં આવી.

→ ‘શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર’ને વિદ્યાપીઠના પુસ્તકાલય સાથે ભેળવીને ‘ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય’ની રચના 1928માં કરવામાં આવી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments