બ્રિટિશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન (BBC)નો સ્થાપના દિવસ
બ્રિટિશ બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશન (BBC)નો સ્થાપના દિવસ
→ 18 ઓક્ટોબર, 1922ના રોજ બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કંપની(BBC)ની સ્થાપના લંડન સ્થિત બ્રિટીશ અને અમેરિકાની વિધુત કંપનીના સંયુકત પ્રયાસથી કરવામાં આવી હતી.
→ BBC એ સાર્વજનિક સેવા પ્રસારક માધ્યમ છે.
→ મુખ્ય કાર્ય તાજા સમાચાર, રમતગમતની વિવિધ બાબતો ટીવી, રેડિયો અને અન્ય માધ્યમો દ્વારા માહિતી પૂરી પાડવાનો છે.
→ BBC વિશ્વનું સૌથી જુનું રાષ્ટ્રીય પ્રસારણ સંગઠન છે.
→ તેણે સૌપ્રથમ દૈનિક રેડિયો સેવા લંડન ખાતે શરૂ કરી હતી.
→ તેનુ વડુ મથક લંડનના વેસ્ટ મિનિસ્ટર ખાતે પણ આવેલું છે.
→ BBC નું ધ્યેય વાક્ય : National Shall Speak Peace Unto Nation
→ Website : https://www.bbc.com/
→ BBCના પ્રથમ ડાયરેકટર જનરલ જોન રેઈઠ નામના સ્કોટિશ એન્જિનિયર હતા
→ BBC 40થી વધારે ભાષામાં માહિતી પ્રસારિત કરે છે.
→ BBC માં હિન્દી ભાષામાં પ્રસારણની શરૂઆત 11મે, 1940ના રોજ શરૂ થઇ હતી.
→ ત્યારબાદ ક્રમશઃ બંગાળી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલગુ અને પંજાબી ભાષામાં પ્રસારણની શરૂઆત થઇ છે.
→ BBCનું ભારત ખાતેનું વડુમથક નવી દિલ્હી ખાતે આવેલું છે.
0 Comments