Ad Code

કેશવલાલ હર્ષદરાય ધ્રુવ | Keshavlal Dhruv

કેશવલાલ હર્ષદરાય ધ્રુવ
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ

→ જન્મ : 17 ઓકટોબર, 1859

→ જન્મસ્થળ : બહિયલ (તા. દહેગામ, જિલ્લો: ગાંધીનગર)

→ પિતા : હર્ષદરાય ધ્રુવ

→ માતા : રેવાબાઈ

→ પૂરું નામ : કેશવલાલ હર્ષદરાય ધ્રુવ

→ અવસાન: 13 માર્ચ, 1938

→ ઉપનામ : પ્રકાંડ પાંડિત્ય, વનમાળી

→ અનુવાદક તરીકે સાચા પ્રહરી કેશવ ધ્રુવ એ સંસ્કૃત કાવ્ય અને નાટકોમાં કરેલા અનુવાદો તેમનું સૌથી મહત્વનું પ્રદાન છે.

→ 1876માં મૅટ્રિક, 1882માં બી.એ. અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક.

→ 1908માં આર.સી. હાઈસ્કૂલના હેડમાસ્તર થયા.

→ 1915માં ત્યાંથી નિવૃત્ત થઈ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં ગુજરાતીના પ્રથમ પ્રાધ્યાપક નિમાયા.

→ 1934માં નિવૃત્ત થયા.

→ 1920થી 1938 સુધી ગુજરાત વિદ્યાસભાના પ્રમુખ. 1907માં ભરાયેલી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

→ તેઓ ભાષાવિદ્, વિવેચક, સંપાદક, સંશોધક અને અનુવાદક હતાં.

→ તેમણે ગુજરાતી ભાષાના ભાગરૂપે 15મી સદીમાં ગધકથા સંગ્રહ તથા વસંતવિલાસમાંથી અનેક અવતરણો રજૂ કર્યા હતાં.

→ વર્ષ 1902માં મુંબઇ યુનિવર્સિટીના એમ.એ.ના અભ્યાસક્રમમાં ગુજરાતી વિષય દાખલ થતાં તેના પ્રથમ પ્રધ્યાપક ગોવર્ધનરામની સાથે કેશવલાલની પણ નિમણૂક થઇ હતી.

→ તેઓ વર્ષ 1907માં મુંબઇમાં યોજાયેલી બીજી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યાં હતાં.

→ તેમણે વર્ષ 1920 થી 1938 સુધી ગુજરાત વિધાસભાના પ્રમુખ તરીકેની સેવા આપી હતી.

→ તેમના સાહિત્ય વિચારણા અને ભાષાવિષયક રજૂ કરતા પુસ્તકો સાહિત્ય અને વિવેચન ભાગ 1 અને 2, પધ રચનાની ઐતિહાસિક આલોચના (રણપિંગળ પછીનો ગુજરાતીમાં છંદ પરનો આ બીજો પ્રમાણિત ગ્રંથ છે) તથા પ્રાચીન-મધ્યકાલીન કવિઓ વિશેના એમના સંપાદનો તથા વિદ્વત્તાપૂર્ણ પ્રાસ્તાવિકો અને ટિપ્પણીઓ મહત્વપૂર્ણ છે.


સાહિત્ય સર્જન


અનુવાદ

→ ગીતગોવિંદ, અમરુશતક, મેળની મુદ્રિકા (મુદ્રારાક્ષસ), પરાક્રમની પ્રસાદી, પ્રધાનની પ્રતિજ્ઞા, પ્રતિમા, સાચું સ્વપ્ન (સ્વપ્નવાસવદતા), મધ્યમ વ્યાયોગ, વિંધ્યવનની કન્યા


સંશોધન

→ ભાલણ કૃત કાદંબરી, અનુભવબિંદુ, પંદરમાં શતકના ગુર્જર કાવ્ય


વિવેચન

→ સાહિત્ય વિવેચન ભાગ 1અને ર , વનવેલી છંદ, મુગ્ધાવબોધ



વૈદિક કાળની પધરચનાની કૃતિ: સમાલોચના

→ ‘અમરુશતક’ (1892), ‘ગીતગોવિંદ’ (1895) અને ‘છાયાઘટકર્પર’ (1902) એમના સંસ્કૃત કાવ્યોના અનુવાદ છે, તો ‘પ્રધાનની પ્રતિજ્ઞા’ (1915), ‘સાચું સ્વપ્ન’ (1917), ‘મધ્યમવ્યાયોગ’ (1920) અને ‘પ્રતિમા’ (1928) એ એમના ભાસનાં સંસ્કૃત નાટકોના અનુવાદ છે. વિશાખદત્તનું ‘મુદ્રારાક્ષસ’ ‘મેળની મુદ્રિકા’ (1889) ને નામે, કાલિદાસનું ‘વિક્રમોર્વશીયમ્’ ‘પરાક્રમની પ્રસાદી’ (1915) ને નામે એમણે ગુજરાતીમાં અનૂદિત કર્યાં છે.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments