Ad Code

આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ INTERNATIONAL DAY FOR THE ERADICATION OF POVERTY

આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ INTERNATIONAL DAY FOR THE ERADICATION OF POVERTY
આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ INTERNATIONAL DAY FOR THE ERADICATION OF POVERTY

→ દર વર્ષે 17 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ(International Day For The Eradication Of Poverty) તરીકે ઉજવવામાં આવે છે.

→ Theme 2024 : Ending Social and Institutional Maltreatment

→ ગરીબીમાં જીવતા લોકોનું જીવનધોરણ ઊંચું લાવવાનો અને ગરીબી પ્રત્યેના ભેદભાવ દૂર કરી ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવાનો છે.

→ 22 ઓક્ટોબર, 1992ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ(UN)ની સામાન્ય સભા દ્વારા ઠરાવ પસાર કરીને 17 ઓક્ટોબરને આંતરરાષ્ટ્રીય ગરીબી નાબૂદી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

→ 17 ઓક્ટોબર, 1987ના રોજ ફ્રાન્સના પેરિસમાં ગરીબી, ભૂખ, હિંસા અને ડરના ભોગ બનેલા લોકોએ માનવ અધિકાર અને સ્વતંત્રતા મેળવવા માટે ફાધર જોસેફ અને વેર્સેન્કિના નેતૃત્વ હેઠળ ચળવળ શરૂ કરી હતી, વેર્સેન્કિએ 17 ઓક્ટોબરને ગરીબી નાબૂદી દિવસ જાહેર કરવા સૂચન કર્યુ હતું.

→ વ્યક્તિ જીવનનિર્વાહ માટે ભોજન, કપડાં અને ઘર જેવી મૂળભૂત આવશ્યકતાઓ પૂરી કરવામાં અસમર્થ હોય તો તે ગરીબી રેખા (Below Poverty Line-BPL) નીચે જીવે છે તેમ કહેવાય. (એક પરિવારની જીવનની મૂળભૂત આવશ્યક્તાઓની પૂર્તિ માટે આવકના અનુમાનિત ન્યૂનત્તમ સ્તરો ગરીબી રેખાના રૂપમાં પરિભાષિત કરવામાં આવે છે).

→ ભારતમાં ગરીબીના સ્તરનું નિર્ધારણ આવક(એક પરિવાર દ્વારા આવશ્યક વસ્તુઓ ખરીદવા માટે કરવામાં આવેલ ખર્ચ) અને વપરાશના સ્તર (એક પરિવાર દ્વારા મેળવેલ કુલ આવક)ના આધાર પર કરવામાં આવે છે.

→ વર્ષ 2014 સુધી ગરીબી રેખાનું નિર્ધારણ ગામોમાં 32 રૂપિયા અને શહેરોમાં 47 રૂપિયા પ્રતિ દિવસના હિસાબથી નક્કી કરવામાં આવ્યું હતું.

→ વર્ષ 2017માં નીતિ આયોગ દ્વારા ગરીબી દૂર કરવા માટે એક વિઝા ડોક્યુમેન્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2032 સુધીમાં ગરીબી દૂર કરવાની યોજના ઘડવામાં આવી હતી. જેના અંતર્ગત દેશમાં ગરીબોની સાચી સંખ્યા નક્કી કરવી અને ગરીબી નાબૂદી સંબંધિત લાગુ કરવામાં આવેલી યોજનાઓનું નિરીક્ષણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

→ ગરીબી નાબૂદ કરવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય, શિક્ષણ પર વધુ નિવેશ, ગુણાત્મક શિક્ષણ, કૌશલ્ય વિકાસની સાથે રોજગારીના અવસર, મહિલાઓની ભાગીદારી, સાર્વજનિક નિવેશ, બુનિયાદી ઢાંચા, આર્થિક વૃદ્ધિદર વધારવો, બેન્કિંગ, સામાજીક સુરક્ષા નેટવર્ક, ઉત્પાદન, આવાસ, ટ્રાન્સપોર્ટ, ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં સુધાર અને કૃષિ ક્ષેત્રમાં સુધાર જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવું જોઇએ.

→ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (UNDP) દ્વારા જાહેર કરાયેલ બહુઆયામી ગરીબી સૂચકાંક -2018 (Multidimensional Poverty Index) અનુસાર વર્ષ 2005- 06 અને વર્ષ 2015-16 વચ્ચે ભારતમાં 270 મિલિયનથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.

→ ભારતમાં MoSPI (Ministry of Statistics and Program Implementation) મંત્રાલય હેઠળના NSSO (National Sample Survey office) દ્વારા તૈયાર કરાયેલા આંકડાના આધારે નીતિ આયોગ ટાસ્ક ફોર્સ દ્વારા ગરીબી રેખાનું નિર્ધારણ કરવામાં આવે છે.

→ ભારતની આઝાદી પૂર્વે હિન્દના દાદા તરીકે જાણીતા દાદાભાઇ નવરોજીના પુસ્તક Poverty and Un-British Rule in India માં ગરીબી રેખાના અંદાજ અંગેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

→ વી. એમ. દંડેકર અને એન. રથ દ્વારા વર્ષ 1971માં રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ (National Sample Survey)ના ડેટાના આધારે ભારતમાં ગરીબીનું પ્રથમ વખત વ્યવસ્થિત મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

→ ભારતમાં ગરીબી નાબૂદી માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર કાર્યક્રમ (NREP), ગ્રામીણ શ્રમ રોજગાર ગેરંટી યોજના(RLEGP), રાષ્ટ્રીય પારિવારિક લાભ યોજના(NFBS), શહેરી ગરીબો માટે સ્વરોજગાર કાર્યક્રમ(SEPUP), એકીકૃત ગ્રામીણ વિકાસ કાર્યક્રમ(IRDP), ઇન્દિરા આવાસ યોજના (ગ્રામીણ), મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MGNREGA - દેશભરના ગામોમાં લોકોને 1વર્ષમાં 100 દિવસ કામની ગેરંટી), દિનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના (DDUGJY), કિસાન વિકાસપત્ર(KVP) અને પ્રધાનમંત્રી જનધન યોજના (PMJDY) વગેરે જેવી યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યાં છે.

→ ભારતમાં ગરીબી માપવા માટે ગિની આંકનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

→ ગરીબીના બે પ્રકાર છે. છે. (1) સાપેક્ષ ગરીબી, (2) નિરપેક્ષ ગરીબી.

→ ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે.

→ વર્ષ 2011ની વસતી ગણતરી પ્રમાણે ભારતની કુલ વસતી 121.02 કરોડ હતી અને તેમાંની 21.9% વસતી ગરીબી રેખા નીચે જીવન જીવતી હતી.

→ ભારતમાં ગરીબી રેખાના માપન માટે વાય. કે. અલાગ સમિતિ(1979), ડી. ટી. લાકડાવાલા સમિતિ(1993), તેંડુલકર કર સમિતિ(2009) અને રંગરાજન સમિતિ (2012) વગેરે સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું હતું.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments