Ad Code

શેખાદમ આબુવાલા | Shekh Adam Abuwala

શેખાદમ આબુવાલા
શેખાદમ આબુવાલા

→ જન્મ : 15 ઓકટોબર, 1929(અમદાવાદ)

→ અવસાન : 20 મે, 1985

→ પૂરું નામ : શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા

→ ઉપનામ : આદમ

→ સામાજિક અને રાજકીય વિષય પર કટાક્ષકાર, સંસ્કૃત છંદો અને ગઝલો પર પ્રભુત્વ ધરાવનાર શેખાદમ આબુવાલા

→ ગુજરાતી વિષય સાથે અનુસ્નાતક થયા બાદ તેઓએ ગુજરાત સમાચારમાં પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

→ તેમણે વર્તમાનપત્રોમાં સારા જહાં હમારા, માનવી તે આ જગત, આઠમની આવડત અને જમાલપુરથી જર્મની નામેાલપુરથી જર્મની કટારો લખી હતી.

→ તેમણે પશ્વિમ જર્મનીમાં નિવાસ દરમિયાન વોઈસ ઓફ જર્મની રેડિયોમાં હિન્દી-ઉર્દૂ વિભાગના સંચાલક તરીકે સેવા આપી હતી.

→ તેમની સમગ્ર કવિતાઓને દીવાને શેખાદમ માં સંગ્રહવામાં આવી છે

→ રાજકીય-સામાજિક વિષયો પર કટાક્ષ કરતા તેમના ખુરશી કાવ્યો નોંધનીય છે.

→ તેમના અવસાન બાદ ચિનુ મોદી એ તેમના કાવ્યોમાંથી ચૂંટીને આદમથી શેખાદમ સુધી નામે એક કાવ્યસંગ્રહ સંપાદિત કર્યો હતો.

→ તું એક ગુલાબી સપનું છે નવલકથા માટે તેમણે ગયજરત્ન સાહિત્ય અકાદમીનું પારિતોષિક આપવામાં આવ્યું છે.


ગઝલ સંગ્રહ

→ ચાંદની(પ્રથમ કાવ્યસંગ્રહ)
→ અજંપો
→ સનમ
→ સોનેરી લટ
→ હવાની હવેલી
→ રેશમી ઉજાગરા

ઉર્દૂ ગઝલ સંગ્રહ

→ ઘિરતે બાદલ-ખુલતે બાદલ

→ અપને ઇક ખ્વાબ કો દફનાકે અભી આયા હું


નવલકથા

→ તું એક ગુલાબી સપનું છે
→ કૂલ બનીને આવજો
→ આયનામાં કોણ છે?
→ નીંદર સાચી
→ સપનાં જૂઠાં
→ તમન્નાના તમાશા
→ ચાલું છું,
→ મંઝિલ નથી
→ જિંદગી હસતી રહી
→ રેશમી ઉજાગરા


→ મુક્તક સંગ્રહ: તાજમહાલ

→ આત્મ ચરિત્ર : હું એક ભટકતો શાયર

→ મરણોત્તર સંકલન : દસ દિવાને આદમ


પંક્તિઓ



અમને નાખો જિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશં અમે બાગમાં

વતનની યાદ આવે છે તો લાગે છે મને એવું કે
ઢળતી સાંજનું એકાંત મારો હાથ ઝાલે છે.


એ કેવી રીતે ભૂલે, પોતાની પ્યારી માને
પેરિસમાં છે, છતાયે ભારતનો દમ ભરે છે.


આદમને કોઈ પૂછે, પેરિસમાં શું કરે છે ?
લાંબી સડક ઉપર. એ લાંબા કદમ ભરે છે


ગમ, નિરાશા, દર્દ, બેચેની વ્યથા ને અશ્રુઓ,
જીવવા માટે જુઓ કેવો સરસ સામાન છે.


હું ઘરબાર ભૂલ્યો,પરિવાર ભૂલ્યો
તમે યાદ આવ્યા.તો સંસાર ભૂલ્યો


→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments