Ad Code

સૂર્યકાંત ત્રિપાઠી | Suryakant Tripathi

સૂર્યકાંત ત્રિપાઠી
સૂર્યકાંત ત્રિપાઠી

→ જન્મ: 21 ફેબ્રુઆરી, 1896(પશ્ચિમ બંગાળ, મેદિનીપુર)

→ ઉપનામ: નિરાલા

→ અવસાન: 15 ઓકટોબર, 1961(અલાહાબાદ, (હાલ પ્રયાગરાજ))

→ મૂળવતન: ઉત્તરપ્રદેશ

→ તેઓ હિન્દી સાહિત્યમાં છાયાવાદના ચાર સ્તંભો (જયશંકર પ્રસાદ, સુમિત્રાનંદન પંત, મહાદેવી વર્મા અને સૂર્યકાંત ત્રિપાઠી) પૈકી એક હતાં.

→ તેઓ હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી અને બંગાળી ભાષાનું જ્ઞાન ધરાવતા હતાં.

→ તેમણે પશ્ચિમ બંગાળ અને લખનઉમાં અભ્યાસ કર્યો હતો.

→ તેઓ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને રવીન્દ્રનાથ ટાગોરને પોતાના આદર્શ માનતા હતાં.

→ રામચરિતમાનસ તેમનો પ્રિયગ્રંથ હતો.

→ તેઓએ હિન્દી સાહિત્યમાં કવિતા, નિબંધ, નવલકથા અને વાર્તા જેવા અનેક સાહિત્ય સ્વરૂપોમાં સાહિત્ય સર્જન કર્યું હતું.

→ તેઓએ લખનઉમાં ગંગા પુસ્તક માલા કાર્યાલયમાં અને ત્યારબાદ સુધા માસિક પત્રિકાનું સંપાદન કાર્ય કર્યું હતું.

→ વર્ષ 1923માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ અનામિકા નામથી પ્રકાશિત થયો હતો.

→ તેમણે આરાધના, નયે પતે, ગીત કુંજ, પરિમલ અને ગીતિકા જેવી કવિતાઓ તેમજ નિરુપમા, કુલ્લુ ભાટ, પ્રભાવતી અને અપ્સરા જેવી નવલક્થાઓની રચના કરી હતી.

→ તેમના વાર્તા સંગ્રહમાં ચતુરી ચમાર અને લિલી અને નિબંધ લેખનમાં પ્રતિમા, રવીન્દ્ર કવિતા કાનન અને ચાબુકનો સમાવેશ થાય છે.

→ તેમણે ભક્ત ધ્રુવ, ભક્ત પ્રહલાદ, ભિષ્મ અને મહારાણા પ્રતાપ જેવા બાળ ઉપયોગી સાહિત્યનું સર્જન કર્યું હતું.

→ તેમની સ્મૃતિમાં ભારત સરકાર વર્ષ 1976માં ટપાલ ટિકીટ પાડવામાં આવી હતી.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments