→ જન્મ : 15 ઓક્ટોબર, 1931 ધનુષકોડી (રામેશ્વર,તમિલનાડુ)
→ અવસાન : 27 જુલાઈ, 2015 (શિલોંગ,મેઘાલય)
→ પૂરું નામ : અવુલ પાકિર જૈનુલાબ્દિન અબ્દુલ કલામ
→ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન તરીકે જાણીતા
→ તેમણે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેન્ટ જોસેફ કોલેજ (તિરુચિલાપલ્લી) અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટયુટ ઓફ ટેક્નોલોજી (ચેન્નાઇ)માં કર્યો હતો.
→ તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત એક હોવરક્રાફ્ટ ડિઝાઇનીંગથી કરી હતી.
→ તેઓ વર્ષ 1963-1982 દરમિયાન ઇસરોમાં સેવા આપી હતી. અહીં તેમણે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SLV-3) વિસાવ્યું હતું. SLV-3 દ્વારા રોહિણી ઉપગ્રહને ધ્રુવીય કક્ષામાં સ્થાપિત કરવામાં સફળતા મળી હતી.
સંકલિત મિસાઇલ વિકાસ કાર્યક્રમ (IGMDP)
→ તેમણે વર્ષ 1982 થી ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) માં સેવા આપી હતી. ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત તેમની અધ્યક્ષતામાં પૃથ્વી, અગ્નિ, ત્રિશૂળ, આકાશ અને નાગ એમ પાંચ પ્રકારની મિસાઇલો વિક્સાવવામાં આવી હતી. આ ઉપરાંત આધુનિક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસની કલ્પના પણ તેમણે કરી હતી. આથી બ્રહ્મોસ ॥ મિસાઇલને કલામ મિસાઈલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
→ ભારતને બેલેસ્ટિક મિસાઇલ અને લોન્ચિંગ ટેકનોલોજીમાં અને આત્મનિર્ભર બનાવવાને કારણે તેમને મિસાઇલ મેન તરીકે ઓળખવામાં આવે છે.
ઓપરેશન શકિત (પોખરણ-2)
→ તેઓ વર્ષ 1992-99 દરમિયાન પ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તથા DRDOના ભારત સરકારના પ્રતિનિધિ તરીકે પણ રહ્યા હતા. આ સમય દરમિયાન તેમણે દ્વિતીય અણુ પરિક્ષણ મે, 1998માં પોખરણ – II (ઓપરેશન શકિત)માં રાજનૈતિક અને તક્નિકી ભૂમિકા ભજવી હતી.
→ તેઓ ભારતના 11મા રાષ્ટ્રપતિ હતા. તેમનો કાર્યકાળ 25 જુલાઇ, 2002 થી 25 જુલાઇ, 2007 સુધીનો હતો.
→ તેઓ ભારતના એકમાત્ર અવિવાહિત રાષ્ટ્રપતિ હતા.
→ તેઓ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને ડો.ઝાકીર હુસૈન બાદ તેઓ એવા રાષ્ટ્રપતિ છે કે જેમણે ભારતરત્ન મળ્યા બાદ રાષ્ટ્રપતિનું પદ શોભાવ્યું હોય.
→ તેઓએ પોતાના પુસ્તક ઇન્ડિયા 2020 માં ભારતને જ્ઞાન મહાશકિત અને વિકસિત રાષ્ટ્ર બનાવવાની હિમાયત કરી હતી.
→ તેમની આત્મકથા Wings of Fire ગુજરાતીમાં અનુવાદ અગનપંખ નામે હરેશ ધોળકિયા દ્વારા કરવામાં આવ્યું છે.
→ તેમણે ઇગ્નાઇટેડ માઇન્ડસ, ધ લ્યુમિનસ સ્પાર્કસ, મિશન ઇન્ડિયા, ઇન્સ્પાઈરીંગ થોટ્સ, ઇનડોમિટેબલ સ્પિરિટ, ટર્નિંગ પોઇન્ટ્સ, ગર્વનન્સ ફોર ગ્રોથ ઇન ઇન્ડિયા અને માય જર્ની : ટ્રાન્સફોર્મીંગ ડ્રીમ્સ ઇન ટુ એકશન વગેરે પુસ્તકો લખ્યાં હતાં.
પુરસ્કાર
→ વર્ષ 1981-પદ્મભૂષણ
→ વર્ષ 1990- પદ્મવિભૂષણ
→ વર્ષ 1997 -ભારતરત્ન
→ વર્ષ 1997- ઇન્દિરા ગાંધી એવોર્ડ ફોર ર નેશનલ ઇન્ટીગ્રેશન
→ વર્ષ 1998- વીર સાવરકર એવોર્ડ
→ વર્ષ 2000 -રામાનુજન એવોર્ડ
→ વર્ષ 2008- ડોક્ટર ઓફ સાયન્સ (અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા )
→ વર્ષ 2009- અમેરિકન હોવર મેડલ
→ વર્ષ 2013 -વોન બ્રાઉન એવોર્ડ (આ એવોર્ડ મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય હતા.) નેશનલ સ્પેસ સોસાયટી દ્વારા
→ રાષ્ટ્રપતિ તરીકે સેવાનિવૃત થયા થયા બાદ તેઓ ભારતની જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓમાં વિધાર્થીઓના મનોબળ વધારવા માટે વિઝીટીંગ ફેકલ્ટી તરીકે કાર્યરત થયા.
→ 27 જુલાઈ 2015ના રોજ તેઓ IIM શિલોંગમાં 'Creating a Livable Planet Earth' વિષય પર લેક્ચર આપવા ગયા ત્યારે તેઓનું સ્ટેજ પર શ્વાસ રૂંધાવાને લીધે નિધન થયું.
→ તેઓના નામ પરથી ઓડિશાના વ્હિલર આઇલેન્ડ (જ્યાં મિસાઇલ પરિક્ષણ થાય છે.) તેનું નામ અબ્દુલ કલામ આઇલેન્ડ રખાયું.
→ તેમણે ભરતમાંથી ગરીબી નાબૂદ કરવા PURA (Providing Urban Amenities to Rural Areas)યોજનાની હિમાયત કરી હતી.
→ તેમની સ્મૃતિમાં ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા વર્ષ 2015માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
→ તેમના જન્મદિવસને મહારાષ્ટ્રમાં વાંચન પ્રેરણા દિન તરીકે ઉજવવામાં આવે છે અને તમિલનાડુમાં તેઓની પૂણ્યતિથી યુવા પૂર્ણત્થાન દિવસ તરીકે ઉજવાય છે.
→ વર્ષ 2017માં તેઓના નામ પરથી રામેશ્વરમાં આવેલ આઇલેન્ડ પેરુ કુલુમ્બુ પર DRDO દ્વારા ડો. એ.પી.જે. અબ્દુલ કલામ રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવ્યું.
→ વર્ષ 2018માં તેમના જન્મદિવસે રક્ષામંત્રી નિર્મલા સીતારામે ધ કલામ વિઝન-ડેયર ટુ ડ્રીમ વિષય પર વેબસાઈટ લોન્ચ કરી હતી. આ વેબસાઇટ આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (AI), સાયબર સુરક્ષા, રોબોટિક્સ વગેરેમાં યુવાધનને આકર્ષવા માટે બનાવવામાં આવી હતી.
→ વર્ષ 2020માં DRDO દ્વારા તેઓની પૂણ્યતિથિ પણ ડેર ડુ ડ્રિમ ચેલેન્જનો પ્રારંભ કર્યો હતો.
→ તેઓની સાથે 40 વર્ષનો અનુભવ ધરાવતા એ. શિવયનું પિલ્લાઈ દ્વારા 40 યર્સ વિથ અબ્દુલ કલામ નામના પુસ્તકનું વિમોચન ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈકેયા નાયડુ દ્વારા કરાયું હતું.
→ બોટાનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકો એક વનસ્પતિ જાતિનું નામ તેમના નામ ઉપરથી ડ્રાયપિટ્સ કલામી રાખ્યું છે.
→ તેમનું પ્રસિદ્ધ વાક્ય - સપને વો નહીં જો આપ સોતે વક્ત દેખતે હે, સપને વો હોતે હે, જો આપકો સોને નહીં દેતે.
0 Comments