રણજિતસિંહ જાડેજા
રણજિતસિંહ જાડેજા નવાનગર
→ નામ : રણજિતસિંહ જાડેજા
→ અન્ય જાણીતુ નામ : જામ સાહેબ શ્રી રણજિતસિંહજી વિભાજી જાડેજા ઓફ નવાનગર
→ હુલામણું નામ : જામ રણજી, 'સ્મિથ'
→ જન્મ સ્થળ : સડોદર, નવાનગર (હાલ જામનગર)
→ જન્મ તારીખ : 10, સપ્ટેમ્બર, 1872
→ મૃત્યુ તારીખ : 2 એપ્રિલ, 1933
→ પિતા : જીવણસિંહજી
→ શિક્ષણ : રાજકુમાર કોલેજ (રાજકોટ), ટ્રીનીટી કોલેજ (કેમ્બ્રિજ યુનિવર્સિટી) - ઈંગ્લેન્ડ બેરિસ્ટર એટ લો
રણજિતસિંહનું શાસન અને સુધારા
→ શાસનકાળ : 12 માર્ચ 1907 - 2 એપ્રિલ - 1933
→ ઉચ્ચ શિક્ષણ પામેલા અને વિશ્વમાં ફરેલા હોવાથી તેમણે જામનગર રાજ્યને આધુનિક બનાવીને જામનગરને 'સૌરાષ્ટ્રના પેરિસ'નું ઉપનામ અપાવ્યું હતું.
→ તેમણે જામનગરને શણગારવાનું કામ હાથમાં લઈ સૌપ્રથમ રસ્તાઓ સુધાર્યા.
→ શહેરમાં અસંખ્ય ઈમારતો બાંધી હતી. જેમાં વિભાવિલાસ, જામવિલાસ, અમરવિલાસ, ઈરવીન હોસ્પિટલ, સોલેરિયમ, સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ, માર્કેટ, સુમેર ક્લબ, રેલવે સ્ટેશન, ક્રિકેટ બંગલો, ત્રણ બાવલા, જામ રાવળ, જામ રણજી અને મોન્ટેગ્યુ, ગરાસિયા બોર્ડિંગ, રણજિત સાગર ડેમ, ધનશ્યામ બેંક
→ તેમણે ખેડૂતો પાસેથી ભાગબટાઈ લેવાને બદલે રોકડ મહેસૂલ લેવાની શરૂઆત કરી હતી
→ જમીન ઉપર ખેડૂતોનો હક્ક માન્ય રાખ્યો તથા વેઠપ્રથા નાબૂદ, ખેડૂત રાહતધારો વગેરે ખેતીક્ષેત્રે સુધારા કરી ખેડૂતોના દિલ જીતી લીધા.
→ ખેડૂતોની જેમ વેપાર-વાણિજ્યને વિકસાવવામાં પણ તેમણે કામ કર્યું.
→ બેડીબંદર અને રેલવેને વિકસાવી વેપારને પ્રોત્સાહન આપ્યું.
→ ઈ.સ. 1911માં પ્રાથમિક શિક્ષણ અને ઈ.સ. 1916માં માધ્યમિક શિક્ષણ મફત બનાવ્યું.
→ જામ રણજીએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં મેસોપોટેમિયાના મોરચે યુદ્ધમાં ભાગ લીધો હતો અને આ યુદ્ધમાં આંખ પાસે ગોળી લાગતા ઘવાયા હતા.
→ બ્રિટિશ સરકારે તેમને માનદ મેજર (ઈ.સ. 1914) અને માનદ લેફ્ટેનન્ટ કર્નલ (ઈ.સ. 1918)ની પદવીઓ અને KCSI તથા GCSI અને GBEના ખિતાબો આપ્યા હતા.
→ તેઓ ત્રણવાર જીનિવામાં 'લીગ ઓફ નેશન્શ'ની બેઠકમાં હાજરી આપવા ગયા હતા, જે તેમની મહત્ત્વની સિદ્ધિ ગણાવી શકાય.
→ દ્વારકાના શંકરાચાર્યે તેમને 'રાજ્યધર્મ રત્નાકર'ની પદવી આપી હતી.
→ તેઓ 'ચેમ્બર ઓફ પ્રિન્સ (નરેન્દ્ર મંડલ)'ના ચાન્સેલર પણ બનેલા. (1931-1933)
→ જામ રણજીનું તા. 2-4-1933ના રોજ મૃત્યુ થયું ત્યારે તેમણે દત્તક લીધેલા જુવાનસિંહજીના પુત્ર દિગ્વિજયસિંહજી ગાદીએ આવ્યા.
→ જામ સાહેબશ્રી રણજિતસિંહજી સસેક્સ, લંડન કાઉન્ટી (ઘરેલુ) અને કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી ડોમેસ્ટીક ક્રિકેટ અને ઈંગ્લેન્ડ તરફથી ઇન્ટરનેશનલ (આંતરરાષ્ટ્રીય) ક્રિકેટ રમેલા.
→ જામ રણજીના નામ પરથી દર વર્ષે ભારતીય ઘરેલુ પ્રથમ ક્લાસ ક્રિકેટમાં 'રણજી ટ્રોફી’ રમાય છે.તેની શરૂઆત 1934 થી થઈ હતી.
→ મહારાજા રણજિતસિંહ જાડેજાનું પૂરું ટાઇટલ આ પ્રમાણે છે : કર્નલ H.H (હિઝ હાઈનેસ) શ્રી સર રણજિતસિંહજી વિભાજી ।।, જામ સાહેબ ઓફ નવાનગર, GCSI, GBE
0 Comments