→ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 16 ઓક્ટોબરને વિશ્વ ખાધ દિવસ(World Food Day) તરીકે ઊજવવામાં આવે છે.
→ Theme 2024: Right to foods for a better life and a better future
→ વિશ્વભરમાં ખાધ સુરક્ષા અને પોષણક્ષમ આહારની પ્રાપ્તિ માટે વૈશ્વિક ભૂખને પહોંચી વળવા વિશ્વવ્યાપી લોક જાગૃતિ ફેલાવવાનો છે.
→ 16 ઓક્ટોબર, 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રસંઘ (United Nations) દ્વારા FAO (Food and Agriculture Organization)ની સ્થાપના કરવામાં આવી હોવાથી આ દિવસને વિશ્વ ખાધ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
→ FAO દ્વારા ડો. બિનય રંજન સેનના નેતૃત્વમાં વિશ્વ ખાધ કાર્યક્મની શરૂઆત કરવામાં આવી હતી.
→ નવેમ્બર, 1979માં FAOના સભ્યદેશો દ્વારા 16 ઓક્ટોબરને વિશ્વ ખાઘ દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ દિવસ ઊજવવાની શરૂઆત વર્ષ 1981 થી થઇ હતી.
→ FAOનું મુખ્યાલય ઇટલીના રોમ ખાતે આવેલું છે અને તેમાં 194 સભ્ય દેશોનો સમાવેશ થાય છે.
→ વોશિંગ્ટન યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડીઝ (2017) રિપોર્ટ અનુસાર ભારતમાં મૃત્યુ અને વિકલાંગતાના કારણોમાં કુપોષણ એક મુખ્ય કારણ છે.
→ ભારત સરકાર દ્વારા વર્ષ 2022 સુધી ભારતને ટ્રાન્સ ફેટ મુકત બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા વર્ષ 2023 સુધી આ લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યું છે.
→ કુપોષણ અને જન્મ સમયે બાળકોના વજન ઓછા હોવા સંબંધી સમસ્યાઓને દર વર્ષે 2% સુધી ઘટાડવા તેમજ કુપોષણની નાબુદી સંબંધી યોજનાઓ તથા કાર્યક્મો ચલાવવા ભારત સરકારનાં મહિલા અને બાળવિકાસ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને નીતિ આયોગ દ્વારા સંયુક્ત રૂપે વર્ષ 2017-18માં રાષ્ટ્રીય પોષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
→ સતત વિકાસ લક્ષ્ય (2015-30)ના જીરો હંગર (લક્ષ્ય-2)ને પ્રાપ્ત કરવા સાર્વજનિક વિતરણ પ્રણાલી, મિનિમમ સપોર્ટ પ્રાઇસનાં માધ્યમથી ખેડૂતોની ક્ષમતા વધારવી, સપ્લાય ચેન તથા કોલ્ડ સ્ટોરેજમાં નિવેશ માટે ખાનગી કંપનીઓને પ્રોત્સાહિત કરવી વગેરે જેવાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
→ દરેક વ્યક્તિને ખાધ સુરક્ષા અને ગુણવત્તાયુકત પોષણક્ષમ આહાર મળે તે માટે સંસદ દ્વારા રાષ્ટ્રીય ખાધ સુરક્ષા અધિનિયમ, 2013 પસાર કરવામાં આવ્યો હતો.
→ ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2024માં ભારત 127 દેશોમાંથી 105મા ક્રમે છે, જે ભૂખનું ગંભીર સ્થિતિ દર્શાવે છે.
→ ભારત સરકાર દ્વારા ભૂખમરાને પહોચી વળવા આ મુજબની પહેલો શરૂ કરવામાં આવી છે:
→ ઈટ રાઈટ ઈન્ડિયા મૂવમેન્ટ
→ પોષણ અભિયાન (રાષ્ટ્રીય પોષણ મિશન)
→ મધ્યાહન ભોજન (MDM) યોજના
→ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના
→ મિશન ઇન્દ્રધનુષ
→ સંકલિત બાળ વિકાસ સેવાઓ (ICDS) યોજના
→ પીએમ ગરીબ કલ્યાણ યોજના
→ વિશ્વ ખાધ દિવસ એન્જિનિયર્સ ડે તરીકે પણ ઓળખાય છે.
0 Comments