લક્ષ્મી વિલાસ પેલેસ | Laxmi Vilas Palace
લક્ષ્મી વિલાસ પેલેસ
લક્ષ્મી વિલાસ પેલેસ
→ લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરામાં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલનું નામ છે.
→ તે સમયે 25 લાખના ખર્ચે તૈયાર થયો હતો.
→ મહારાજા સાહેબના પલી (ચિમનાબાઈ) પિયરમાં "લક્ષ્મી અમ્મા"ને નામે ઓળખાતા તેને આધારે આ મહેલનું નામ લક્ષ્મી વિલાસ પેલેસ નામ પડ્યું હતું.
→ આ મેહલનું નિર્માણ ૧૮૯૦માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળમાં થયું હતું.
→ આ પેલેસનું ઇન્ડો ગોથિક શૈલીમાં નિર્માણ કરવામાં આવ્યું હતું.
→ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ મેજર ચાર્લ્સ મંટ પાસે આ પેલેસ તૈયાર કરાવડાવ્યો હતો, પરંતુ ઈમારતનું બાંધકામ રોબર્ટ શિઝલોમે પૂર્ણ કર્યું હતું.
→ આ પેલેસમાં ક્રિકેટ ગ્રાઉન્ડ, ઇન્દોર ટેનીસ કોર્ટ, ગોલ્ફ કોર્સ, બેડમિન્ટન કોર્ટ અને એક મ્યુઝીયમ પણ આવેલું છે.
→ અહિં હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તીણી એકતાનો નમુનો જોવા મળે છે.
→ આ પેલેસના બાંધકામમાં વપરાયેલા પત્થરો સુરેન્દ્રનગર પાસે આવેલા ધ્રાંગધ્રામાંથી મંગાવવામાં આવ્યા હતા.
→ વાદળી પથ્થરો ખાસ પુનાથી, તો કેટલાક પથ્થરો રાજસ્થાનથી પણ લાવવામાં આવ્યા.
→ મહેલમાં ફલોરિગ માટે ઇટાલિયન માર્બલ વપરાયો છે.
0 Comments