Ad Code

ભાવસિંહજી-2 | Bhavsinhji -2

ભાવસિંહજી-2
ભાવસિંહજી-2

→ માતા : માજીરાજબા

→ પિતા : તખ્તસિંહજી

→ પત્ની : નંદકુંવરબા, દેવકુંવરબા

→ પુત્ર : કૃષ્ણકુમારસિંહજી (પાટવીપુત્ર)

→ પુત્રી : મનહરકુંવરબા

→ કર્નલ મહારાજા રાવ સર શ્રી ભાવસિંહજી દ્વિતીય તખ્તસિંહજી, KCSI (૨૬ એપ્રિલ ૧૮૭૫ - ૧૬ જુલાઇ ૧૯૧૯) ગોહિલ વંશના મહારાજા હતા જેમણે ભાવનગર પર ૧૮૯૬ થી ૧૯૧૯ સુધી શાસન કર્યું હતું.


→ ભાવસિંહજીના જન્મ પછી તેમનાં માતાનું તરત મરણ થવાથી તેમના ઉછેરનું કામ તેમનાં નાનીબા-મોંઘીબા દ્વારા ગોંડલમાં થયું હતું.

→ રાજકોટની રાજકુમાર કોલેજમાં થોડા વર્ષ ભણ્યા બાદ તેમનો અભ્યાસ કોલ્હાપુરના મહારાજાની સાથે સ્ટુઅર્ટ ફ્રેઝરની ટ્યુટરશિપ અને ગાર્ડિયનશિપ હેઠળ ઓફિસર શ્રી કર્નલ મેરી વેધરની દેખરેખ નીચે થયો હતો.

→ ત્યાર બાદ યુવરાજ ભાવસિંહજીને રાજકર્તાનો અનુભવ મળી રહે તે માટે તખ્તસિંહજીએ ભાવસિંહજીને રાજ્યનો વહીવટ કરનારી કાઉન્સિલના કાઉન્સિલરો સાથે કામમાં જોડી દીધા.

→ આમ, 21 વર્ષની ઉપર થઈ ત્યાં સુધીમાં લગભગ બધા ખાતાની ઓછી-વધતી માહિતી અને અનુભવ ભાવસિંહજી-2એ મેળવી લીધા.

→ ઈ.સ. 1896માં તખ્તસિંહજીનું હૃદય અચાનક બંધ થઈ જવાથી અવસાન થતાં ભાવસિંહજી-2જાએ સત્તા સંભાળી.

→ 10-02-1896ના રોજ તેમનો વિધિસર રાજ્યાભિષેક કરી તેમને ભાવનગર રાજ્યની સંપૂર્ણ સત્તાના સૂત્રો સોંપવામાં આવ્યાં.

→ આમ, 19મી સદીના અંતિમ વર્ષોથી શરૂ કરીને વીસમી સદીની પ્રારંભિક વીસી દરમિયાન ભાવસિંહજી-2જાએ શાસન કર્યું હતું.

→ તેમના 23 વર્ષના (ઈ.સ. 1896થી 1919) શાસન દરમિયાન રાજ્યની સામાજિક અને આર્થિક પરિસ્થિતિને અસર કરે તેવા મહત્ત્વના ત્રણ પ્રસંગો બન્યા હતા :

→ છપ્પનિયો દુકાળ (ઈ.સ. 1956 થી ઈ.સ. 1900)

→ પ્લેગનો રોગચાળો (ઈ.સ. 1903)

→ પ્રથમ વિશ્વયુદ્ધ (ઈ.સ. 1914થી ઈ.સ. 1918)

→ આવા વિપરીત પ્રસંગો બનવા છતાં તેઓએ ધૈર્યપૂર્વક સામનો કરી ભાવનગરના વિકાસ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.


ભાવસિંહજીનું શાસન અને સુધારા

→ ભાવસિંહજી ગાદી પર આવ્યા ત્યારે ભાવનગરમાં કાઉન્સિલ પદ્ધતિથી વહીવટ ચાલતો હતો. પરંતુ 20મી સદીના પ્રથમ વર્ષથી જ દુષ્કાળની માઠી અસરને કારણે કરકસરના પગલા તરીકે. અનિચ્છાએ ફરીથી દીવાની પદ્ધતિ દાખલ કરી હતી.

→ દીવાનની મદદ કરવા માટે નાયબ દીવાન અને ન્યાયકીય મદદનીશ નીમવામાં આવેલા.

વિજયશંકર (ગગા ઓઝાના જયેષ્ઠ પુત્ર) દીવાન
હરિલાલ સવાઈલાલ નાયબ દીવાન
ઘેલાભાઈ જગજીવનરામ ન્યાયકીય મદદનીશ.
પ્રભાશંકર પટ્ટણી હજૂર સેક્રેટરી

→ ઈ.સ. 1900 પછી ઈ.સ. 1912માં સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં દુષ્કાળ પડેલો. આ દુષ્કાળને ખેડૂતો 'ટેફાં- ફાળ' કહેતા હતા.

→ મુંબઈ પ્રાંતનું અનુકરણ કરીને ભાવનગર રાજ્ય એ પણ વીસમી સદીના પ્રારંભથી રાજ્યનો વાર્ષિક એડ્મિનિસ્ટ્રેશન રિપોર્ટ' પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું હતું.

→ મહારાજા ભાવસિંહજી 2જાએ પ્રજાનાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે અને રાજ્યની પ્રગતિમાં વૃદ્ધિ કરવા માટે ભાવનગર રાજ્યની આર્થિક, ઔદ્યોગિક અને કૃષિસંબંધી તપાસ અને અભ્યાસ કરી, અહેવાલ રજૂ કરવા માટે એક 'આર્થિક સમિતિ'ની રચના કરી હતી.

→ આ આર્થિક સમિતિએ રાજ્યના મહેલો, રસ્તાઓ અને ગામો જેવા વહીવટી એકમોમાંથી તે એકમોના વડા અધિકારીઓ પાસેથી માહિતી મેળવી, તેનું સંકલન કરીને ગ્રંથરૂપે પ્રગટ કરી હતી.

→ તેના પરથી આખરી ' આર્થિક સર્વેક્ષણ' અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

→ ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે ₹ 20 લાખની રકમ અલગ કાઢીને 'ખેડૂત સંકટ નિવારણ ફંડ' ઊભું કરવામાં આવ્યું.

→ ખેતી સુધારણા માટે ધોળા ગામે એક 'મોડેલ ફાર્મ' શરૂ કરવામાં આવ્યું.

→ પોતાની પુત્રી મનહરકુંવરબાનાં નામ ઉપરથી ભીમડાદના તળાવનું નામ 'મનહર તળાવ' રાખવામાં આવ્યું.

→ દુષ્કાળપીડિત લોકો માટે મહાલના બધાં મથકોએ 'ગરીબખાનાં' ખોલવામાં આવ્યાં.

→ દુષ્કાળ-સંહિતા (Famine Code)ની રચના કરવામાં આવી.

→ ભાવસિંહજી અનેક ક્ષેત્રે સુધારા કરવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા, પરંતુ રાજ્યની નાણાકીય પરિસ્થિતિ સાનુકૂળ ન હતી.

→ આથી, હજૂર સેક્રેટરી પ્રભાશંકર દલપતરામ પટ્ટણીની સલાહથી ભાવસિંહજીએ ₹ 20 લાખના 5% વ્યાજના 20 વર્ષની મુદતના ભાવનગર સ્ટેટ બોન્ડ કાઢયા.

→ આ ઉપરાંત 1 એપ્રિલ, 1902ના રોજ ભાવનગર મુકામે 'ભાવનગર દરબાર સેવિંગ્ઝ બેંક' પણ શરૂ કરવામાં આવી.

→ શરૂઆતમાં તેનું નામ 'ભાવસિંહજી સેવિંગ્ઝ બેંક' હતું. તેમાં થાપણો ઉપર 3.75% વ્યાજ આપવામાં આવતું હતું.

→ રેલવેના બાંધકામ માટે સમયસર નાણાં મળી રહે તે માટે રેલવેની ચોખ્ખી આવકને અલગ રાખીને 'રેલવે રિઝર્વ ફંડ'ની પણ સુવિધા કરવામાં આવી.

→ ભાવસિંહજી ઉત્તમ ચારિત્ર્યવાન હોવાથી ચોરી કરનાર, દારૂ પીનાર અને વ્યભિચાર કરનાર પર બહુ કરડી નજર રાખી શિક્ષા કરતા હતા.

→ સૌરાષ્ટ્રમાંથી દારૂની બદી દૂર કરવાનું પ્રથમ માન ભાવસિંહજી 2જાને ફાળે જાય છે.

→ પોતાની પ્રજાની સુખાકારી માટે તેમણે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂબંધી 1919માં અમલમાં મૂકી હતી.

→ મહારાણી નંદકુંવરબા પણ સામાજિક જાગૃતિ લાવવામાં અગ્રેસર હતાં.

→ તેમના પ્રયાસોથી જ 'ગુજરાત હિન્દુ સ્ત્રીમંડળ'ની એક શાખા ઈ.સ. 1913-14માં ભાવનગરમાં સ્થાપવામાં આવી હતી.

→ ઈ.સ. 1918ની 13મી ફેબ્રુઆરીએ મુંબઈના ગવર્નરનાં પત્ની લેડી વિલિંગ્ડનના હસ્તે 'ગોપનાથ મેટરનિટી હોસ્પિટલ' નામના પ્રસૂતિગૃહનો પાયો નાંખવામાં આવ્યો.

→ આ સિવાય અનાથ અને નિરાધાર બાળકો માટેનું 'નંદકુંવરબા ઓર્ફનેજ (અનાથાશ્રમ)' સ્થાપવામાં આવ્યું.

→ માર્ચ 1916માં 'સ્ત્રી આરોગ્ય' નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી.

→ આ ઉપરાંત ' શ્રી નંદકુંવરબા રાજપૂત કુમારિકા જનાના બોર્ડિંગ વિદ્યાલય અને 'શ્રી નંદકુંવરબા રાજપૂત વિદ્યાલય'ની પણ સ્થાપના કરવામાં આવી હતી.

→ મહારાણી નંદકુંવરબાને 1912માં સી.આઈ. (C.I.- ક્રાઉન ઓફ ઇન્ડિયા) અને 1917માં 'કૈસર- એ-હિન્દ'નો ખિતાબ મળેલો.

→ મહારાજા ભાવસિંહજીએ પોતાના 44મા જન્મદિને 1918માં પ્રજામત જાણવાના એક ઉપાય તરીકે 'પ્રજા-પ્રતિનિધિ-સભા'ની રચના કરી હતી.

→ આ સભાની સ્થાપનાના મુખ્ય હેતુઓ હતા: રાજા અને પ્રજા વચ્ચેની ભાવનાની ગાંઠ બળવત્તર બનાવવી, ગેરસમજ પ્રવર્તતી હોય તો દૂર કરવી, પુખ્ત વિદ્વાન નાગરિકોની સલાહની તક મેળવવી અને પ્રજાની ઇચ્છાની અભિવ્યક્તિ કરવી.

.
સન્માન

→ દિલ્હી દરબાર સુવર્ણ ચંદ્રક - ૧૯૦૩

→ નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇંડિયા - ૨૪ જૂન ૧૯૦૪

→ મહારાજા બહાદુરનો ખિતાબ, ૧ જાન્યુઆરી ૧૯૦૯ (પછીથી યુદ્ધ દરમિયાનની સેવાઓ માટે ૧ જાન્યુઆરી ૧૯૧૮થી વંશપરંપરાગત)

→ દિલ્હી દરબાર સુવર્ણ ચંદ્રક - ૧૯૧૧

→ WhatsApp Group Click

→ Facebbok Page Click

Post a Comment

0 Comments